ભગવાનજીભાઈએ તેમના ગામમાં 2500 નાના-મોટા માટલાઓથી એવું પક્ષી ઘર બનાવ્યું છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.

હજારો માટલાઓ સાથેનું આ શિવલિંગ આકારનું માળખું કોઈ થીમ પાર્ક નથી પરંતુ

ગુજરાતના નવી સાંકળી ગામના ચોથા ધોરણ સુધી જ ભણેલા ખેડૂત ભગવાનજીભાઈ દ્વારા બનાવવામાં આવેલ પક્ષી ઘર છે.

ભગવાનજીભાઈએ પોતાની સમજણથી 140 ફૂટ લાંબુ અને 40 ફૂટ ઊંચું બર્ડ હાઉસ તૈયાર કર્યું છે

તમને જાણીને નવાઈ લાગશે કે આ માટે તેમણે લગભગ 20 લાખ રૂપિયા ખર્ચ્યા છે

આજે આ પક્ષી ગૃહમાં કબૂતર, પોપટ સહિત અનેક પ્રકારના પક્ષીઓ રહે છે સાથે સાથે તે તેમના ગામની એક એવી ઓળખ પણ બની ગયું છે જેને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે.