Search Icon
Nav Arrow
Gardening
Gardening

નથી આવતોને વિશ્વાસ, ઘરે કુંડામાં પણ ઉગાડી શકાય દ્રાક્ષ, જુઓ આખી રીત!

શીખો- પોતાના ટેરેસ પર જ વિવિધ શાકભાજી અને ફળો કેવી રીતે ઊગાડશો?

રાજમોહન કહે છે કે, “મને ખેતીનો કોઈ અનુભવ ન હતો. પરંતુ ધૈર્ય અને અનુભવ પછી ફળોની ખેતી મારા માટે સરળ બની ગઈ હતી. કેરળના તિરુવનંતપુરમ જિલ્લામાં પોતાના ઘરના ટેરેસ પર ગ્રો બેગમાં દ્રાક્ષ ઊગાડીને મેં એવી ધારણાને ખોટી પાડી દીધી કે દ્રાક્ષ ફક્ત પહાડી વિસ્તારોમાં થાય છે.”

નિવૃત્તિ બાદ લોકો આરામ કરવાનું પસંદ કરતા હોય છે. જોકે, એવા પણ લોકો હોય છે જેઓ નિવૃત્તિ બાદ પોતાના શોખ પુરા કરવા માટે કામ શરૂ કરતા હોય છે. આજે અમે એક એવા જ વ્યક્તિ વિશે જણાવી રહ્યા છીએ જેઓ ટેરેસ ગાર્ડનર છે. રાજમોહન એક નિવૃત્ત બેંક મેનેજર છે. કેરળના તિરુવનંતપુરમ નિવાસી રાજમોહને નિવૃત્તિ બાદ પોતાની જાતને કૃષિ માટે સમર્પિત કરી દીધી છે.

રાજમોહન કહે છે કે, “મને ખેતીનો કોઈ અનુભવ ન હતો. પરંતુ ધૈર્ય અને અનુભવ પછી ફળોની ખેતી મારા માટે સરળ બની ગઈ હતી. કેરળના તિરુવનંતપુરમ જિલ્લામાં પોતાના ઘરના ટેરેસ પર ગ્રો બેગમાં દ્રાક્ષ ઊગાડીને મેં એવી ધારણાને ખોટી પાડી દીધી કે દ્રાક્ષ ફક્ત પહાડી વિસ્તારોમાં થાય છે.”

વર્ષ 2015માં રાજમોહને 20 ગ્રો બેગમાં પોતાના ટેરેસ પર ગાર્ડનિંગની શરૂઆત કરી હતી. આજે તેમના 1,250 વર્ગ ફૂટના ટેરેસ પર 200 ગ્રો બ્રેગમાં ફળો અને શાકભાજી છે. શરૂઆતના દિવસોમાં તેમણે ટામેટા, કાકડી જેવી શાકભાજીની ખેતી કરી હતી. તેમાંથી તેમને સારી એવી ઉપજ મળી હતી.

આજે રાજમોહનના ગાર્ડનમાં ધાણા, મરચા, કોબીજ, ફુલાવર, કારેલા, આદુ, હળદર, કસ્તુરી હળદર, મગફળી, રિંગણ, પાલખ, બેર એપલ, દ્રાક્ષ, કૃષ્ણ ફળ, પપૈયું, કેળા, સ્ટ્રોબેરી, રતાળું વગેરે શામેલ છે.

રિયાયર્ડ બેંક મેનેજર રાજમોહને પોતાના રુફટોપ ગાર્ડન માટે 2 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેઓ કહે છે કે, “રૂફટૉપ ગાર્ડન બનાવવું મોંઘું છે પરંતુ તેમાં ફક્ત એક વખત જ રોકણ કરવું પડે છે. આ ઉપરાંત જે પણ ઉત્પાદન થાય છે તે જૈવિક અને તાજું હોય છે.”

Rajmohan
Rajmohan

ટેરેસ ગાર્ડનની શરૂઆત

તૈયારી અંગે વાત કરતા રાજમોહને જણાવ્યું કે, તેમણે પ્લાસ્ટિકની ચાદરો ખરીદી હતી અને તેને ટેરેસ પર પાથરી દીધી હતી. ગ્રો બેગને રાખવા માટે મેટલ અને ઇંટોની વ્યવસ્થા કરી હતી.

ગ્રો બેગ ઉપરાંત છત પર પાણી એકઠું ન થાય તે માટે તેમણે કુંડાઓને તેમની ઉપર રાખ્યા હતા. શાકભાજી અને છોડને સીધા તડકાથી બચાવવા માટે રાજમોહને પોતાના ટેરેસને એક શેડ નેટથી ઢાંકી દીધી છે. રોજમોહન કહે છે કે તેઓ નજીકના કૃષિ બજારમાંથી વિશ્વસનિય સ્ત્રોત પાસેથી બીજ કે છોડ મેળવે છે.

