Powered by

Home જાણવા જેવું કલમખુશ: 80 વર્ષોથી કપડાંની કતરણમાંથી બનાવે છે હેંડમેડ પેપર, ગાંધીજીનો હતો વિચાર

કલમખુશ: 80 વર્ષોથી કપડાંની કતરણમાંથી બનાવે છે હેંડમેડ પેપર, ગાંધીજીનો હતો વિચાર

ગાંધીજી હંમેશા સ્વદેશી અને ઈકો-ફ્રેંડલી વસ્તુઓના વપરાશ પર ભાર આપતા હતા. તેમણે આ વિચાર સાથે, અમદાવાદ ગાંધી આશ્રમમાં ચરખાથી સૂતરાઉ અને હેંડમેડ પેપર બનાવવા જેવા કામની શરૂઆત કરી હતી. આગળ ચાલીને આ હેંડમેડ પેપર ઉદ્યોગ કલમખુશ બન્યુ અને આજ સુધી ચાલી રહ્યું છે.

By Ankita Trada
New Update
Kalamkhush

Kalamkhush

છેલ્લા કેટલાક વર્ષોથી લોકોની વચ્ચે ઈકો-ફ્રેંડલી અને સસ્ટેનેબલ વસ્તુઓના ઉપયોગ અને તેથી સાથે જોડાયેલ ઉત્પાદન અપનાવવા પ્રત્યે જાગૃતતા આવી છે. લોકો આવા ઉત્પાદન બનાવવા અને તેનો વપરાશ કરવા માગે છે, જે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ જેટલું બની શકે, વેસ્ટને બેસ્ટમાં બદલવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ કંઈક આ પ્રકારના વિચાર ધરાવતા હતા. તેઓ જ્યાં પણ રહ્યા ત્યાં લોકોને પર્યાવરણની અનુકુળ જીવન જીવવા માટે પ્રેરિત કરતા રહ્યા હતા. તેમની ખાદી પ્રત્યેની લાગણીથી તો આપણે બધા પરિચિત છીએ, પરંતુ શું તમે જાણો છો, વર્ષો પહેલા તેમણે કોટન વેસ્ટ મટિરિયલ્સથી હેંડમેડ પેપર બનાવવાની શરૂઆત કરી હતી? તેઓ 1917 થી 1930 સુધી સાબરમતી આશ્રમમાં રહેતા હતા. ત્યાં તેઓ પોતાના કેટલાક સાથીઓ અને પત્ની કસ્તુરબા ગાંધીની સાથે મળીને ખેતી, પશુપાલન, ચરખાથી સૂતરાઉ બનાવવા જેવા કામ કરતા રહેતા હતા. આ દરમિયાન તેમણે વેસ્ટ કોટનથી પેપર બનાવવાનો વિચાર આવ્યો હતો. તે દિવસોમાં દેશમાં પેપર બીજા દેશમાંથી મંગાવવામાં આવતું હતું.

વર્ષ 1920 માં સ્વદેશી આંદોલન લગભગ આખા દેશમાં ચલાવવામાં આવી રહ્યું હતું. તેવામાં દેશભરમાં, ખાદી ગ્રામ ઉદ્યોગની શરૂઆત કરવામાં આવી. તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત ખાદી ગ્રામ અધ્યક્ષ હતા. કોટન વેસ્ટથી પેપર બનાવવાના કામની પણ શરૂઆત કરવામાં આવી. અત્યારના ગુજરાત ખાદી ગ્રામ ઉદ્યોગના સંચાલક કલ્યાણ સિંહ રાઠોડે ધ બેટર ઈંડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, કલમખુશ ગુજરાતનું એકમાત્ર એવુ ઉત્પાદ કેન્દ્ર છે. જ્યાં વેસ્ટ કોટનમાંથી હેંડમેડ પેપર બનાવવાનું કામ કરવામાં આવે છે. જેની માગ દેશ-વિદેશ સુધી પથરાયેલી છે.

Gandhi Bapu

કેવી રીતે પડ્યુ નામ કલમખુશ?
કોટન વેસ્ટનો ઉપયોગ કરી આ પેપરને જાતે હાથ દ્વારા બનાવવામાં આવે છે. આ પેપર લગભગ 60 થી 70 વર્ષો સુધી ખરાબ પણ થતુ નથી. એક વખત ગુજરાતી અને હિંદીના જાણીતા લેખત 'કાકા કાલેલકર'ને પણ ગાંધીજીએ પોતાના આશ્રમમાં બનેલ પેપર ઉપહારમાં આપ્યુ હતું. ત્યારબાદ કાકા સાહેબે આ હેંડમેડ પેપર વિશે કહ્યુ હતું, "મારી કલમ આ સુંદર કાગળ પર લખી ખુશ થઈ ગઈ". ગાંધીજીએ તેમની આ વાત પરથી પ્રેરણા લઈને આ પેપરને નામ આપ્યું 'કલમખુશ'.

