મૂળ અમરેલી પરંતુ અમદાવાદમાં રહીને ભણતો જય કાથરોટીયા છેલ્લાં ઘણાં વર્ષોથી અનોખી જ સ્ટાઈલમાં પોતાનો જન્મદિવસ ઉજવે છે.
સામાન્ય રીતે આ ઉંમરમાં યુવાનો મિત્રો સાથે મસ્તી અને પાર્ટી કરતા હોય છે, પરંતુ જય જરા હટકે છે.
તે દર વર્ષે ઝૂંપડપટ્ટીનાં બાળકોને નજીકની કોઈ સારી જગ્યાએ પિકનિક પર લઈ જાય છે. તેમની સાથે કેક કાપી પાર્ટી કરે છે.
આ બાળકો માટે તે થિએટરનો આખો હૉલ પણ બૂક કરે છે અને તેમને થિયેટરમાં મૂવી જોવાનો આનંદ આપે છે.
જેમના માટે બે સમયનું ભોજન પણ વૈભવ છે તેવાં બાળકોને જય પિઝા અને આઈસ્ક્રિમ ખવડાવી તેમનો આખો દિવસ આનંદ વિભોર બનાવી છે.