Powered by

Home જાણવા જેવું પાસપોર્ટ ખોવાઈ જાય તો જલ્દીથી બનાવડાવી શકો છો નવો પાસપોર્ટ, જાણો કેવી રીતે!

પાસપોર્ટ ખોવાઈ જાય તો જલ્દીથી બનાવડાવી શકો છો નવો પાસપોર્ટ, જાણો કેવી રીતે!

જરૂરી દસ્તાવેજ ખોવાઈ જાય તો ગભરાશો નહી, થોડી સમજદારીથી આ રીતે સ્થિતિને સંભાળી શકો છો.

By Nisha Jansari
New Update
passport

passport

જ્યારે પણ વાત સરકારી પ્રક્રિયાઓની આવે છે, ત્યારે ઘણા લોકો અસમંજસમાં પડી જાય છે કે શું કરવું, કઈ કચેરીમાં જવું અથવા કયા દસ્તાવેજોની જરૂર પડશે. આવી સ્થિતિમાં, જો પાસપોર્ટ જેવી મહત્વપૂર્ણ વસ્તુ ખોવાઈ જાય છે, તો એક ક્ષણ માટે પગ નીચેથી જમીન સરકી જાય છે.

તો મહત્વનું છે કે આપણે આપણી વસ્તુઓ પ્રત્યે સાવચેત રહેવું જોઈએ, પરંતુ જો કોઈ દુર્ઘટના થાય છે, તો આપણે શું કરવું તે પણ જાણવું જોઈએ. આજે બેટર ઇન્ડિયા તમને જણાવી રહ્યું છે કે જો તમે ક્યારેક તમારો પાસપોર્ટ ખોવાઈ જાય, તો તમે શું કરી શકો છો!

સ્ટેપ 1: એફઆઇઆર નોંધાવો

પાસપોર્ટ ખોવાઈ જવાના મામલામાં સૌ પ્રથમ નજીકના પોલીસ સ્ટેશનમાં જઇને એફઆઈઆર નોંધાવો. આ પ્રક્રિયા માટે, તમારે તમારા સરનામાંના પ્રમાણપત્ર અને પાસપોર્ટની ફોટોકોપી લેવી જોઈએ.

જો તમારી પાસે પાસપોર્ટની ફોટોકોપી નથી, તો સૌ પ્રથમ તમારી નજીકની રીજનલ પાસપોર્ટ ઓફિસ (RPO)માં એક અપોઈન્ટમેંટ લો અને ત્યાંથી પાસપોર્ટની એક નકલ મેળવો. આ પછી, પોલીસ સ્ટેશન જઇને જાણ કરો. આ પ્રક્રિયામાં તમારે આધાર કાર્ડ અથવા જન્મ પ્રમાણપત્રની જરૂર પડશે.

સ્ટેપ 2: ઓનલાઈન એપ્લિકેશન

રિપોર્ટ ફાઇલ કર્યા બાદ, તમે ઓફિશિયલ સેવા વેબસાઈટ પર નવા પાસપોર્ટ માટે ફરીથી અરજી કરી શકો છો. રજીસ્ટર કર્યા બાદ લોગઈન કરો. જો તમારે બહુ જલ્દીથી પાસપોર્ટ જોઈએ છે તો ‘તત્કાલ’ પર ક્લિક કરો. તેનાંથી તમને વધુમાં વધુ 15 દિવસમાં પાસપોર્ટ મળી જશે. તમે ‘Re-issue of Passport’ લિંક પર ક્લિક કરો અને પાસપોર્ટ ફોર્મ ભરીને સબમિટ કરો.

Passport making

સ્ટેપ 3: પેમેન્ટ એન્ડ અપોઈન્ટમેન્ટ શેડ્યૂલ

ફોર્મ સબમિટ કર્યા પછી, તમને સ્ક્રીન પર ‘View Saved/Submitted Applications’ નો વિકલ્પ દેખાશે. તેને ખોલો અને પછી તમારે તેમાં આપેલી ‘Pay and Schedule Appointment’ લિંકને ક્લિક કરવી પડશે. તમારો પાસપોર્ટ ખોવાઈ ગયો છે, તેથી તમારે પ્રોસેસિંગ ફી ઉપરાંત બીજા 1500 રૂપિયા ચૂકવવા પડશે.

તે બાદ, તમે જે જગ્યાએ છો, ત્યાંથી સૌથી નજીકનાં પાસપોર્ટ સેવા કેન્દ્રને(PSK) પસંદ કરો અને પોતાના સમયનાં હિસાબથી અપોઇન્ટમેન્ટની તારીખ અને સમય પસંદ કરો.

આ પછી તમારી અરજીની રસીદની પ્રિન્ટ આઉટ લો, જેના પર તમારી અરજી રેફરન્સ નંબર/અપોઇન્ટમેન્ટ નંબર લખવામાં આવશે. એપ્લિકેશન સબમિટ કર્યા પછી, તમને કંફર્મેશન મેસેજ પણ મળશે, તેમાં તમારો એપોઇન્ટમેન્ટ નંબર પણ હશે.

સ્ટેપ 4: જરૂરી કાગળો/દસ્તાવેજોનું લિસ્ટ બનાવો અને તેને તૈયાર રાખો

તમારી અપોઈન્ટમેન્ટનાં દિવસે, સમયસર પાસપોર્ટ સેવા કેન્દ્ર પર પહોંચો અને બધા જરૂરી દસ્તાવેજો (ઓરિજીનલ કોપી)લઈને જાવ. વિવિધ પ્રકારની એપ્લિકેશન માટે વિવિધ દસ્તાવેજો રાખવા પડશે. તમે અહીં મહત્વપૂર્ણ દસ્તાવેજોનું લિસ્ટ જોઈ શકો છો!

“પાસપોર્ટ ગુમાવવો એ કોઈપણ માટે મુશ્કેલીભર્યુ હોઈ શકે છે. પરંતુ જો તમારી પાસે બધા જરૂરી દસ્તાવેજો છે તો પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તમારા ખોવાયેલા પાસપોર્ટની નકલ અને FIRની કોપી, બંને ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજો છે. એપોઇન્ટમેન્ટના દિવસે, સર્વિસ સેન્ટર પર આવતાં પહેલાં, એક વાર તપાસો કે તમે બધા દસ્તાવેજો સાથે લીધા છે કે નહીં.”- એન્જલ (બેંગ્લોરનો પાસપોર્ટ કંસલ્ટન્ટ)

પાસપોર્ટ જેવા બધા મહત્વપૂર્ણ દસ્તાવેજો હંમેશાં ખૂબ કાળજીપૂર્વક રાખો અને દુર્ઘટના થઈ પણ જાય તો ગભરાશો નહીં.

અગત્યની સલાહ: હંમેશાં તમારા બધા મહત્વપૂર્ણ સરકારી કાગળો / દસ્તાવેજોની ફોટોકોપી કરાવીને રાખો!

મૂળ લેખ: અંગારિકા ગોગોઈ

આ પણ વાંચો:નવું ગેસ કનેક્શન લેવું છે પરંતુ ખબર નથી આખી કેવી રીતે? અહીં જુઓ આખી પ્રક્રિયા

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.