બેંગલુરુના જયનગરમાં રહેતી મીના કૃષ્ણામૂર્તિ, છેલ્લા આઠ વર્ષથી પોતાની છત પર બાગવાની કરી રહી છે. લગભગ 1400 વર્ગ ફૂટના પોતાના બગીચામાં તે લગભગ તમામ પ્રકારની સિઝનેબલ શાકભાજી, ફળ અને ફૂલ ઉગાડવાની કોશિશ કરે છે. મીના કહે છે, એવું નથી તે મારે બજારમાંથી કંઈ ખરીદવુ નથી પડતું, મારે ડુંગળી બટેકા જેવી શાકભાજી જ ખરીદવી પડે છે જ્યારે અન્ય શાકભાજી મારા બગીચામાં સારા પ્રમાણમાં થાય છે એટલે હું ક્યારેક તો તેને બીજાને પણ આપી દઉ છું.
મીનાની બાગવાનીની સૌથી ખાસ વાત એ છે કે તે માત્ર બાગવાની જ કરે છે એવું નથી તે બાગવાનીની સાથે સાથે ‘કંપોસ્ટિંગ’ પર પણ ફોક્સ કરે છે. તે પોતાના બગીચા માટે તમામ પ્રકારનું ખાતર અને પૌષક તત્વ જાતે તૈયાર કરે છે. જે કે અળસિયાનું ખાતર, સુકા પાંદડાનું ખાતર, જીવામૃત, ઘનજીવામૃત અને પંચગવ્ય વગેરે. પોતે બાગવાની અને ખાતર બનાવવાની સાથે સાથે તે બીજા લોકોને પણ તેમ કરવાની તાલીમ આપે છે.
આઈઆઈએમ બેંગલુરુમાં એમબીએની પદવી મેળવનાર, મીના અને તેમના પતિ હંમેશા પોતાનું કંઈ કરવા ઈચ્છતા હતા. એટલે થોડા સમય કોર્પોરેટ સેક્ટરમાં નોકરી કર્યા બાદ, તેઓને પોતાની ‘કોર્પોરેટ ટ્રેનિંગ અને કન્સલ્ટેન્સી ફર્મ’ શરુ કરી. મીના જણાવે છે, વર્ષ 1993 માં અમે અમારું કામ શરું કર્યું હતું. મે ત્યારે ટ્રેનિંગ વિભાગ સંભાળ્યો હતો. પણ 2005માં જ્યારે અમે એતક બાળકીને દત્તકક લીધી ત્યારે અમારી જીંદગીમાં પરિવર્તન આવ્યું. તે અમારી જીંદગીમાં ખુશીઓ લઈને આવી. આથી, એટલે અમે પણ તેણીને સારામાં સારું આપવા માંગતા હતા. એટલે, મેં કામમાંથી થોડો વિરામ લીધો અને દિકરીનું ધ્યાન રાખવા લાગી.
તે સમય દરમિયાન, મીનાએ બાગવાનીની પણ શરૂઆત કરી હતી. તે કહે છે, મે બે વાર બાગવાની કરવાની કોશિશ કરી પણ સફળ થઈ નહીં. ત્યાર બાદ, ઘર-પરિવાર અને કામની જવાબદારી વધવા લાગી એટલે તે નિયમિત રીત બાગવાની પર નજર આપી શકી નહીં. પણ લગભગ આઠ વર્ષ પહેલાં, પોતાની છત પર બગીચો બનાવવા માટે છોડ લગાવવાનું શરૂ કર્યું. આ વખતે, તે બાગવાની કરવાને લઈને વધુ ઉત્સાહિત અને નિયમિત હતી જેથી તેમની મહેનત રંગ લાવી.

બાગવાની સાથે કંપોસ્ટિંગ પણ:
તેમની છત પર આજે 200થી વધુ પ્રકારના છોડ-ઝાડ વાવેલા છે, જેમાં કેટલાંક ફળો, સિઝનેબલ શાકભાજી અને ફળોના રોપ સામેલ છે. તે કહે છે, “ફળો વિશે વાત કરીએ તો મારી પાસે પેશન ફ્રૂટ, દાડમ અને જામફળ જેવા ફળોના ઝાડ છે. શાકભાજીમાં દૂધી, કારેલા, કોળું, ટામેટા, મરચા, કેપ્સિકમ મરચા, રીંગણ, ફુદીનો, હળદર, આદુ, લીંબુ, મોરિંગા, વટાણા, ધાણા, મૂળા, પાલક, કાકડી, કુંદરૂ, તોરાઇ વગેરે સામેલ છે. અગાઉ હું ઘણી વિદેશી જાતો પણ રોપતી હતી, પરંતુ મારા પરિવારના લોકોને તે જાતો પસંદ નહોતી. તેથી, હવે હું ફક્ત દેશી ફળ અને શાકભાજી જ વાવું છું. “
મીના કહે છે, જ્યારે શાકભાજીની કાપણીની મૌસમ હોય ત્યારે એટલી બઘી શાકભાજી આવે છે કે મારે બીજા લોકોને શાકભાજી આપવી પડે છે. પણ તેમનું કહેવું છે કે બીજાને પણ પોતાના ઘરે ઉગાડેલી શાકભાજી ખવડાવવીએ એક ખૂબ જ સંતોષજનક વાત છે. તે પોતાની ઘરે કામ કરવા આવતા નોકર અને શેરી સાફ કરવા આવતા કર્મચારીને પણ શાકભાજી આપે છે. તેણીએ કહ્યું, “ક્યારેક-ક્યારેક એક જ વારમાં પાંચ-છ દૂધી મળે છે તો ક્યારેક ત્રણ-ચાર કિલો જેટલા કઠોળ પણ પાકે છે જે અમારા ઘર માટે વધુ હોય છે એટલે હું આજુ-બાજુ વાળાને આપી દઉ છું.”

