ભૌતિકતાની ચમક વચ્ચે લગ્ન-વિવાહ એક સ્ટેટસ સિમ્બોલ બની ગયા છે. તેમાં લોકો દિલ ખોલીને પૈસા ખર્ચ કરે છે. એટલે સુધી કે લગ્નની કંકોત્રી પણ મોંઘી છપાવે છે, જે લગ્ન બાદ કચરાનાં ઢગલામાં જ ફેંકી દેવામાં આવે છે. આપણા દેશમાં લગ્નો જેટલાં આપણા ખિસ્સા માટે મોંઘા પડે છે એટલાં જ પર્યાવરણ માટે પણ.
લગ્નોમાં થતાં દેખાડાનાં ખર્ચાઓથી તો આપણે વાકેફ છીએ પરંતુ તેની સાથે જ દરેક રીત-રીવાજો અને આયોજનમાં પર્યાવરણ માટે હાનિકારક વસ્તુઓ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. લગ્નનાં કાર્ડથી લઈને વેન્યુના ડેકોરેશન અને ખાવાની ક્રોકરી સુધી દરેક વસ્તુ પર્યાવરણ માટે હાનિકારક જ હોય છે.
પરંતુ એવું નથી કે, આ બધાથી બચવાનો કોઈ વિકલ્પ નથી. જો આપણે સાચી રીતે શોધવા માંગીએ તો ઘણા બધા વિકલ્પ છે, જેમાંથી તમે તમારા લગ્નને ઈકો-ફ્રેન્ડલી બનાવી શકો છો. જેવું કે, તેલંગાણાનાં આ રેલવે ઓફિસરે કર્યુ છે.

તેલંગાણાનાં શાદનગરમાં રહેતાં ઈન્ડિયન રેલવે ટ્રાફિક સર્વિસ ઓફિસર, શશિકાંત કોર્રવાથે પોતાના લગ્ન માટે એક ખાસ પ્રકારનું ઈન્વિટેશન કાર્ડ ડિઝાઈન કર્યુ. તેના આ કાર્ડની સાથે સાથે તેનું કવર પણ પુરી રીતે ઈકો ફ્રેન્ડલી હતુ. વાસ્તવમાં તેમણે પોતાનું કાર્ડ પ્લાંટેબલ પેપરથી બનાવ્યુ હતુ, જેને ફાડીને વાવવાથી તમે ત્રણ જાતનાં ફૂલ ઉગાડી શકો છો. તેનાં કવર ઉપર પણ શાકભાજીઓનાં બીજ લગાવેલાં હતા.
શશિકાંત અને તેમની ફિયાન્સીએ નક્કી કર્યુ કે, તે પોતાની લાઈફસ્ટાઈલ પ્રકૃતિને અનુકૂળ રાખીને પોતાનું જીવન જીવશે. તેની શરૂઆત તેમણે પોતાના ‘ગ્રીન વેડિંગ’ એટલે કે હરિત લગ્નથી કર્યા. પોતાના વેડિંગ કાર્ડની પાછળનાં વિચારો વિશે શશિકાંત જણાવે છે,” કાગળની જરૂરિયાતોને પુરી કરવા માટે ધરતી પરથી જંગલો કપાઈ રહ્યા છે. એટલા માટે અમે વિચાર્યુ કે, એવાં કાગળો બનાવવા જોઈએ જેને વાવી શકાય જેથી આ પ્રક્રિયાને ઊંધી કરી શકાય.”
આ યુગલની યોજના છેકે, તેમનાં લગ્નનું આયોજન પણ પર્યાવરણને અનુકૂળ થાય, જેમાં ઓછામાં ઓછાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય.
શશિકાંતની આ પહેલ વિશે સાઈબરાબાદનાં સપી, શ્રી વીસી સજ્જાનાગરે ટ્વિટર પર પોસ્ટ કરી અને તેમનાં વખાણ કર્યા હતા. તેમણે કહ્યુકે, દરેકે શશિકાંતનાં ઉદાહરણથી શીખવું જોઈએ જેથી ઓછામાં ઓછું પ્રદૂષણ થાય અને આપણે આપણી ધરતીને બચાવી શકીએ.
ધ બેટર ઈંન્ડિયા, રેલવે ઓફિસર શશિકાંત અને તેમની ફિયાન્સીના વિચારોની પ્રસંશા કરે છે. અને આશા છે કે, ઘણા બધા લોકો તેમની પાસેથી પ્રેરણા લેશે.
આ પણ વાંચો: 3 વર્ષ બાદ પણ લોકો નથી ભૂલ્યા આ ગુજરાતીના લગ્નને, કંકોત્રી પહોંચી હજારો લોકો સુધી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.