દુનિયાની સૌથી અઘરી પરીક્ષા UPSC છે. આ પરીક્ષામાં સફળ થવું દેશના કરોડો યુવાનોનું સપનું હોય છે. યુપીએસસી સિવિલ પરીક્ષા-2012માં 138મું રેન્ક મેળવનાર આઈપીએસ અધિકારી આકાશ તોમર તમારી સાથે કેટલીક ટિપ્સ શેર કરવા ઈચ્છે છે. જે તૈયારીમાં મદદગાર સાબિત થઈ શકે છે.
હાલ ઉત્તરપ્રદેશના ઈટાવામાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) તરીકે તૈનાત આકાશે પોતાની આઠ મહિનાની તૈયારી પછી પહેલીવારમાં જ આ પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી હતી.
તેમનું કહેવું છે કે યુપીએસસી પરીક્ષામાં સફળતા મેળવવી એ તેમનું સપનું હતું. કારણકે તેમના પિતા પણ એક આઈપીએસ અધિકારી બનવા ઈચ્છતા હતાં. જોકે, કોઈ કારણોસર તેમનું સપનું પૂરું ન થઈ શક્યું. આથી તેઓ પિતાના સપનાને પૂરું કરીને ગર્વ અનુભવી રહ્યા છે.

ન્યૂઝપેપર વાંચવાની ટેવ પાડો
આપણે યુપીએસસીની તૈયારી માટે ન્યૂઝપેપર વાંચવાની ટેવ પર અનેકવાર ભાર મૂક્યો છે. આકાશજી પણ આ જ વાત કહેતા જણાવે છે કે,’હું ‘ધ હિંદુ’ અને ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ જેવા બે ન્યૂઝપેપરને નિયમિત રીતે વાંચુ છું. વિદ્યાર્થીઓ માટે સૌથી સારી વાત છે કે છાપુ વાંચો અને દરેક વિષય સંબંધિત નોટ્સ બનાવો. જેથી તમને યાદ રાખવામાં પણ સરળતા રહેશે.
વિષયોને ઉંડાણપૂર્વક સમજવા જરુરી
આકાશનું કહેવું છે કે એક વિષય સમજતાં હોવ ત્યારે ઉંડાણથી કવર કરવું એકદમ જરુરી છે. આ કારણોસર એક જ બાજુને અનેક રીતે વિચારો. જેથી તમને ન માત્ર પ્રારંભથી અને મુખ્ય પરીક્ષામાં મદદ મળશે. પરંતુ તમને ઈન્ટરવ્યૂમાં પણ કામ આવશે.

સારા પુસ્તકો પસંદ કરો
આકાશે આગળ કહ્યું કે, ‘અનેક પુસ્તકો વાંચવાના બદલે એક જ પુસ્તકને વારંવાર વાંચો અને વિષયને ઉંડાણપૂર્વક સમજવું જ વધારે ઉત્તમ રહેશે. પરીક્ષા નજીક હોય ત્યારે તમને પુસ્તક વાંચવાના બદલે બનાવેલી નોટ્સનું રિવિઝન કરો. આ દરમિયાન નવા પુસ્તક કે નવા મટિરિયલને ન સ્પર્શ કરો.’
મહત્વપૂર્ણ પોઈન્ટને યાદ રાખવા શોર્ટ ટ્રીક અપનાવો
તેઓ જણાવે છે કે, ‘હું નોટ્સ બનાવવા દરમિયાન એબ્રિવેશનનો ઉપયોગ કરતો હતો. જેથી તમને મહત્વપૂર્ણ પોઈન્ટ યાદ રાખવામાં મદદ મળે છે. આ શબ્દોને બનાવવા દરમિયાન એવું જરુરી નથી કે કોઈ લોજીકલ મિનિંગ હોય. બસ એવું હોવું જોઈએ કે તમને યાદ રાખવામાં સરળતા રહે.’

વૈકલ્પિક પેપરને લઈને અસમંજસમાં ન રહો
ક્યારેક વિદ્યાર્થીઓ પોતાના વૈકલ્પિક પેપરને લઈને પણ ખૂબ જ અસમંજસમાં રહેતા હોય છે. જેથી આકાશ જણાવે છે કે, ‘વિદ્યાર્થીઓ માટે પોતાની સુવિધા અને જ્ઞાન અનુસાર, વૈકલ્પિક પેપરની પસંદગી કરવી જોઈએ. તેવા વિષયની પસંદગી કરવાથી બચો, જે ટ્રેન્ડિંગ હોય. પોતાની પસંદગી દરમિયાન વિષય પસંદગી કરવા માટે તમારે પરીક્ષામાં ઉત્તમ તૈયારી કરવી ખૂબ જ સરળ રહેશે.’
તેમણે આગળ એ પણ જણાવ્યું હતું કે, ‘વૈકલ્પિક પેપરની પસંદગી કરવી ખૂબ જ કઠિન છે પરંતુ એ નક્કી કરવા માટે તમારે પૂરતો સમય લેવો જોઈએ.’ પરીક્ષાના કેટલાક મહિના પહેલા આકાશે પોતે સોશિયલ મીડિયા અને સાઈટથી થોડુ અંતર જાળવ્યુ હતું. ત્યાં સુધી કે તેમની પાસે માત્ર સાધારણ મોબાઈલ જ હતો. અને તેઓ કેટલાક નજીકના લોકો સાથે જ વાત કરતા હતાં. તેમણે જણાવ્યું કે, ‘મે મારી ઉર્જા અને સમય કોઈ એવી જગ્યાએ ખર્ચ કરવા નહોતો ઈચ્છતો જેથી મારી પરીક્ષાની તૈયારીને અસર પહોંચે.’
વિઝ્યુલાઈઝેશન ટેક્નીકનો ઉપયોગ
રિસર્ચ કરવામાં આવેલા વિષયોને વિઝ્યુલાઈઝ કરવું પણ ખૂબ જ અગત્યનું છે. તેઓ જણાવે છે કે, ‘ખાસ રીતે ભૂગોળ જેવા વિષયોમાં જેમાં અનેક નકશાઓનો અભ્યાસ કરવાની અને યાદ કરવાની જરુર છે. જેમાં વિઝ્યુલાઈઝેશન ટેક્નીકનો ઉપયોગ કરવો પડશે.’
તેઓ અંતમાં કહે છે કે કોઈપણ રીતના પ્રશ્ન અને સમસ્યા વિઝ્યુલાઈઝ કરવાથી તમને તેનો ઉકેલ મેળવવામાં મદદ મળશે. યુપીએસસી તૈયારી માટે આકાશની નોટ્સ વાંચવા માટે અહીં ક્લિક કરો.
મૂળ લેખઃ વિદ્યા રાજા
આ પણ વાંચો: આ અધિકારીના પ્રયત્નોએ વાંસને બનાવી બ્રાન્ડ અને ગુજરાતના નાનકડા ગામમાં ખૂલી ગયો મૉલ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.