પોતાનું સંતાન ન કરીને આ દંપતીની પહેલ 'અપના ઘર આશ્રમ' સાચવે છે 6000 જેટલાં બેઘરોને
1993 માં તેમના લગ્ન પછી તેઓએ સંતાન ન કરતાં ત્યજી દેવાયેલા બીમાર લોકોને તેમના ઘરે લાવી સેવા કરવાનું શરૂ કર્યું.
29 જૂન 2000 ના રોજ ડૉ. બી.એમ.ભારદ્વાજ અને ડૉ. માધુરી ભારદ્વાજ દ્વારા "મા માધુરી બ્રિજ વારિસ સેવા સદન, અપના ઘર" સંસ્થાની સ્થાપના કરવામાં આવી
હાલમાં ભારતના 8 રાજ્યોમાં અને એક કાઠમંડુ નેપાળમાં થઈને 35 અપના ઘર આશ્રમ ચાલી રહ્યા છે જ્યાં આવા 6000 થી વધુ પ્રકારના વ્યક્તિઓ રહે છે
ગુજરાતમાં આ આશ્રમ 25મી ફેબ્રુઆરી 2019 ના રોજ મહેસાણાના ઉમતામાં શરૂ કરવામાં આવ્યો છે .