સુરતની રહેવાસી મૈત્રી જરીવાલા આજે એક ખુબ જ ઉમદા પહેલ સાથે કામ કરી રહી છે

તે 'Begin With Flowers' ના નામે મંદિરમાં ચઢાવવામાં આવતા ફૂલોને રિસાયકલ કરી તેમાંથી વિવિધ વસ્તુઓ બનાવીને વેચે છે.

કોલેજ કાળ દરમિયાન જ તેણીએ આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરુ કર્યું હતું જેને આગળ જતા મૈત્રીએ એક સ્ટાર્ટઅપ તરીકે વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે.

 મંદિરમાં ચઢાવવામાં આવતા ફૂલોને રિસાયકલ કરી વિવિધ દૈનિક ઉપયોગમાં આવી શકે તેવી વસ્તુઓનું નિર્માણ શરુ કર્યું

 તેણીએ 9 કામદારોને નોકરીએ પણ રાખ્યા જેમને તે મહિનાના કામગીરીના ધોરણે રૂપિયા 3 હજાર આસપાસનું મહેનતાણું પણ ચૂકવે છે

ફૂલ ખુબ સારા હોય તો તેમાંથી સાબુ અથવા પરફ્યુમ બનાવવામાં આવે છે. મધ્યમ હાલતમાં હોય તો તેમાંથી અગરબત્તી વગેરે બનાવવામાં આવે છે.

સડી ગયેલા હોય તો તેમાંથી ખાતર બનાવવામાં આવે છે. તે દર મહિને પોતાની બનાવેલી આ પ્રોડક્ટમાંથી 40 થી 50 હજારનું વેચાણ પણ કરી રહી છે

જો તમે પણ મૈત્રીની બનાવેલ પ્રોડક્ટ્સ ખરીદવા ઇચ્છતા હોય તો તેના ફેસબુક પેજ Begin With Flowers ની અચૂક મુલાકાત લો.