1894માં એક પરિવારે શરૂ કરેલી બાટા કંપની વિશ્વભરમાં છે ફેલાયેલી, ભારતમાં જ તેનાં છે 1300થી વધુ સ્ટોર
બાટાના જૂતા અને ચંપલ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. તેના ઉત્પાદનો સસ્તા અને મજબૂત છે. આ જ કારણ છે કે મધ્યમવર્ગીય પરિવારોમાં તે સૌથી વધુ પ્રચલિત છે.
તો, આજે અમે તમને બાટા વિશેની કેટલીક રસપ્રદ તથ્યો જણાવીશું, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.
ભારતીય કંપની નથી બાટા
ઘણા લોકોને લાગે છે કે બાટા એક ભારતીય કંપની છે. પરંતુ, જો તમને આવું લાગે છે, તો તમે ખોટા છો. બાટા એ ચેકોસ્લોવાકિયાની કંપની છે અને તે 1894માં શરૂ થઈ હતી.
જો કે, નાના શહેરમાં રહેતો બાટા પરિવાર ઘણી પેઢીઓથી જૂતા બનાવીને ગુજરાન ચલાવતો હતો. આર્થિક સંકડામણને કારણે તેનું જીવન ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું હતું.
પરિવારની આ મુશ્કેલીઓ દૂર કરવા માટે, યુવાન થોમસે ચામડાને બદલે, કેનવાસથી જૂતા સીવવાનું કામ શરૂ કર્યુ. આ કામ તેણે તેની બહેન અન્ના અને ભાઈ એન્ટોનિન સાથે મળીને શરૂ કર્યું હતું.

તેમના જૂતા આરામદાયક, આર્થિક અને મજબૂત હતા, તેથી જ સ્થાનિક લોકોમાં તેમનો વેપાર ઝડપથી વધ્યો.
વર્ષ 1912 સુધીમાં, બાટાએ પગરખાં બનાવવા માટે મશીનોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું અને આ માટે તેમણે 600થી વધુ લોકોને રોજગારી આપી.
પરંતુ, પ્રથમ વિશ્વ યુદ્ધ પછી, અર્થતંત્ર મંદીમાં આવી ગયું. આને કારણે તેમના ઉત્પાદનોની માંગમાં ભારે ઘટાડો થયો હતો અને તેમણે ઉત્પાદન ઘટાડવું પડ્યું હતું. થૉમસે આ સંકટને દૂર કરવા માટે જૂતાની કિંમત અડધી કરી દીધી છે. આનાથી તેમની માંગમાં ઝડપથી વધારો થયો અને તેમને અન્ય દેશોમાં પણ તેમના વ્યવસાયને વિસ્તૃત કરવાની તક મળી.
1924 સુધીમાં, બાટાની સમગ્ર વિશ્વમાં 112 શાખાઓ હતી. આખરે કંપનીએ 1930ના દાયકામાં ભારતીય બજારમાં પ્રવેશ કર્યો અને કોલકાતામાં તેનું પ્રથમ પ્રોડક્શન યુનિટ શરૂ કર્યું.

બાટનગરની સ્થાપના
ફોર્બ્સ ના એક લેખ મુજબ, 1930ના દાયકામાં, ભારતમાં જૂતાની કોઈ કંપની નહોતી અને અહીં જાપાની કંપનીઓનું વર્ચસ્વ હતું. જો કે, 1932માં, જ્યારે કોલકાતાને અડીને આવેલા કોન્નાર નામના નાના ગામમાં બાટાએ તેનું એકમ શરૂ કર્યું ત્યારે વસ્તુઓ બદલાવાની શરૂઆત થઈ.
તેનાં બે વર્ષમાં, બાટાનાં જૂતાની માંગ એટલી વધી ગઈ કે પ્રોડક્શન સાઇટને બમણી કરવી પડી. અને, તે એક ટાઉનશીપ બની ગયું, જેને લોકો બટનગર તરીકે ઓળખતા થયા હતા.
આમ, 1939 સુધીમાં, કંપનીએ દર અઠવાડિયે 3500 જોડી પગરખાં વેચવાનું શરૂ કર્યું હતું અને તેમાં લગભગ 4 હજાર કર્મચારી હતા.