છોડ-ઝાડ ઉગાવવા માટે, તેમણે પોતાની છત પર સીમેન્ટની કેટલીક ક્યારી બનાવી છે. સાથે જ 20 લિટરની ક્ષમતાવાળા 200 જેટલા કન્ટેનરમાં પણ છોડ-ઝાડ વાવ્યા છે. મીના કહે છે, બાગવાનીના કામમાં તેમનો પરિવાર હંમેશા તેમની મદદ કરે છે.
તે પોતાના બગીચાની સાથે સાથે ખાતર બનાવવા પર પણ વધુ ધ્યાન આપે છે. તેણીએ પોતાના ઘરની લગભગ 200 વર્ગ ફૂટ જમીનને ફક્ત ખાતર બનાવવા માટે ફાળવી છે. તેણીનું કહેવું છે, કે તે દર 15 દિવસે 50 થી 60 કિલો જૈવિક ખાતર તૈયાર કરે છે, જે તેમના બગીચા માટે પર્યાપ્ત છે. એટલે જ કદાચ તેના ઘરને ‘કંપોસ્ટ ફેક્ટરી’ કહેવામાં આવે છે.
ભીના કચરા અને સૂકા પાંદડાથી બનાવે છે ખાતર:
મીના કહે છે, તેના ઘરમાં એટલો ભીનો કચરો નથી નીકળતો જેટલો બગીચા માટે પર્યાપ્ત છે. આથી તે શાક માર્કેટમાંથી ભીનો કચરો જેવો કે ખરાબ ફળો, શાકભાજી, છાલ વગેરે લાવે છે. તેણીએ કહ્યું, ”આ કામમાં તેમના પતિ તેમની મદદ કરે છે. તે શાક માર્કેટમાંથી ભીનો કચરો ભેગો કરીને લાવે છે, જેનો ઉપયોગ હું ખાતર બનાવવા માટે કરું છું. તેના સિવાય, અમારી ઘરે કામ કરનાર બાઈ પણ અલગ-અલગ ઘરેથી ભીનો કચરો લાવીને મને આપે છે.”
સૂકા પાંદડાના ખાતર વિશે વાત કરતા મીના કહે છે, ”સૂકા પાંદડાનું ખાતર છોડ માટે સારું હોય છે. જો તમારી પાસે સૂકા પાદડાનું ખાતર છે તો તમારે કોકોપીટ વાપરવાની જરૂર નથી. મેં મારા એપાર્ટમેન્ટમાં બધા લોકોને કહી દીધું છે કે તેઓ ઘરમાં એક્ઠ્ઠા થતાં સૂકા પાંદડાને મને આપી શકે છે. અમારી સોસાયટીમાં આવનાર સફાઈ કર્મચારી પણ, સૂકા પાંદડાને સળગાવવાને બદલે મને આપી જાય છે, જેના બદલે હું તેમને ક્યારેક પૈસા તો ક્યારેક શાકભાજી આપું છું જેનાથી તે ખૂશ થાય છે.”

મીનાને અલગ-અલગ સ્ત્રોતમાંથી સૂકાયેલા પાંદડાની લગભગ 50 બેગ મળે છે, જેનાથી તે ખાતર બનાવે છે અને છોડ માટે વાપરે છે. આના સિવાય, તે લીંબૂ, સંતરા અને મૌસમી જેવા ફળોની છાલમાંથી બાયોએન્જાઇમ બનાવે છે. સૌથી ખાસવાત એ છે કે, એક સમયે કોર્પોરેટ ટ્રેનિંગ દેનાર આજે ‘હોમ-કમ્પોસ્ટિંગ’ ની તાલીમ આપે છે. તે બેંગલુરુના કેટલાક ગાર્ડનિંગ ગૃપ સાથે જોડાયેલ છે અને આ ગૃપના સદસ્યો માટે તે સમય-સમય પર કંપોસ્ટિંગ વર્કશોપ પણ કરે છે.

