85 વર્ષના નિવૃત શિક્ષકનું ઘર બન્યું પક્ષી અભયારણ્ય, રોજ 1500 પક્ષીઓનું પેટ ભરે છે
સરકારી શાળામાંથી નિવૃત્ત થયા બાદ રામજીદાદાએ સિહોરના રામટેકરી વિસ્તારમાં એક નાનકડો આશ્રમ બનાવ્યો છે, જેનું નામ 'પક્ષી તીર્થ આશ્રમ' છે.
તેમના દ્વારા બનાવવામાં આવેલ પક્ષી યાત્રાધામ કોઈ અભયારણ્યથી સહેજ પણ ઉતરતું નથી.
85 વર્ષની ઉંમરે પણ તેઓ એક દિવસની રજા નથી લેતા. રામજીદાદા કહે છે કે,"જો હું આરામ કરીશ, તો મારા પક્ષીઓ શું ખાશે."
માત્ર પશુ-પક્ષીઓ જ નહીં પરંતુ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ પણ આશ્રમમાંથી ખાલી હાથે નથી જતો.