શહેરમાં લેપટોપની આસપાસ ફરતી જીંદગી છોડી પહાડો ઉપર નાખ્યો ડેરો, શરૂ કરી દેવભૂમિ નર્સરી

શહેરમાં લેપટોપની આસપાસ ફરતી જીંદગી છોડી પહાડો ઉપર નાખ્યો ડેરો, શરૂ કરી દેવભૂમિ નર્સરી

સચિન કોઠારી કોર્પોરેટ જોબ છોડીને દહેરાદૂન જઈ શરૂ કરી દેવભૂમિ નર્સરી, આજે ફૂલો અને શાકભાજીનાં 20થી વધારે જાતનાં છોડ વેચે છે

પોતાનું ગામ છોડીને શહેરોમાં વસવાટ કરનારા અસંખ્ય લોકો તમને જોવા મળી જશે. પરંતુ મહાનગરના ચમકદાર જીવન અને સારી નોકરીને અલવિદા કહીને પોતાના ઘરે પાછા ફરનારા ઓછા લોકો હોય છે. હકીકતમાં, તેઓને ગામડામાં જે શાંતિ અને વાતાવરણ મળે છે, તે પછી તણાવપૂર્ણ શહેરી જીવન ગમતું નથી. દેહરાદૂનમાં જન્મેલા સચિન કોઠારીએ પણ આવું જ કંઈક કર્યું.

તે ઘણા વર્ષોથી કોર્પોરેટ જોબ કરીને સપનાનું જીવન જીવી રહ્યા હતા. જ્યાં પૈસા પણ હતા અને માન પણ. જો કંઈ ન હતું તો માનસિક શાંતિ ન હતી, જેને મેળવવા માટે તે બધું છોડી દેહરાદૂન પરત ફર્યા અને અહીં આવીને નર્સરી શરૂ કરી.

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા તેઓ કહે છે, “મેં 2008 થી 2011 દરમિયાન દિલ્હીમાં કોર્પોરેટ સેક્ટરમાં કામ કર્યું અને આ સમયગાળા દરમિયાન ચાર કંપનીઓ બદલાઈ. દરેક વખતે સારી કંપની અને પહેલા કરતા સારો પગાર. પછી મને સમજાયું કે મારા વ્યસ્ત, તણાવપૂર્ણ વ્યવસાયિક જીવનમાં, હું ગમે તેટલી કંપનીઓ બદલું તો પણ ક્યારેય કોઈ બદલાવ થયો નથી અને કદાચ થશે પણ નહીં.”

Plant Nursery શરૂ કરવાની પ્રેરણા ક્યાંથી મળી?

33 વર્ષીય સચિન મેનેજમેન્ટ પ્રોફેશનલ હતો. તેમનું કહેવું છે કે કંપનીઓ બદલાતી રહી, પરંતુ કામ કરવાની રીત એ જ રહી. તે જણાવે છે, “વ્યસ્ત દિનચર્યાઓ, કામના કંટાળાજનક કલાકો, વિકેન્ડની મીટિંગો અને અસ્તવ્યસ્ત બેઠાડુ જીવનશૈલી. મારા દિવસના મોટા ભાગના કલાકો લેપટોપ તરફ જોવામાં પસાર થતા હતા. ક્યારેય ન સમાપ્ત થતા ધ્યેયની પાછળ દોડવું મારા સ્વાસ્થ્ય પર અસર કરી રહ્યું હતું.”

સચિનને જલ્દી જ સમજાયું કે તે કોર્પોરેટ લાઈફ માટે નથી બન્યો. તેણે કહ્યું, “મેં વિકલ્પો શોધવાનું શરૂ કર્યું. મારા એક સંબંધીથી હું ઘણો પ્રભાવિત હતો. દેહરાદૂનમાં તેની plant nursery છે. મેં મારો મોટાભાગનો ખાલી સમય તેમની સાથે છોડની નર્સરીમાં વિતાવ્યો અને મને વ્યવસાય તરીકે આ કામ પસંદ આવ્યુ.” આજે આ બિઝનેસના કારણે સચિન લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે. અહીં ન તો ટાર્ગેટ પૂરો કરવાની સ્પર્ધા છે કે ન તો તણાવપૂર્ણ જીવન.