રાજમોહન કહે છે કે, “મારા પડોશીઓ અને નજીકના સંબંધીઓ મને અવારનવાર પૂછે છે કે શું ટેરેસ ગાર્ડનિંગમાં તમામ પ્રકારના ફળો અને શાકભાજી થાય છે? તેમની શંકા દૂર કરવા માટે મેં મારા ટેરેસ પર વિવિધ પ્રકારના છોડ ઊગાડ્યા હતા અને ખેતી શરૂ કરી હતી.”

એક સવાલ એવો પણ પૂછાયો કે તેઓ ઘરની છર પર દ્રાક્ષ કેવી રીતે ઊગાડશે. આથી રાજમોહને પોતાના ટેરેસ પર દ્રાક્ષને પણ ઉગાડી બતાવી હતી અને પ્રથમ વખતમાં જ પાંચ કિલોની ઉપજ મેળવી હતી.

Gardening Tips

છત પર દ્રાક્ષની ખેતી કેવી રીતે કરી?

તેમણે જણાવ્યું કે, “થોડી શોધખોળ માટે મને કૃષિ બજારમાંથી એક મહિના જૂના દ્રાક્ષના બે છોડ મળ્યા અને તેના માટે ગ્રો બેગ તૈયાર કરી.”

છોડ માટે માટી તૈયાર કરવી પણ ખૂબ મહત્તવનું કામ છે. આ માટે તેમણે 10 દિવસ સુધી માટીને તડકામાં મૂકી દીધી હતી. જે બાદમાં તેમાં ચૂનાનું પાણી છાંટીને તેને બે અઠવાડિયા સુધી કપડામાં ઢાંકી દીધી હતી. જે બાદમાં તેમણે આ માટીમાં છાંણીયુ ખાતર, નારિયેરનું ભૂસુ અને વર્મીકમ્પોસ્ટ બરાબર માત્રામાં મેળવ્યું હતું. જે બાદમાં ગ્રો બેગના 3/4 ભાગમાં આ મિશ્રણને ભરી દીધું હતું.

આ અંગે રાજમોહન જણાવે છે કે, “જે બાદમાં મેં નર્સરીમાંથી લાવેલા બે છોડને ગ્રો બેગમાં લગાવી દીધા હતા. જેને છતના એવા ભાગમાં રાખ્યા હતા જેનાથી તેને પૂરતો સૂર્યપ્રકાશ અને ગરમી મળી રહે. જયારે દ્રાક્ષની વેલ વધવા લાગી ત્યારે મેં ફક્ત બે સ્વસ્થ્ય હોય તેવી વેલને રાખી હતી અને અન્ય વેલને કાપી નાખી હતી. આવું કરવાથી વેલનો વિકાસ ફટાફટ થયો હતો.”

રાજમોહને આ વેલોને વાંસનો સહારો આપ્યો હતો. આ સાથે જ તેઓ વેલની નાની ડાળખીઓને કાપી નાખતા હતા. જેમાં ફળો લાગતા ન હતા. તેઓ કહે છે કે દ્રાક્ષના છોડમાં એક વર્ષમાં ત્રણ વખત ફળ આવે છે.

મોસમ પ્રમાણે દ્રાક્ષની વેલને દિવસમાં એકથી ત્રણ વખત પાણી આપવું પડે છે. જીવાતથી છૂટકારો મેળવવા માટે રાજમોહન જૈવિક કીટનાશકનો ઉપયોગ કરે છે. જેમ કે બર્ડસ આઈ ચિલી, લસણ કે ચોખાનું પાણી અને રાખ. જંતુઓને મારવા માટે તેઓ લીમડાના તેલનો સ્પ્રે કરે છે.

તેઓ કહે છે કે, “હું છોડ માટે પશુઓના હાડકાનો પાઉડર, નીમખલી, જૈવિક ખાતર અને મગફળીની ખલીનો ઉપયોગ ખાતર તરીકે કરું છું. દર બે અઠવાડિયે આ ખાતરને ગ્રો બેગમાં ભેળવવામાં આવે છે.”

રાજમોહન સામાન્ય રીતે તેમના મિત્રો અને પાડોશીઓને પણ શાકભાજી અને ફળો વહેંચે છે. તેઓ પોતાના એવા મિત્રોને બીજ પણ આપે છે જેઓ ખેતી કરવા માંગે છે. અનેક પાડોશીઓએ તેમને ખેતી વિશેના ક્લાસ લેવાનું પણ કહે છે. આ માટે પણ રાજમોહન હંમેશા તૈયાર હોય છે.

મૂળ લેખ: સંજના સંતોષ

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ઘરે બૉનસાઇ કેવી રીતે બનાવશો? 550 બૉનસાઇ ઝાડ લગાવાનાર એક્સપર્ટ પાસેથી શીખો

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon