Placeholder canvas

બે મિત્રોએ નોકરી છોડીને શરૂ કરી પોતાની કંપની, હજારો વર્ષો જૂની પરંપરામાંથી બનાવે છે ઘર

બે મિત્રોએ નોકરી છોડીને શરૂ કરી પોતાની કંપની, હજારો વર્ષો જૂની પરંપરામાંથી બનાવે છે ઘર

વર્ષ 2018માં સસ્ટેનેબલ આર્કિટેક્ચરને પ્રોત્સાહન આપવા માટે બે મિત્રોએ શરૂ કર્યુ Bhutha Architects, અહીંથી મળી હતી પ્રેરણા

શ્રીનાથ ગૌતમ અને વિનોથ કુમાર (Bhutha Architects) તમિલનાડુના કોઈમ્બતુરના રહેવાસી છે. બંનેએ સ્થાનિક એસવીએસ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં એક સાથે અભ્યાસ કર્યો હતો. વર્ષ 2015માં તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેઓએ 3 વર્ષ સુધી ઓરોવિલમાં સાથે કામ કર્યું.

અહીંની ખૂબ જ સાદી જીવનશૈલીએ તેમને ખૂબ પ્રભાવિત કર્યા. ત્યાં રહીને, બંનેએ ઓર્ગેનિક ખાવાનું છોડીને ઓર્ગેનિક કપડાંઓને અપનાવવાનું શરૂ કર્યું. પછી, 2018માં, તેણે સસ્ટેનેબલ આર્કિટેક્ચરને પ્રોત્સાહન આપવા માટે ‘BHUTHA Earthen Architecture Studio’ની શરૂઆત કરી.

આ વિશે વિનોથે કહ્યું, “અમે ગર્વથી પોતાને ‘કુદરતના સાચા મિત્ર’માનીએ છીએ. અમારા અનુભવોના આધારે, અમે જે કંઈ કરીએ છીએ તેમાં મૂલ્ય ઉમેરવા માગીએ છીએ. તેથી જ અમે ભૂટા આર્કિટેક્ચરની શરૂઆત કરી છે.”

તે જણાવે છે કે ભૂતા શબ્દ ‘પંચ ભૂત’ પરથી આવ્યો છે. આ સિદ્ધાંત મુજબ, આપણું શરીર પાંચ તત્વોથી બનેલું છે – આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને માટી. તેમનો ઉદ્દેશ્ય આ તત્વો દ્વારા પર્યાવરણ અને સમાજને અનુકૂળ સંરચાનોઓને બનાવવાનો છે.

Shrinath gautam

આ પણ વાંચો: હુન્નરશાળાએ ભૂકંપ પછી ભુજનું પુનઃનિર્માણ કર્યું, વિશ્વ માટે ઓછા ખર્ચે બનાવે છે ટકાઉ ઘર

અર્થ આર્કિટેક્ચર શું છે?

વિનોથ કહે છે, “અર્થ આર્કિટેક્ચર – માટી, પાણી, સિસ્મોગ્રાફી, ટકાઉપણું, રસાયણશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન, પુરાતત્વ જેવી ઘણી શાખાઓનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે. ભારતીય સમાજમાં હજારો વર્ષોથી ઘર બાંધવામાં તેને અપનાવવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં સિમેન્ટના વધુ પડતા ઉપયોગને કારણે આપણો વારસો જોખમમાં છે અને તેને બચાવવાની જવાબદારી આપણી છે.”

તેઓ ઘર બનાવવા માટે માટી, પથ્થર, ચૂનાના પત્થર, લાકડા જેવા કુદરતી સંસાધનોનો ઉપયોગ કરે છે અને અત્યાર સુધીમાં તમિલનાડુના વિવિધ વિસ્તારોમાં આઠથી વધુ પ્રોજેક્ટ પર કામ કર્યું છે.

Bhutha Architect's

આ પણ વાંચો: મહારાષ્ટ્રનો પહેલો ઝીરો વેસ્ટ સ્ટોર ખોલવા માટે સારી નોકરી છોડી, હવે સશક્ત બનાવી રહ્યા છે 8000 ખેડૂતોને

ચાલો Bhutha Architectsના કેટલાક મુખ્ય પ્રોજેક્ટ્સ પર એક નજર કરીએ:

અય્યા બુક સેન્ટરથેની સિટી

વિનોથ કહે છે, “તામિલનાડુના થેની શહેરના રહેવાસી હરિ પ્રધાને લગભગ એક વર્ષ પહેલાં તેમની સો વર્ષથી વધુ જૂની ઇમારતના સમારકામ માટે અમારો સંપર્ક કર્યો હતો. તેઓ તેમાં પુસ્તક અને સ્ટેશનરીની દુકાન ચલાવે છે.”

