Search Icon
Nav Arrow
Fellowship
Fellowship

IIM અને કેન્દ્ર સરકારે શરૂ કર્યો ફેલોશિપ પ્રોગ્રામ, મળશે 60 હજાર સુધીનું સ્ટાઈપેન્ડ

કેન્દ્ર સરકારે જિલ્લા કૌશલ્ય વહિવટી તંત્ર અને જિલ્લા કૌશલ્ય સમિતિઓને મજબૂત કરવા માટે IIM સાથે મળીને Mahatma Gandhi National Fellowship કાર્યક્રમ શરૂ કર્યો છે. જેને વર્લ્ડ બેન્ક રૂણ સહાયતા કાર્યક્રમ SANKALP અંતર્ગત શરૂ કરવામાં આવ્યો છે.

કૌશલ્ય વિકાસ અને ઉદ્યમ મંત્રાલય (Skills Development Ministry) દ્વારા તાજેતરમાં જ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ફેલોશિપ (Mahatma Gandhi National Fellowship) કાર્યક્રમ લૉન્ચ કર્યો છે. આ બે વર્ષીય કાર્યક્રમને જિલ્લા કૌશલ્ય વહિવટીતંત્ર અને જિલ્લા કૌશલ્ય સમિતિઓ (ડીએસસી) ને મજબૂત કરવા માટે શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ભાગીદાર તરીકે નવ આઈઆઈએમનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મહત્વની માહિતી

અપ્લાય કરવાની પ્રક્રિયા 13 ફેબ્રુઆરી 2021 થી શરૂ થઈ ગઈ છે અને અરજીની છેલ્લી તારીખ 27 માર્ચ 2021 છે.
આ કાર્યક્રમ અંતર્ગત, પસંદગી પામેલ ઉમેદવારોને પહેલા વર્ષ દરમિયાન દર મહિને 50,000 રૂપિયા અને બીજા વર્ષમાં 60 હજાર રૂપિયા દર મહિને મળશે.
તેને વર્લ્ડ બેન્ક રૂણ સહાયતા કાર્યક્રમ SANKALP અંતર્ગત શરૂ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમાં આઈઆઈએમ બેંગલુરૂ, આઈઆઈએમ અમદાવાદ, આઈઆઈએમ લખનઉ, આઈઆઈએમ કોડીકોડ, આઈઆઈએમ વિશાખાપટ્ટનમ, આઈઆઈએમ ઉદયપુર, આઈઆઈએમ નાગપુર, આઈઆઈએમ રાંચી અને આઈઆઈએમ જમ્મૂ જેવી નવ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નામાંકન પ્રક્રિયાની જવાબદારી આઈઆઈએમ બેંગલુરૂના હાથમાં છે, આ કાર્યક્રમ દેશના 600 કરતાં વધારે જિલ્લાઓમાં શરૂ કરવામાં આવ્યો છે.

આ પબ્લિક પૉલિસી અને મેનેજમેન્ટ માટે એક સર્ટિફાઈડ પ્રોગ્રામ છે અને ફેલોશિપને સફળતાપૂર્વક પૂરો કરનાર ઉમેદવારોને તેનું પ્રમાણ-પત્ર પણ મળશે.

Mahatma Gandhi National Fellowship

યોગ્યતા

ઉમેદવારો ભારતના નાગરિક હોવા જોઈએ.
ઉંમર મર્યાદા: 21 વર્ષથી 30 વર્ષ
ઉમેદવારે કોઇપણ માન્યતાપ્રાપ્ત સંસ્થામાંથી કોઈપણ સ્ટ્રીમ (એન્જિનિયરિંગ, લૉ, મેડિસિન, સામાજિક વિજ્ઞાન વગેરે) માં ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ હોવો જોઈએ

સેકન્ડરી સ્કૂલ બાદ રૂરલ સેક્ટરમાં કોઈ સામાજિક / બીન નફાકારક સંસ્થામાં 3 વર્ષના અનુભવવાળા યુવાનને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
જોકે અનુભવ ન હોય તેવા ઉમેદવારોને પણ તેમના મજબૂત કાર્યબળના આધારે પ્રાથમિકતા આપવામાં આવી શકે છે.
સ્થાનિક ભાષા આવડવી જોઈએ
પસંદગી પ્રક્રિયા
આ ફેલોશિપ માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂમાંથી પસાર થવું પડશે.

મહત્વની તારીખો

અરજી શરૂ થવાની તારીખ – 13 ફેબ્રુઆરી 2021
અરજીની અંતિમ તારીખ – 27 માર્ચ 2021
એડમિટ કાર્ડ બહાર પાડવાની તારીખ – એપ્રિલ 2021 (પહેલું અઠવાડિયુ)
લેખિત પરીક્ષા – સંભવત: એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં
પરિણામ જાહેર થવાની તારીખ – એપ્રિલના અંતિમ અઠવાડિયામાં
બીજા ચરણની શરૂઆત – જુલાઈના મધ્યમાં
ફેલોશિપ સાથે સંકળાયેલ અન્ય માહિતી જાણવા અહીં ક્લિક કરો.

અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

મૂળ લેખ: કુમાર દેવાંશુ દેવ

આ પણ વાંચો: પેટ્રોલ માટે 100 રૂપિયા કિંમત શા માટે ચૂકવવી? આ ચાર સ્ટાર્ટઅપ તમારું વાહન ઇલેક્ટ્રીકમાં બદલવા મદદ કરશે

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon