લૉકડાઉનમાં રોજી ગુમાવી રહેલ મજૂરોની વેદના જોઈ માત્ર 15 વર્ષના છોકરાએ શરૂ કર્યો એલઈડી બલ્બ બિઝનેસ. સારી કમાણીની સાથે 4 લોકોને રોજી પણ આપે છે.
કોરોના રોગચાળા દરમિયાન આપણે જોયું કે લોકોનું જીવન કેટલું મુશ્કેલ છે. હજારો મજૂરો તેમના ઘરોથી દૂર ફસાયેલા હતા અને તેમની પાસે આવકનો કોઈ સ્ત્રોત નહોતો. જેના કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તે સમયમાં એક 15 વર્ષના છોકરાએ સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને લોકોને મદદ કરવાનું નક્કી કર્યું. ઉત્તર પ્રદેશના ગોરખપુરના રહેવાસી અમર પ્રજાપતિની આ એક પ્રેરણાદાયી વાર્તા છે. અમર હાલમાં સ્થાનિક ખાનગી શાળામાં નવમા ધોરણમાં અભ્યાસ કરે છે અને ગયા વર્ષે લોકોને મદદ કરવા માટે ‘જીવન પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ’ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું, જે હેઠળ તે LED બલ્બ બનાવવાનો બિઝનેસ (LED Bulb Business)કરે છે.
બેરોજગાર મજૂરો બન્યા પ્રેરણા
અમરે ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “ગયા વર્ષે કોરોના રોગચાળાના ખતરાને ધ્યાનમાં રાખીને માર્ચમાં અચાનક લોકડાઉન લાદવામાં આવ્યું હતું. જેના કારણે હજારો લોકો તેમના ઘરોથી દૂર ફસાયા હતા. સૌથી વધારે મુશ્કેલી મજૂરોને હતી, કારણ કે તેમની પાસે આવકનો કોઈ સ્ત્રોત નહોતો. તેથી અમે લોકોને મદદ કરવા માટે કંઈક શરૂ કરવાનું નક્કી કર્યું.”
તે આગળ જણાવે છે, “મને ઈલેક્ટ્રોનિક્સનો ખૂબ જ શોખ છે. તેથી હું આનાથી સંબંધિત કંઈક શરૂ કરવા માંગતો હતો. મેં જોયું કે અત્યારે LED બલ્બ સંબંધિત કંપનીઓ ખૂબ સારું કામ કરી રહી છે. એટલા માટે હું પણ LED Bulb Business કરવા માંગતો હતો.”
પિતાએ પૂરો સાથ આપ્યો
અમર જણાવે છે કે આ બિઝનેસ (LED Bulb Business) શરૂ કરવા માટે તેના પિતા રમેશ પ્રજાપતિએ તેને ઘણી પ્રેરણા આપી હતી. તેના પિતા ગોરખપુર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (GIDA)માં કેશિયર છે.
રમેશ પ્રજાપતિએ તેમના પુત્રને LED Bulb બનાવવાની તાલીમ આપી હતી. આ માટે તેમણે અમરને પોતાના એક મિત્રના ઘરે મોકલ્યો, જ્યાં તેણે પાંચ દિવસની ટ્રેનિંગ લીધી. ત્યારબાદ તેમની મદદથી દિલ્હીથી કાચો માલ મંગાવ્યો અને સપ્ટેમ્બર 2020માં પોતાની કંપની શરૂ કરી.
અમર જણાવે છે, “મેં મારો LED Bulb Business માત્ર બે લાખ રૂપિયાથી શરૂ કર્યો હતો. હું હાલમાં 15 થી વધુ પ્રકારના બલ્બ બનાવું છું, જે બજાર કરતા સસ્તા મળવા ઉપરાંત ઓછી ઉર્જા પણ વાપરે છે. તેનાથી વીજળીની બચત થાય છે અને આખરે પર્યાવરણને ફાયદો થાય છે.”
અમરે આ LED Bulb Business પોતાના ઘરેથી શરૂ કર્યો હતો. પરંતુ જેમ જેમ કાર્યક્ષેત્ર વિસ્તરવા લાગ્યું, તેણે આ માટે ઘરની નજીક એક રૂમ ભાડે લીધો હતો.
બલ્બની વિશેષતાઓ
તેમના સ્ટાર્ટઅપ હેઠળ, અમર સાત વોટથી માંડીને 20 વોટની ટ્યુબ લાઇટ સુધીના બલ્બનું ઉત્પાદન કરે છે. તે જણાવે છે, “હું મારા 7W અને 9Wનાં બલ્બ પર એક વર્ષની વોરંટી આપું છું. આજે માર્કેટમાં તેના પર માત્ર 6 મહિનાની વોરંટી ઉપલબ્ધ છે. સાથે જ અમે 9 વોટનો એવો બલ્બ બનાવ્યો છે, જે વીજળીની સાથે બેટરીથી પણ ચાલે છે. આ બલ્બની બેટરી લાઈફ ચાર કલાકની છે.”
તે આગળ જણાવે છે, “આજે ગામડાઓમાં વીજળીની સમસ્યા સામાન્ય છે. આને ધ્યાનમાં રાખીને અમે એવો બલ્બ બનાવ્યો છે, જેમાં સોલાર પેનલ લાગેલી છે અને તેને તડકામાં રાખીને વીજળી ન હોય ત્યારે પણ ચાર્જ કરી શકાય છે.”
અમર કહે છે કે આ બલ્બનો આકાર ફાનસ જેવો છે. આ સૌર ફાનસ એક થી છ બીટ છે. તેની બેટરી લાઇફ જ્યાં એક બીટ પર 12 કલાક છે. તો, છ બીટ પર તે ઓછામાં ઓછા ત્રણ કલાક માટે સરળતાથી ચલાવી શકાય છે.
અમર આ સોલાર ફાનસ પર છ મહિનાની વોરંટી આપે છે અને તેની જથ્થાબંધ કિંમત રૂ.210 છે. તો, બજારમાં તેની કિંમત 230 રૂપિયા છે.
તેણે એક ડેકોરેટીંગ લાઈટ પણ બનાવી છે જે સંપૂર્ણપણે વોટર પ્રુફ અને શોક પ્રુફ છે. એટલે કે, તમે તેને પાણીમાં પણ ચલાવી શકો છો અને તેમાં ઇલેક્ટ્રિક શોકનો કોઈ ડર નથી.
તે જણાવે છે, “આ બલ્બ ડીસી કરંટ પર ચલાવી શકાય છે. આ 20 મીટર ઝાલરમાં લેડ કોટેડ બલ્બનો ઉપયોગ કરાય છે અને વધારાની સુરક્ષા માટે અમે તેના પર બીજું રબર કોટિંગ ચડાવીએ છીએ. તેમાં જો પાણી જતુ રહે તો પણ કોઈ સમસ્યા નથી. અમે આ સ્કર્ટિંગ પર સંપૂર્ણ એક વર્ષની ગેરંટી આપીએ છીએ. આ દરમિયાન, જો તે ખરાબ થઈ જાય, તો તમે તેને અમને પરત કરી શકો છો.”
આ બધા સિવાય અમરે એક એવો વાઈ-ફાઈ બલ્બ બનાવ્યો છે, જેમાં સ્પીકર અને સેન્સર લાગેલું છે. આ બલ્બ પાંચથી છ પ્રકારની લાઇટો સાથે આવે છે, જેને તમે તમારા બ્લૂટૂથથી કનેક્ટ કરીને ગીતોની ધૂન વગાડી શકો છો. આ સિવાય તેણે 15 અને 20 વોટના બલ્બ અને ટ્યુબ લાઇટ પણ બનાવી છે. તે ટૂંક સમયમાં એક ટેબલ લેમ્પ બનાવવા જઈ રહ્યો છે, જેમાં ઓછામાં ઓછા 12 કલાકનો બેટરી બેકઅપ હશે.
તે જણાવે છે, “તેઓ બલ્બ બનાવવા માટે સ્ટ્રીપ લેડ બલ્બનો ઉપયોગ કરે છે, જે વધુ પ્રકાશ આપવા ઉપરાંત ઓછી વીજળી પણ વાપરે છે. અમે ડિઝાઇનને એવી રીતે બનાવવાનો પ્રયાસ કરીએ છીએ કે એક જગ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, પ્રકાશ શક્ય તેટલો ફેલાયેલો હોય અને આંખોને વાગે પણ નહી.
આ પણ વાંચો: ખેડૂતના પુત્રની શોધ: યાત્રામાં ક્યાંય પણ, ક્યારેય પણ, બેસવા માટે ‘બેગ કમ ચેર’
કેવી રીતે કરે છે LED Bulb Business
અમર કહે છે, “હાલમાં મારી ટીમમાં ચાર લોકો કામ કરે છે. જેમાં એક મેનેજર, બે કારીગરો અને એક માર્કેટિંગ સંભાળી રહ્યા છે. અમે અમારા બનાવેલા LED Bulb સ્થાનિક દુકાનદારોને વેચીએ છીએ. અમે પહેલા દુકાનદારો પાસેથી માત્ર 70 ટકા પૈસા લઈએ છીએ અને બાકીના બલ્બ વેચ્યા પછી લઈએ છીએ.”
તે જણાવે છે, “અમે અમારા નફાનું માર્જિન ખૂબ જ ઓછું રાખ્યું છે. જેના કારણે અમે ઝડપથી બજાર પર કબજો જમાવી લીધો. ઉદાહરણ તરીકે, બજારમાં 9 વોટના AC-DC બલ્બ 300-350 રૂપિયામાં મળે છે, પરંતુ તમને અમારો બલ્બ 270-275 રૂપિયામાં મળશે.”
તે આગળ જણાવે છે, “અમે અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ બલ્બ બનાવ્યા છે અને અમારું બજાર ગોરખપુરથી આગળ લખનૌ, મઉ, આઝમગઢ, બસ્તી અને ગોંડા સુધી પહોંચી ચુક્યુ છે.”
તેનું જણાવે છે કે LED Bulb Businessની તેણે માત્ર 2 લાખ રૂપિયાથી શરૂઆત કરી હતી, તેણે અત્યાર સુધીમાં 20 લાખ રૂપિયા ખર્ચ્યા છે. નફા અંગે અમર કહે છે, “અત્યાર સુધી અમે 15 લાખ રૂપિયાનો નફો કર્યો છે. અમે ભવિષ્યમાં વધુ સારું કરીશું, મને ખાતરી છે.”
તો, અમર સાથે કામ કરનાર સુનીલ કુમાર રાવત કહે છે, “હું પહેલા ઇવેન્ટ મેનેજમેન્ટ સેક્ટરમાં કામ કરતો હતો. પરંતુ ગયા વર્ષે જ્યારે કોરોના મહામારીએ દસ્તક આપી ત્યારે મેં મારી નોકરી ગુમાવી દીધી. જેના કારણે મને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. મેં આ વર્ષે અમર સાથે કામ કરવાનું શરૂ કર્યું, જેથી મને મારા પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ મળી છે.”
LED Bulb Businessમાં પડકારો
અમર કહે છે કે તેણે પોતાનું પ્રોફિટ માર્જિન ઓછું રાખ્યું છે અને બલ્બ વેચ્યા પછી તે દુકાનદારો પાસેથી 30 ટકા પૈસા લે છે. તેમનું કહેવું છે કે કેટલીકવાર દુકાનદારોને બલ્બ વેચવામાં ઘણો સમય લાગે છે. આ કારણે, તેમને LED Bulb Business ચલાવવામાં કેટલીકવાર નાણાકીય પડકારોનો સામનો કરવો પડે છે. પરંતુ તેઓ આ LED Bulb Business કોઈપણ રીતે બંધ થવા દેશે નહીં.
આ પણ વાંચો: ‘ઝટ-પટ કામ, માંને આરામ’,14 વર્ષની નવશ્રીએ બનાવ્યુ રસોડાનાં આઠ કામ કરતું મશીન
આગળનો માર્ગ
અમર આ LED Bulb Businessને તેની કારકિર્દી બનાવવા માંગે છે. આ અંગે તેના પિતા રમેશ પ્રજાપતિ કહે છે, “અમર હંમેશાથી ઈલેક્ટ્રોનિક્સમાં રસ ધરાવે છે. ઉપરાંત, તે હંમેશા લોકોને મદદ કરવા માંગે છે. કોરોના રોગચાળા દરમિયાન, તેમને લોકો માટે કંઈક કરવાની તક મળી અને અમે અમારા પુત્રને પુરો સાથ આપ્યો.”
તે આગળ જણાવે છે, “જ્યારે આ બિઝનેસ શરૂ થયો ત્યારે ઘણા લોકો અમારી પર હસતા હતા. પણ આજે તેઓ જ અમારા વખાણ કરે છે. આનો શ્રેય અમરને જ જાય છે. કારણ કે તેણે પોતાની મહેનતથી લોકોની સામે એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે.”
44 વર્ષીય રમેશ પ્રજાપતિનું કહેવું છે કે હાલમાં LED Bulb કંપનીના ડાયરેક્ટર અમરની માતા છે. પરંતુ અમર 18 વર્ષનો થશે કે તરત જ કંપનીની સંપૂર્ણ જવાબદારી તેના ખભા પર આવી જશે. અમર હાલમાં આ LED Bulb Business પ્રોત્સાહન આપવા માટે સેન્સર બલ્બ (Sensor Bulb)પર ઊંડાણપૂર્વક સંશોધન કરી રહ્યો છે અને ટૂંક સમયમાં ઉત્પાદનોને ઑનલાઇન વેચવા માટે એક વેબસાઇટ શરૂ કરવામાં આવશે.
તે અંતમાં કહે છે, “ઘણીવાર એવું જોવા મળે છે કે માતા-પિતા તેમના સપના તેમના બાળકો પર લાદી દે છે. પરંતુ તેનાથી બાળકો પર ઘણું દબાણ આવે છે અને તેની તેમના પર ખૂબ જ ખરાબ અસર પડે છે. તેથી, દરેક માતા-પિતાએ તેમના બાળકની રુચિ સમજવી જોઈએ અને તેમને આગળ વધવાની તક આપવી જોઈએ.”
જો તમે જીવન પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડનો સંપર્ક કરવા માંગતા હોવ તો 8081446678 પર કૉલ કરી શકો છો.
મૂળ લેખ: કુમાર દેવાંશુ દેવ
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: આદિવાસીઓને રોજગાર મળે તે માટે સામાજિક કાર્યકર્તાએ વાંસની સાયકલની શોધ કરી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167