તેઓ કહે છે, “દુકાનને કારણે બિલ્ડિંગનો આગળનો ભાગ આકર્ષક હોવો જરૂરી હતો. અમે તેને ઈંટ, લાકડા અને કાચમાંથી બનાવ્યો છે, તેથી તે માટીના ઘર જેવું લાગે છે. સાથે જ એમા એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે દુકાનદારને માલ વેચવામાં વધારે તકલીફ ન પડે. અમે સૌથી વધુ વેચાતી સ્ટેશનરી જમણી બાજુએ મૂકી છે અને અનન્ય પુસ્તકો ડાબી બાજુએ રાખી છે.”

તે આગળ જણાવે છે, “દુકાનની મધ્યમાં ઊભા રહ્યા પછી, વ્યક્તિ સરળતાથી પુસ્તક પ્રદર્શન અને જર્નલ વિભાગ જોઈ શકે છે. અહીં પેન અને પેન્સિલનું ડિસ્પ્લે પણ છે. દરેક વસ્તુ એવી રીતે ગોઠવવામાં આવી છે કે ગ્રાહકોને કંઈપણ શોધવામાં વધુ તકલીફ ન પડે.”

કાલીમારુથુ (અર્જુનનું લાકડું) અને દિયોદર લાકડું મુખ્યત્વે છાજલીઓ બનાવવા માટે વાપરી છે. તો, સીડી અગાઉ ઉપયોગમાં લેવાયેલા લાકડામાંથી બનાવવામાં આવી છે.

તેને લઈને અય્યા બુક સેંટરનાં માલિક હરિ પ્રધાન કહે છે, “ભૂથા આર્કિટેક્ટ્સ સાથે જોડાઈને હું ભાગ્યશાળી માનું છું. તેઓ પરંપરાગત શૈલીને સારી રીતે સમજે છે. તેઓએ અમારી સો વર્ષથી વધુ જૂની ઇમારતને લાઈમ પ્લાસ્ટર અને લાકડાથી ફરીથી નવી બનાવી દીધી છે. હું તેમના કામથી સંતુષ્ટ અને ખૂબ જ ખુશ છું. હું ઈચ્છું છું કે તેઓ આ રીતે આગળ વધતા રહે.”

Earthen Architecture

આ પણ વાંચો: તળાવ ઉપર બાંધવામાં આવ્યો ઈકો ફ્રેન્ડલી હોમ સ્ટે, શિક્ષકે ઘર બનાવવા જાતે ઉગાડ્યા વાંસ

સુંદર કોકિલા રેસીડેન્સ, કોયમ્બતુર

વિનોથ કહે છે, “આ પ્રોજેક્ટ સાત મહિના પહેલા શરૂ થયો હતો. ક્લાયન્ટે ઇકો-ફ્રેન્ડલી ઘર બનાવવા માટે અમારો સંપર્ક કર્યો હતો. આ ઘરમાં વરંડા, લાકડાનું રસોડું, માટીનું ફ્રિજ જેવી ઘણી પરંપરાગત વ્યવસ્થાઓ સામેલ છે. આ ઘરનું અડધું કામ થઈ ગયું છે.”

તે જણાવે છે, “2600 ચોરસ ફૂટનું ઘર 2 એકરમાં ફેલાયેલા એગ્રો-ફોરેસ્ટ્રીની વચ્ચે બનાવવામાં આવી રહ્યું છે, જેમાં 3 બેડરૂમ, 1 રસોડું અને બાથરૂમ પણ છે.” ઘરની દિવાલો ઈંટ, ચૂનો, માટી અને પથ્થરોમાંથી બનેલી છે. તો પ્લાસ્ટરનાં રૂપમાં ચૂનો અને સુર્ખીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ફ્લોર બનાવવા માટે ટેરાકોટા અને કુદરતી પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તેઓ જણાવે છે કે ઘરની છત બનાવવા માટે મેંગ્લોર ટાઇલનો ઉપયોગ કરવાની સાથે મદ્રાસ ટેરેસ રૂફ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. છત બનાવવા માટે આ પરંપરાગત તકનીકમાં લાકડા, ઈંટ અને ચૂનાનો ઉપયોગ કરવામાં આવે છે.

