શિક્ષણથી લઈને રોજી માટે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે ત્યાં અમદાવાદનો રોનક છે સૌથી હટકે
એન્જિનિયરિંગ કર્યા બાદ સાવ નજીવા પગારની નોકરી મળતી હતી ત્યાં તેણે નોકરીની જગ્યાએ નવો જ રસ્તો પસંદ કર્યો છે.
ઉચ્ચ ડિગ્રી હાથમાં હોવા છતાં કોઈપણ જાતની શરમ-સંકોચ વગર તેણે ચાની લારી શરૂ કરી.
રોનક અત્યારે ચાની સાથે પ્રેમ પણ પીરસે. ગ્રાહકોને ચાની સાથે બે બિસ્કિટ પણ આપે છે અને તે પણ સ્વચ્છતાનું ધ્યાન રાખી.
અહીં આવતા ગ્રાહકોને ચાની સાથે હિંદી, અંગ્રેજી અને ગુજરાતી અખબાર અને પુસ્તકો વાંચવાનો પણ લાભ મળે છે.
ખૂબજ ઓછા રોકાણથી શરૂ કરેલ આ બિઝનેસ રોનક સવારે 5 થી 11 વાગ્યા સુધી 5 કલાક માટે ચલાવે છે.
આજે માત્ર પાંચ કલાકમાં રોનક નોકરીના પગાર કરતાં વધુ કમાઈ લે છે અને બાકીના સમયમાં પરિવારની જવાબદારી પણ નિભાવે છે.