આજે તે પોતાની પસંદગીનું કામ કરીને ખૂબ જ ખુશ છે. પરંતુ શું સચિન માટે નોકરી છોડીને plant nursery શરૂ કરવી સહેલી હતી? કદાચ નહિ.

plant nursery શરૂ કરવાના તેમના પ્રથમ પ્રયાસમાં તેઓ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. જો કે, ઘણા સંશોધન પછી જ તેણે પ્લાન્ટ નર્સરીની યોજના પર કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ કંઈક એવું હતું જેના કારણે તેને નિરાશ થવું પડ્યું. સચિન કહે છે, “મેં શરૂ કર્યું તે પહેલાં, મેં આ વિસ્તાર વિશે ઘણી માહિતી એકઠી કરી હતી. પછી મેં મારી સાથે કામ કરવા માટે એક મિત્રને રાખ્યો. તેની પાસે જમીન હતી, અમે બંનેએ અમારા બિઝનેસમાં રૂ.6 લાખનું રોકાણ કરવાનું નક્કી કર્યું.”

Nursery Business

આ પણ વાંચો: પાટણની મહિલાએ પ્રાઈવેટ નોકરી છોડી શરુ કર્યું મધમાખી ઉછેર કેન્દ્ર,કમાણી કરે છે લાખોમાં

દોસ્તે સાથ છોડી દીધો

તે યાદ કરતા જણાવે છે, “મારી પાસે 1.5 લાખ રૂપિયા હતા. મારા પિતા પાસેથી એટલી જ રકમ ઉછીની લીધી અને મારા મિત્રને 3 લાખ રૂપિયા આપ્યા અને આ રીતે અમે ‘દેવભૂમિ નર્સરી’ શરૂ કરી. વર્ષ 2012માં, મેં મારી નોકરી છોડી દીધી અને મારો સંપૂર્ણ સમય નર્સરીમાં આપવાનું શરૂ કર્યું. તેની પાસે ન તો અનુભવ હતો કે ન તો કોઈનું યોગ્ય માર્ગદર્શન અને સમર્થન. તેઓ બંને તેમના પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ ગયા હતા.

તેમના છોડ મરી રહ્યા હતા. તેઓ છોડ માટે જરૂરી માટી, કોકોપીટ અને ખાતરના મિશ્રણને ઓળખવામાં અસમર્થ હતા. ધંધો તેના હાથમાંથી જઈ રહ્યો હતો. આ જોઈને તેના મિત્રએ હાથ ઉંચા કરીને તેની બાજુ છોડી દીધી. હવે સચિને બધું એકલા હાથે સંભાળવાનું હતું. પરિસ્થિતિ જોઈને તેના માતા-પિતાએ પણ તેને ફરીથી નોકરી શોધવા અને કોર્પોરેટ જીવનમાં પાછા ફરવાનું કહેવાનું શરૂ કર્યું.

સચિને જણાવ્યુ, “હું મારું સપનું છોડવા તૈયાર નહોતો. મેં મારા સંબંધીઓ અને નિષ્ણાતોની સલાહ લીધી. તેના સિવાય, ઈન્ટરનેટ દ્વારા, છોડ વિશે જાણવા, તેને ઉગાડવા માટે યોગ્ય વાતાવરણ અને ફળદ્રુપ જમીનના મિશ્રણ વિશે શીખ્યા. મારી પાસે તેના સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો.”

100% નફાકારક બિઝનેસ મોડલ

સચિને પછીના ત્રણ વર્ષ તેની plant nurseryને ફરીથી શરૂ કરવામાં અને તેને ઉછેરવામાં ગાળ્યા. તેણે કહ્યું, “મેં કામ કરતી વખતે ઘણું શીખ્યું. મેં બીજમાંથી રોપા બનાવવાનું શરૂ કર્યું અને પછી તેને કુંડામાં રોપવાનું શરૂ કર્યું. છોડમાં જંતુઓ ના લાગે તે માટે મે પેસ્ટિસાઈડ્સ પર ભરોસો કર્યો. મેં વર્ષ 2015માં શહેરથી 15 કિમી દૂર સરખેતમાં ભાડે જમીન લીધી હતી. થોડા સમય પછી તેણે પોતાની પાસે 1500 ચોરસ ફૂટ જગ્યા પણ ખરીદી. હવે હું મારી એક નવી ટીમ બનાવી શકતો હતો અને મદદનીશોને કામ ઉપર રાખી શકતો હતો.”