બાટા ઈન્ડિયાના બ્રાંડ સ્ટ્રેટેજિસ્ટ, હરીશ બિજુરે ધ પ્રિન્ટ મીડિયાને આપેલાં ઈન્ટરવ્યૂમાં કહે છે,કંપની ભારતીય પગ અને આબોહવાને અનુકૂળ જૂતા બનાવે છે. આ તેની લોકપ્રિયતાનું કારણ છે.
બાતા આઇકોનિક, ટેનિસ શૂઝ ડિઝાઇન અને બનાવનારી પહેલી કંપની હતી. સફેદ કેનવાસથી બનેલા આ જૂતાની ડિઝાઇન એકદમ સરળ હતી. અર્બન આઈ મીડિયા સાથેનાં ઈન્ટરવ્યૂમાં ચાર્લ્સ પિગ્ન કહે છેકે, આ જૂતાની ડિઝાઈનને યુરોપમાં પણ બનાવવામાં આવી હતી. અને ગ્રાહકો તેના ભારતીય મૂળ વિશે અજાણ હતા.
ભારતીયો માટે ઘરેલું બ્રાન્ડ બનવું
ભારતમાં જેઓ 70, 80 અથવા 90 ના દાયકામાં મોટા થયા છે તેઓએ આ જૂતા કોઈ સમયે પહેર્યા હશે. કારણ કે તે સમયમાં ટેનિસ શૂઝ પણ સ્કૂલે જવા માટે કરાતા હતાં.
1980ના દાયકામાં, બાટાને ખાદીમ અને પેરાગોન સાથે જોરદાર ટક્કર મળી હતી. આવી સ્થિતિમાં, કંપનીએ જાહેરાતનો આશરો લીધો, પોતાને બજારમાં આગળ રાખી. આ અંતર્ગત, કંપનીએ તેની શક્તિ અને ખૂબીઓને પ્રકાશિત કરવા ઉપરાંત, એક આકર્ષક ટેગલાઇન પણ રજૂ કરી.
આમ, તેમની પ્રથમ ટેગલાઇન હતી – “ટિટાનસથી સાવચેત રહો, એક નાની ઇજા પણ જોખમી સાબિત થઈ શકે છે – તેથી જૂતા પહેરો.”
આ અંતર્ગત, તેઓએ ભારતીય ઉપમહાદ્વીપમાં જૂતાની પ્રથાને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય રાખ્યું હતું, જ્યાં પહેલાં તેનો ઉપયોગ ન હતો. આ એપિસોડમાં, તેમની પાસે બીજી લોકપ્રિય ટૅગલાઇન હતી – “ફર્સ્ટ ટુ બાટા, ધેન ટૂ સ્કૂલ”.
હરીશ બિજુરના કહેવા પ્રમાણે, ભારતમાં તેની લોકપ્રિયતાનું બીજું કારણ એ છે કે તેના નામમાં ફક્ત ચાર અક્ષરો અને બે શબ્દાંશ છે. તેઓ કહે છે કે બાટાના ટૂંકા નામથી કંપનીને તેની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા બનાવવામાં મદદ મળી.
બાટાનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે અને આજે તે ભારતમાં અગ્રણી બ્રાન્ડ છે, જે વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા ઉત્પાદક અને ગ્રાહક ઉત્પાદક છે. 126 વર્ષ જૂની કંપનીના ભારતમાં 1300થી વધુ સ્ટોર્સ છે.
મૂળ લેખ: ROSHINI MUTHUKUMAR
આ પણ વાંચો: આજ સુધી શાળાનું પગથિયું નથી ચડ્યા પરંતુ બનાવી દીધાં માટીનાં નોનસ્ટિક વાસણો આ ગુજરાતીએ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.