Search Icon
Nav Arrow
Veg Omlet
Veg Omlet

હવે શાકાહારી પણ ખાઈ શકશે ઑમલેટ અને એગ-રોલ, છોડમાંથી બનશે ઈંડા!

શાકાહારી લોકો પણ હવે ખાઈ શકશે ઈંડા!, મુંબઈનાં સ્ટાર્ટઅપે છોડમાંથી બનાવ્યુ છે ઈંડાના સ્વાદનું પ્રોટોટાઈપ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમને કોઈ બીજી વસ્તુમાંથી ઇંડા જેવો સ્વાદ મળી શકે? કદાચ નહીં, અને જો તમે વિચારો, તો પછી તે કેવી રીતે શક્ય બન્યુ હશે તે વિચારતા હશો? પરંતુ તે શક્ય છે! અને તે મુંબઈ સ્થિત સ્ટાર્ટઅપ દ્વારા શક્ય બન્યું છે. જેમણે છોડનાં પ્રોટીનથી એક એવું પ્રોટોટાઇપ બનાવ્યું છે, જેનો સ્વાદ ઇંડા જેવો છે, અને તેમાંથી બનાવેલા ઓમેલેટ અને સેન્ડવિચનો સ્વાદ પણ બિલકુલ એવો જ આવે છે.

એક ગેમિંગ એજન્સીમાં કામ કરતા અનંત શર્માએ જ્યારે પહેલીવાર તેમાંથી બનેલી ઑમેલેટ અને બ્રેડ ટોસ્ટ ખાધા ત્યારે તે ઘણા શંકામાં હતા. તે કહે છે, “હું વિશ્વાસ કરી શકતો ન હતો કે તે સાચા ઇંડાની ઑમેલેટ નથી. તેની રચના અને સ્વાદ વાસ્તવિક ઇંડા જેવા જ છે. વળી, મને આનંદ છે કે તે ભારતમાં પહેલેથી જ હાજર છે.” અનંત શાકાહારી ખોરાક લે છે (ફક્ત છોડ આધારિત આહાર) અને તેમના માટે ઇંડાનો વિકલ્પ મેળવવો એ કોઈ ચમત્કારથી કમ નથી.

ઈંડાનું આ વિકલ્પ મુંબઇ સ્થિત સ્ટાર્ટઅપ ‘ઇવો ફૂડ્સ‘ (Evo foods) દ્વારા બનાવાયુ છે. તેઓએ પ્રવાહી સ્વરૂપમાં ઇંડાની પસંદગી કરી છે. આ સ્ટાર્ટઅપને 2019માં કાર્તિક દિક્ષિત અને શ્રદ્ધા ભણસાલી દ્વારા શરૂ કરાયુ હતુ અને લગભગ એક વર્ષમાં તેઓએ આ પ્રોટોટાઇપ તૈયાર કર્યુ છે. આ પ્રોટોટાઇપ સ્વાદ, બનાવટ, રસાયણ અને પોષક તત્વોના મામલામાં ફેટેલા ઈંડાની સમાન છે. તેનો ઉપયોગ ઑમલેટ્સ, ઇંડા રોલ્સ બનાવવા માટે કરી શકાય છે. તેઓ તેની કિંમત, દેશમાં ઇંડાના સામાન્ય ભાવની સમાન રાખવામાં સફળ રહ્યા છે.

Startup

કેવી રીતે થઈ શરૂઆત:

આજે એવાં ઘણા કારણો છેકે, લોકો છોડ પર આધારિત આહારનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે જેમકે, સ્વાસ્થ્ય અને પશુ કલ્યાણ. પરંતુ, કાર્તિક માટે તેની પાછળની મુખ્ય પ્રેરણા જળવાયુ પરિવર્તન છે. ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં પશુ કૃષિનું યોગદાન 18 ટકા છે, જે તેને ગ્લોબલ વોર્મિંગના મુખ્ય પરિબળોમાંથી એક બનાવે છે. આ માહિતીથી આશ્ચર્ય પામેલા કાર્તિકે ઘણાં સમય પહેલાં શાકાહારી બનવાનું નક્કી કર્યું હતું.

2014માં, પુણેમાં સ્ટાર્ટઅપ લીડરશીપ પ્રોગ્રામ પૂર્ણ કર્યા પછી, તેમણે પ્રાણી આધારિત ખોરાક માટે સારા શાકાહારી / છોડ પર આધારિત ખોરાક વિકલ્પો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું. એવાં વિકલ્પો કે જે સ્વાદ અને પોષણ સાથે સમાધાન કરતા નથી.

તેમણે પહેલાં સેલ આધારિત માંસ (cell-based meat) પર કામ કર્યું હતું, પરંતુ, જલ્દીથી તેમને ખ્યાલ આવી ગયો છે કે ભારત પાસે હજી સુધી લેબ-સંવર્ધિત (lab-cultured) માંસ માટે, ટેક્નોલોજી જાણકારી નથી. આવી સ્થિતિમાં તેણે ઇંડા વિશે વિચાર્યું. ઇંડાએ ભારતનું સૌથી પ્રચલિત પ્રાણી-આધારિત ખોરાક છે, જે તમામ ક્ષેત્ર અને ધર્મોના લોકો દ્વારા ખાવામાં આવે છે. અહીં, છોડમાંથી ઇંડાનો વિકલ્પ બનાવવા માટે ટેક્નોલોજી અને પ્રતિભા પણ ઉપલબ્ધ છે.

તે આ વિચાર પર કામ કરી રહ્યા હતા કે ત્યારે ફૂડ સ્ટાર્ટઅપ્સ માટેની કોન્ફરન્સમાં તેમની મુલાકાત શ્રદ્ધા સાથે થઈ હતી. આના થોડા સમય પહેલા, શ્રદ્ધા રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં શિક્ષણ અને અનુભવ સાથે અમેરિકાથી પરત આવી હતી. તે મુંબઈમાં પોતાની શાકાહારી રેસ્ટોરન્ટ ‘કેન્ડી એન્ડ ગ્રીન’ ચલાવે છે અને શાકાહારી જીવનશૈલીની સમર્થક છે. તેઓએ ખોરાકના ભાવિ વિશે ચર્ચા કરી અને તેઓને એકબીજાના વિચારોને ગમ્યા. તેઓ બંને ડિસેમ્બર 2018માં મળ્યા હતા અને ઓગસ્ટ 2019માં તેમના સ્ટાર્ટઅપની સ્થાપના કરી.

શ્રદ્ધા કહે છે, “હું ખોરાક પ્રત્યે લોકોનો અભિગમ બદલવા માંગતી હતી. અને મને સમજાયું કે ઇવો જેવી વસ્તુ દ્વારા જ, વધુ લોકો સુધી પહોંચી શકાય છે. અમારું લક્ષ્ય વિશ્વ માટે ઉચ્ચ ગુણવત્તાવાળું અને સસ્તું પ્રોટીન સ્રોત બનવાનું છે.”

Mumbai Startup

ઈંડાનો વિકલ્પ બનાવ્યો:

ઇંડાના વિકલ્પને બનાવવા માટે તેઓ જે કાચી સામગ્રીનો ઉપયોગ કરતા હતા, તે બધી જ સ્વદેશી છે. કાર્તિક જણાવે છે,“અમે અમારા ઉત્પાદનોને બનાવવા માટે ભારતીય ફળીઓમાંથી પ્રોટિન નીકાળીએ છીએ અને તેનો ઉપયોગ કરીએ છીએ. તે સંપૂર્ણપણે છોડ પર આધારિત છે.” વીગન ઈંડા, પ્રોટીનની માત્રાનાં મામલામાં પણ સાચા ઈંડાની જેવા જ છે, અને તેઓએ તેની રેસીપી પેટન્ટ કરાવી લીધી છે.

આને માપવાની એક રીત પીડીસીએએએસ (પ્રોટીન ડાયજેસ્ટિબિલીટીએ કર્રેક્ટેડ એમિનો એસિડ સ્કોર) છે. તેનું મૂલ્ય ઉચ્ચતમ ગુણવત્તાવાળા પ્રોટીન માટે 0 થી 1 સુધીનું છે. ઉદાહરણ તરીકે, સોયા પ્રોટીનમાં PDCAAનો સ્કોર 0.9 છે, પરંતુ ઇંડા અને માંસમાં PDCAAનો સ્કોર 1 છે. ઇંડાની તુલનામાં, તેના અવેજીમાં ઓછી કેલરી હોય છે અને તેમાં ડી 3 અને બી 12 જેવા ઘણા વિટામિન્સ હોય છે, જે તેને આરોગ્યપ્રદ પ્રોટીન સ્રોત બનાવે છે. તેમાં કોલેસ્ટરોલ અને એન્ટિબાયોટિક્સ પણ નથી.

કાર્તિક અને શ્રાદ્ધ કહે છે કે, તેમાં ઘણા ફ્લેવર (વિશેષ તત્વો) નું મિશ્રણ કરીને ઇંડા જેવો સ્વાદ લેવાનું સરળ હતું, પરંતુ, રસોઈ કર્યા પછી, વાનગીની રચના સમાન હશે, તે એક પડકારજનક કાર્ય હતું. તેઓ હજી પણ તેના પર કામ કરી રહ્યા છે.

તેઓ તેને રાખવાની સમયાવધિ પર પણ કામ કરી રહ્યા છે અને એકવાર તે થઈ જાય, પછી લોજિસ્ટિક્સ (સ્ટાફ અને માલની વ્યવસ્થા) ની સમસ્યા પણ હલ થઈ જશે. તેઓ ઇંડાના વિકલ્પને બેકિંગ માટે યોગ્ય બનાવવા માટે પણ પ્રયાસ કરી રહ્યાં છે કારણ કે વર્તમાન સંસ્કરણ (current version) ફક્ત તવા અથવા પૅનમાં બનાવવામાં આવતી વાનગીઓ માટે છે. શ્રદ્ધાની રેસ્ટોરન્ટમાં અનંત જેવા ગ્રાહકો તરફથી મળેલા પ્રારંભિક જવાબો ભારે હકારાત્મક રહ્યા છે. આગળ, તે વધુ મોટા પાયે પરીક્ષણોનું આયોજન કરશે.

તે કહે છે, “તે સોફ્ટવેર બનાવવા જેવું જ છે. અમે આ પ્રોડક્ટ પર સતત કામ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં જ અમે ‘આલ્ફા વર્ઝન’ લોન્ચ કરીશું. તે પછી, વધુ જવાબોના આધારે, અમે ‘બીટા’ અને પછી મોટા વર્ઝન નીકાળીશું.”

ધીમે ધીમે આગળ વધી રહ્યા છે:

ઇવો હાલમાં છ લોકોની એક ટીમ છે, જેમાં બે સ્થાપકો, ચાર ફૂડ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોનો સમાવેશ છે. તેને તેના પ્રારંભિક અને પ્રોટોટાઇપ્સ માટે ‘બિગ આઈડિયા વેન્ચર્સ’ અને ‘રિયાન બેથેનકોર્ટ’ જેવી સંસ્થાઓ પાસેથી નાણાં પ્રાપ્ત થયા છે. આગળની યોજનાઓ વિશે વાત કરતાં તે કહે છે, “અત્યારે અમારું ધ્યાન ફક્ત ઇંડા પર જ રહેશે.” તે વિશ્વભરમાં 200 અબજ ડોલરનું બજાર છે, તેથી ઇંડા વાનગીઓ બનાવવા અને સુધારવા માટે પૂરતી જગ્યા અને જગ્યા છે.”

તેમણે 25થી વધારે રેસ્ટોરન્ટ બ્રાંડની સાથે ભાગીદારી કરી છે, જેથી તેઓ ઇવોને તેમના શાકાહારી મેનૂમાં શામેલ કરી શકે. પરંતુ, તેમનું અંતિમ લક્ષ્ય તેને ગ્રાહકોના હાથ સુધી પહોંચાડવાનું છે. જો તે તેમની યોજના અનુસાર કાર્ય કરે છે, તો પછીના કેટલાક મહિનાઓમાં તમને તે સુપરમાર્કેટમાં 300 મિલી અને 600 મિલીની બોટલોમાં મળવા લાગશે.

મૂળ લેખ: અંજલિ ડોને

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: એન્જીનિયરનું ઈકોફ્રેન્ડલી સ્ટાર્ટઅપ, શેરડીનાં કૂચામાંથી બનાવે છે વાસણો

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon