દેશના આ નાનકડા ગામમાં આજે આખા આદિવાસી ગામની કિસ્મત બદલાઈ ગઈ.
મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાનું બાંચા ગામ દેશનું પહેલું એવું ગામ છે, જ્યાં કોઈ ઘરમાં ચૂલા કે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ થતો નથી.
આ ભારતનું પહેલું ધુમાડા રહીત ગામ છે અને ન તો ઘરમાં સ્ટવ છે અને ન તો કોઈને એલપીજીની જરૂર છે.
પહેલા રસોઈ બનાવવા માટે જંગલમાંથી લાકડા લાવતા હતા. ઓછામાં ઓછા 20 કિલો લાકડાની જરૂર પડતી હતી
ભારત સરકારે સોલર ચૂલ્હા ચેલેન્જ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન IIT મુંબઈના વિદ્યાર્થીઓએ એવો સ્ટવ બનાવ્યો હતો, જે સૌર ઉર્જાથી ચાલી શકે છે.
ગામમાં એનજીઓ “ભારત-ભારતી શિક્ષણ સમિતિ” ના સચિવ મોહન નાગરને જ્યારે આ સમાચાર મળ્યા, ત્યારે તેમણે IIT મુંબઈ સાથે વાતચીત શરૂ કરી.
બાંચા ખાતે સોલાર પેનલ્સની સ્થાપના સપ્ટેમ્બર 2017 માં શરૂ થઈ હતી અને ડિસેમ્બર 2018 સુધીમાં કામ પૂર્ણ થયું.
એક સેટઅપમાં ચાર પેનલ છે. સ્ટવનું વજન એક કિલો છે અને તેમાં તાપમાન બદલવા માટે ત્રણ સ્વીચો છે.
છેલ્લા ચાર-પાંચ વર્ષથી તમામ પેનલ સરળતાથી ચાલી રહી છે. IIT મુંબઈએ ગામના બે લોકોને રિપેરિંગની ટ્રેનિંગ પણ આપી છે.