મશરૂ કાપડ અને તેનો ઇતિહાસ, જાણો કેવી રીતે આ કળા સાચવી રાખી છે પાટણના ખત્રી સમુદાયે

આજકાલ, ફક્ત ગુજરાતના નાના શહેરો, ખાસ કરીને પાટણ અને માંડવીના વણકર જ આ હસ્તકલાની પ્રેક્ટિસ કરે છે.

ભારતમાં આ કાપડનો પ્રવેશ આરબમાંથી થયો હતો. અને ધીમે ધીમે આ વણાટકામ સમગ્રમાં દેશમાં ફેલાયું.

35 વર્ષ પહેલા પાટણમાં આ કાપડના વણાટ માટે અંદાજિત 250 શાળ કાર્યરત હતી જે અત્યારે ઘટીને ફક્ત 30 ની સંખ્યામાં છે.

જગદીશભાઈનો પરિવાર ઘણી પેઢીઓથી મશરૂ કાપડના વણાટનું કામ કરી રહ્યો છે.

પાટણમાં ‘હરિલાલ કુબેરદાસ મશરૂવાલાના’ નામથી તેમની દુકાન પણ આવેલી છે.