છેલ્લું સ્ટેશન હોવાના કારણે અમદાવાથી કે બીજે કોઈ ઠેકાણેથી ઘણા અસ્થિર મગજના લોકો પણ ટ્રેનની સાથે સાથે પાટણ આવી ચડતા હતા

આમ કરતા કરતા સ્ટેશન પર અને તે વિસ્તારની આજુબાજુ 15 થી 20 અસ્થિર મગજના લોકો જમા થઇ ગયા.

તે લોકોને ભોજન માટે મદદ કરવા જે તે સમયે ઉમેશભાઈ આચાર્ય, પાઠક સાહેબ તથા બીજા બે ત્રણ સજ્જનોએ પોતાના ઘરેથી જ શરૂઆત કરી

જમાડવાની આ પહેલ પછી તો દરેક જરૂરિયાતમંદ લોકો માટે વિકસી અને તે કારણે જ 'રામ રહીમ ટ્રસ્ટ' ની રચના કરવામાં આવી

આજે 'રામ રહીમ ટ્રસ્ટ' દિવસના 500 લોકોને ભોજન આપી રહ્યું છે જેમાં ગુપ્ત ટીફીનનો પણ સમાવેશ થાય છે

અહીંયા નોંધવા જેવી બાબત એ છે કે ગુપ્ત ટિફિન મેળવનાર લોકોનું સ્વમાન જળવાઈ રહે તે માટે રામ રહીમ સંસ્થા તે લોકોના નામ કોઈપણ ભોગે ઉજાગર નથી કરતી