મંદબુદ્ધિનાં બાળકોની સાર સંભાળ વિનામૂલ્યે રાખનાર આ મહિલા છે માનવતાનું જીવંત ઉદાહરણ
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં રહેતા કિરણબેન પીઠીયા પોતાના પતિની મદદથી ‘દિવ્ય જ્યોત દિવ્યાંગ’ સંસ્થા છેલ્લા છ વર્ષથી ચલાવે છે
આ સંસ્થામાં મંદ બુદ્ધિ ધરાવતા બાળકોને બધી જ જરૂરી સગવડ સાથે વિનામુલ્યે રાખવામાં આવે છે.
સંસ્થામાં શરૂઆતમાં 10 બાળકો હતા જે આજે વધીને 27 ની આસપાસ થઇ ગયા છે.
દરેક બાળકોની જમવાથી લઇ સાફ સફાઈ સુધીની સાર સંભાળ કિરણબેન જાતે જ રાખે છે.
સંસ્થાને હજી સારું કામ કરવા માટે યથાશક્તિ મદદ કરવા ઈચ્છો છો 9714536408 પર સંપર્ક કરી શકો છો.