‘ગ્રો ટર્મેરિક જોયફ્લી’ અભિયાન
તેણીએ ગયા વર્ષે ફ્રેબુઆરીમાં 60 થી વધુ બાગવાની કરતતા લોકો સાથે મળીને, જાતે હળદર ઉગાવવાનો અને તેનો પાવડર બનાવવાનું અભિયાન શરુ કર્યું. તે જણાવે છે કે તેણીને પોતાની માતા પાસેથી આમ કરવાની પ્રેરણા મળી, જે તેણીને દર વર્ષે હળદરનો પાવડર મોકલતી હતી. પણ હવે તેમની ઉંમર વધુ હોવાથી છેલ્લા બે વર્ષથી તે પાવડર મોકલી શકતી નથી એટલે મને વિચાર આવ્યો કે હવે હું તેમને દર વર્ષે હળદર મોકલીશ! આથી મે બે વર્ષ પહેલાં હળદર વાવી અને મને લગભગ 51 કિલો હળદરની ઉપજ મળી જેમાંથી મે પાવડર બનાવી મારી માં ને મોકલી અને મારા ઘર માટે રાખી ત્યારથી હું મારા માટે ઘર જ ઉગાડેલ હળદરનો ઉપયોગ કરું છું”

મીનાની મહેનત જોઈને તેમના માતાએ તેણીને સલાહ આપી કે તે આ કામ બીજા લોકોને પણ શીખવવું જોઈએ. એટલે ગયા વર્ષે, તેમણે કેટલાક લોકોને પોતાની સાથે જોડ્યા અને બધાએ પોતપોતાના ઘરે હળદર વાવી. મીના કહે છે તે વચ્ચે-વચ્ચે બધા સાથે વર્કશોપ પણ કરતી હતી અને બધા એક-બીજા લોકો પાસેથી કંઈક નવું શીખતા હતા. તેનું આ અભિયાન સફળ રહ્યું અને આ વર્ષે 180 લોકો તેમની સાથે હળદર ઉગાવી રહ્યા છે.
તેમના આ અભિયાનમાં જોડાયેલ બન્ની જણાવે છે કે, પહેલા દિવસથી જ મીનાજી સારી રીતે અમને શીખવાડી રહી છે તેના માર્ગદર્શનમાં અમે હળદર વાવવાનું જ નહીં પણ ખાતર બનાવવાનું પણ શીખી રહ્યા છીએ, સૌથી સારી વાત એ છે કે આપણા ઘરમાં જે કચરો હોય છે તેનો ઉપયોગ કરીને જ જૈવિક હળદર ઉગાવી શકીએ છીએ.
ગાર્ડનિંગ અને કંપોસ્ટિંગના અનુભવને મીના ફેસબુક, વૉટ્સઅપ અને હવે યુટ્યુબ મારફતે લોકો સુધી પહોંચાડે છે
મીના કહે છે કે તેમની દિકરી તેમને વીડિયો બનાવવામાં મદદ કરે છે અને લગભગ ત્રણ મહિના પહેલાં, તેમને પોતાની યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે. બાગવાની શરૂ કરી હોય તેવા લોકો માટે તે કહે છે કે સૌથી પહેલા તેઓએ એ વાત પર ધ્યાન આપવું જોઈએ કે ઘર પર બગીચો બનાવવામાં તેમને કઈ સમસ્યા આવી શકે એમ છે જેમ કે જગ્યા કેટલી છે? તાપ કેટલો સમય આવે છે? તે કેટલા કુંડા અહીં રાખી શકે છે? કેમ કે જો તમે ફ્લેટમાં રહો છો તો તમારે એ હિસાબે શરૂઆત કરવી પડશે.
અંતમાં મીના જણાવે છે કે, ”લોકોના મોટા બગીચા જોઈને આપણે એક સાથ બધુ કરવાનું વિચારીએ છીએ, પણ સાચી રીત એ છે કે તમારે શરૂઆત નાને પાયે કરવી જોઈએ જેમ કે પુદીના, તુલસી અને માઇક્રો ગ્રીન્સ વગેરે. અને એ વાત પર પણ ધ્યાન આપવું કે ગાર્ડિનગ પર વધુ ખર્ચ તો થતો નથી ને? ઓછા ખર્ચે, સારી રીતે કરવાનો પ્રયાસ કરો અને ફેસબુક તથા વૉટ્સઅપ પર ગાર્ડિંનગ ગૃપ સાથે જોડાઓ જેથી તમને પ્રેરણા મળતી રહે.”
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 23 વર્ષની યુવતીએ બનાવ્યો પરાળથી ચાલતો ‘ધૂમાડા રહિત ચૂલો’, આ એક શોધ ઘટાડી શકે છે ઘણું પ્રદૂષણ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.