આજે, તેઓ ગલગોટા, પેટુનીયા, ઓસ્ટીયોસ્પર્મમ અને પેન્સી જેવા ફૂલોની 20 થી વધુ જાતો તેમજ બ્રોકોલી, ટામેટા, બોક ચોય, રીંગણ અને ફુલાવર જેવા શાકભાજીના રોપાઓ વેચે છે, જેનાથી તેમને વાર્ષિક રૂ.30 લાખની કમાણી થાય છે. તેમનું કહેવું છે કે સહારનપુર, ગાઝિયાબાદ, ચંદીગઢ, દિલ્હી, જાલંધર, લુધિયાણા અને અમૃતસર જેવા પડોશી શહેરોમાં છોડની ખૂબ માંગ છે.

પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ, જંતુઓ અને છોડના ઉપદ્રવના પડકારો હોવા છતાં, તેઓ તેમના વ્યવસાયને 100% નફાનું મોડેલ બનાવવામાં સફળ રહ્યા છે.

Uttarakhand Nursery

આ પણ વાંચો: સુરતની આ હોસ્પિટલમાં થાય છે દરેક જૂતાની સારવાર, મળો જૂતાના આ અનોખા ડૉક્ટરને

“હું દરરોજ મારી જાતનો આભાર માનું છું”

સચિને કહ્યું, “શરૂઆતમાં ફૂગ, ઈન્ફેક્શન અને અન્ય બીમારીઓને કારણે પ્લાન્ટ ફેલ થવાનો દર ઘણો વધારે હતો. આવું હજુ પણ થઈ રહ્યું છે. પરંતુ આજે હું મારા છોડને આ બધાથી બચાવું છું. ગ્રાહકો તંદુરસ્ત છોડ ખરીદવા માંગે છે અને દરેક છોડની સારી દેખરેખ અને સાવચેતીપૂર્વક કાળજી માત્ર અપેક્ષિત પરિણામો જ નથી આપતા પરંતુ તેમની વૃદ્ધિમાં પણ મદદ કરે છે.”

તેમના કહેવા પ્રમાણે, શરૂઆતમાં તેમને પૈસા ફરી એકત્ર કરવામાં અને નર્સરી માટે લોન લેવામાં પણ પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આજે તેમની સફળતા જોઈને એમ કહી શકાય કે નોકરી છોડીને નવેસરથી શરૂઆત કરવાનો તેમનો નિર્ણય સાચો હતો. આજે એ તણાવપૂર્ણ જીવનને પાછળ છોડીને તે કુદરતની વચ્ચે રહીને પોતાની પસંદગીનું કામ કરી રહ્યા છે અને નિરાંતનું જીવન જીવી રહ્યા છે.

તેઓ કહે છે, “આજે મેં મારી બધી લોન ચૂકવી દીધી છે. મારી પાસે જમીન અને કાર બંને છે અને આ માટે મારે દરરોજ ઓફિસ જવાની અને કલાકો સુધી તણાવમાં કામ કરવાની જરૂર નથી. દર મહિને લાખોની કમાણી કરીને હું સ્વચ્છ વાતાવરણમાં વૈભવી જીવન જીવી રહ્યો છું.”સચિન ઉમેરે છે, “મને ખુશી છે કે મારું જીવન લેપટોપની આસપાસ નથી ફરતું. મને કોઈ અફસોસ નથી અને મેં લીધેલા નિર્ણય માટે દરરોજ મારી જાતનો આભાર માનું છું.”

મૂળ લેખ: હિમાંશુ નિત્નાવરે

સંપાદન: કિશન દવે

આ પણ વાંચો: સુરતના આ ભાઈની Chai Bike ની પહેલ છે એકદમ અનોખી, પીરસે છે ચા સાથે અલગ અલગ નાસ્તાઓ પણ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X