કલ્યાણ સિંહ જણાવે છે કે, વર્ષ 1956માં દેશમાં ખાદીને ગ્રામઉદ્યોગનો દરજ્જો આપવામાં આવ્યો અને તે માટે વિશેષ આયોગ પણ બનાવવામાં આવ્યું. કારણ કે, કલમખુશ પણ ખાદી ઉદ્યોગના અંતર્ગત આવે છે. તેથી તેનાથી હેંડમેડ પેપરના કામમાં પણ ગતિ આવી ગઈ. તેઓ કહે છે કે, હેંડમેડ હોવાના કારણે આ પેપર થોડા મોંઘા હોય છે. જે લોકો આ પેપરની વિશેષતા જાણે છે તેઓ જ આ પેપરને ખરીદે છે.

Kalamkhush

કેવી રીતે બને છે પેપર?
આ પેપરને બનાવવા માટે અલગ-અલગ જગ્યાઓ પરથી મળેલ કોટનના નાના-નાના કટકાને ફેક્ટરીમાં લાવવામાં આવે છે. ત્યારબાદ આ કટકાના એકદમ નાના-નાના ટુકડા બનાવવામાં આવે છે. બાદમાં એક પલ્પિંગ મશીનમાં કોટનના આ નાના ટુકડાઓને પાણીની સાથે મિક્સ કરી પલ્પ તૈયાર કરવામાં આવે છે. બાદમાં આ તૈયાર પલ્પને હાથથી એક લાકડાની ફ્રેમમાં રાખવામાં આવે છે અને અને એક કપડું લગાવવામાં આવે છે. ત્યારબાદ હાઈડ્રોલિક પ્રેસથી તેમાથી પાણી કાઢવામાં આવે છે. પાણી નીકળી ગયા બાદ કપડાને હટાવી કાગળને સૂકવવામાં આવે છે. સૂકાયા બાદ કાગળનું લેવલિંગ કરવામાં આવે છે.

Cotton Waste Cloth

કલમખુશમાં બનેલ આ હેંડમેડ કાગળથી ઘણી બીજી વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. જેમાં ફોલ્ડર, ફાઈલ્સ, ફોટો ફ્રેમ, આમંત્રણ અને વિઝિટિંગ કાર્ડની સાથે બીજી ઘણીબધી વસ્તુઓનો સમાવેશ થાય છે. હાલમાં અહીંયા માત્ર 20 થી 22 લોકો પેપર બનાવવાનું કામ કરી રહ્યા છે. કલ્યાણ સિંહ કહે છે કે, અહીંયા દરરોજ લગભગ 500 નંગ પેપર બનાવવામાં આવે છે.

વર્ષો સુધી ચાલે છે આ પેપર
તેમણે જણાવ્યું કે, ગુજરાતની ઘણી સરકારી અને ખાનગી સંસ્થાઓમાં કલમખુશના પેપરનો વપરાશ કરવામાં આવે છે. કારણ કે, આ પેપર લાંબા સમય સુધી ચાલે છે. તેથી લોકો જરૂરી ડૉક્યૂમેંટેશન માટે આ પેપરનો ઉપયોગ કરે છે. ગાંધીજીના પુસ્તક 'હિન્દ સ્વરાજ' ને અમદાવાદના નવજીવન ટ્રસ્ટે, હેંડમેડ પેપરમાં પ્રિંટ કરાવ્યું જેથી ગાંધીજીના વિચાર પુસ્તકના રુપમાં વર્ષો સુધી સુરક્ષિત રહી શકે.

Gujarat Khadi Gramodhyog Mandal

સાદા પેપરની સાથે અહીંયા ફૂલ, પાંદડા અને ઘાસ જેવી અલગ-અલગ પ્રાકૃતિક વસ્તુઓનો વપરાશ કરી સુગંધિત અને રંગીન પેપર પણ બનાવવામાં આવે છે. અમદાવાદથી શરૂ થયેલ આ હેંડમેંડ પેપર, આજે દેશના ઘણા શહેરોમાં ખાદી ગ્રામ ઉદ્યોગની અંતર્ગત બનાવવામાં આગળ વધી રહ્યું છે. જેની માંગ પણ સમય અને સાચી જાગૃતતાની સાથે આગળ વધી રહી છે.

જો તમે કલમખુશ હેંડમેડ પેપર ખરીદવા માગો છો તો, 079 2755 9831, 9427620325 પર કોલ કરી તમારો ઓર્ડર આપી શકો છો. કલમખુશ મિલની મુલાકાત લેવા માટે તમે અહીં જાણકારી લઈ શકો છો.

મૂળ લેખ: પ્રીતિ ટૌંક

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો:જ્યારે 501 રૂપિયમાં વેચાયુ હતુ ભારતમાં બનેલું પડેલું મીઠાનું પેકેટ!

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.