પોતાના પિતાને રહેઠાણની આજુબાજુના કુતરાઓને ભોજન કરાવતા જોઈ ઝંખનાબેનમાં પણ પિતાના આ કાર્યથી જીવદયા ઉદ્ભવી

તેઓ છેલ્લા 21 વર્ષથી જીવદયાના આ ક્ષેત્રમાં નિઃસ્વાર્થ કાર્યરત પણ છે.

જીવદયાના આ કાર્યમાં કોઈ ઉણપ ન રહે તે માટે એક સમયે તેમણે પોતાને મળતી સરકારી નોકરી પણ ઠુકરાવી દીધી.

કરુણા  ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત અત્યારે ઝંખનાબેન કુતરાઓ તેમજ બીજા કોઈ પણ પ્રાણી પક્ષીઓ માટે જરૂરી દરેક સહાય અપાવવા પ્રયત્ન કરે છે.

તેઓ જણાવે છે કે લોક સહયોગ જો વધારે મળે તો તેઓ કરુણા ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત આ દિશામાં હજી પણ વધારે સારી રીતે કામ કરી શકે છે.

જો તમે કંઈ મદદ કરવા ઇચ્છતા હોવતો ટ્રસ્ટના નીચે આપેલા નંબર પર કોલ કરી સંપર્ક કરી શકો છો. 8000501861