સિદ્ધપુરની આ લસ્સીનો સ્વાદ માણી ચૂક્યા છે બચ્ચનથી લઈ ઘણા મહાનુભવો, સ્વાદ એકદમ હટકે

ભારતના ભાગલા પડ્યા ત્યારે ઘણા લોકોને પોતાના વતનથી બીજી જગ્યાએ હિજરત કરવાની ફરજ પડી હતી.

લાલુમલભાઈ પણ આવા જ લોકોમાંના એક હતા.

હિજરત કરી તેઓ સૌપ્રથમ અજમેર રેફ્યુજી કેમ્પમાં સહપરિવાર આવ્યા ત્યારબાદ ત્યાંથી તેઓ ગુજરાતના સિદ્ધપુરમાં આવીને વસ્યા.

લસ્સીની એક એવી રેસિપી પોતે જાતે શીખીને આવ્યા હતા કે જેને તેમના સમગ્ર પરિવારની જિંદગી બદલી નાખી.

તેમની લસ્સી ખુબ જ પ્રસિદ્ધ થઇ ગઈ.આજે આ દુકાનમાં લાલુમલભાઈની ત્રીજી પેઢી લસ્સીનો વ્યવસાય સંભાળી રહી છે.

જો તમે ક્યારેય સિદ્ધપુર જાઓ તો ચોક્કસથી લાલુમલ લસ્સીવાળાને ત્યાં જઈને આ લસ્સીનો સ્વાદ માણજો.