ગરમીમાં ત્રાસદી ભોગવતા મજૂરોને જોઈ મોરબીના આ બંને ભાઈઓએ શરુ કર્યું વૃક્ષારોપણ અભિયાન

વિપુલ ભાઈએ જોયું કે તેમની ફેકટરીના મજૂરો ધખધખતા તાપમાં ફેક્ટરીની દીવાલની આડશમાં ઊંઘ્યાં છે

તેમણે થયું કે જો આ જગ્યાએ ઘણા વૃક્ષો હોત તો આ મજૂરોને બપોરમાં આરામ કરવામાં એટલી તકલીફ ના ઉભી થાત

આ વિચાર અવતા જ અમે બંને ભાઈઓએ આજથી ચાર વર્ષ પહેલા શરૂઆત ફક્ત એક જ છોડ રોપીને કરી

બંને ભાઈઓએ  સમગ્ર મોરબી શહેરમાં જે તે જગ્યાએ છોડવાઓ  વાવ્યા પણ વવાયાં પછી દરરોજ તેની તકેદારી રાખવાની પણ જવાબદારી લીધી

બંને ભાઈઓ માટે આ કાર્ય ફક્ત ફરજ ન રહેતા જિંદગી જીવવા માટેની એક દૈનિક ક્રિયા બની ગઈ છે

તેમની આ પહેલને કારણે આજે ઘણા લોકો પ્રોત્સાહિત પણ થયા છે