તેઓ જણાવે છે, “સિમેન્ટમાંથી આ પ્રકારનું ઘર બનાવવામાં લગભગ 70 લાખનો ખર્ચ થાય છે, જ્યારે તમે અમારી ટેક્નોલોજીથી ઘર બનાવશો તો 60 લાખનો ખર્ચ થશે.”

Sustainable Architecture

આ પણ વાંચો: બાંચા ગામઃ દેશનું પહેલું એવું ગામ જ્યાં તમામ ઘરોમાં સૌર ઉર્જાથી બને છે રસોઈ

ભૂથા આર્કિટેક્ટ્સ તેમના પોતાના કુદરતી રંગો બનાવે છે

વિનોથ અને ગૌતમ પ્રવાસના ખૂબ જ શોખીન છે. થોડા વર્ષો પહેલા તે રાજસ્થાન ગયા હતા. ત્યાં તેમણે કુદરતી રંગો તૈયાર કરવાની કળા શીખી. આ અંગે ગૌતમ જણાવે છે કે આજે તે હળદર, ઈન્ડિગો, મંજીષ્ઠા, દાડમની છાલ, પીળા ગલગોટા, લાલ ગુલાબ જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને કુદરતી રંગો બનાવે છે.

તે જણાવે છે, “આ વસ્તુઓને વિવિધ વાસણોમાં ઉકાળવામાં આવે છે અને રંગની જાડાઈ તમને કેટલી જરૂર છે તેના પર નિર્ભર કરે છે. પાણીને રંગીન કર્યા પછી, તેને ફિલ્ટર કરવામાં આવે છે અને કપડાને ઓછામાં ઓછા અડધા કલાક સુધી તેમાં પલાળી રાખવામાં આવે છે. કાપડમાં સૂકાયા પછી, તેને ફરીથી ઉકળતા પાણીમાં રોક સોલ્ટ અથવા ફટકડી વડે ટ્રીટ કરવામાં આવે છે, જેનાથી રંગો લાંબા સમય સુધી ટકી રહે છે.”

તેઓ જણાવે છે કે કલર બની ગયા પછી કચરો જમીનમાં સરળતાથી વિઘટિત થાય છે અને પાણી જમીનની અંદર જાય છે. કેમિકલ મુક્ત હોવાથી તે જમીનને કોઈ નુકસાન કરતું નથી.

તેમણે આ ટેક્નિક વિદ્યાર્થીઓને શીખવવા માટે કોઈમ્બતુરની સ્થાનિક આર્કિટેક્ચર સ્કૂલમાં બે વર્કશોપનું પણ આયોજન કર્યું હતું, જેમાં 60 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Sustainable Architecture

આ પણ વાંચો: ચાર પાસ ગુજરાતી ખેડૂતે 20 લાખના ખર્ચે પક્ષીઓ માટે બનાવ્યું ઘર, જરા પણ ઉતરતું નથી બંગલાથી

Bhutha Architectsનો ભારતીય સ્થાપત્ય વિશે શું અભિપ્રાય છે?

વિનોથ ભારતીય આર્કિટેક્ચર વિશે કહે છે, “તે લોકોના જીવન, સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલ છે. દેશના દરેક ભાગની પોતાની અલગ રચના છે. ભારતીય સ્થાપત્યની મહાનતા જૂના જમાનાની રચનાઓ દ્વારા સરળતાથી સમજી શકાય છે. અમારો ઉદ્દેશ્ય કલા અને ટેકનોલોજી વચ્ચેના આ મિશ્રણને પ્રોત્સાહન આપવાનો છે.”

તે અંતમાં કહે છે, “અમારો ભાર ઘરો બનાવવાની આધુનિક રીતોમાં કુદરતી સંસાધનોને પ્રોત્સાહન આપવા પર છે, જેથી કરીને આપણી ઓળખનું રક્ષણ કરતી વખતે, તે જળવાયુ પરિવર્તન સંબંધિત પડકારોને પણ લગામ લાગી શકે. અમે આ માટે અમારી સંશોધન અને વિકાસ પ્રક્રિયાને વધુ મજબૂત કરીશું.”

જો તમે Bhutha Architectsનો સંપર્ક કરવા માંગતા હો, તો અહીં ક્લિક કરો અથવા 9965595556 પર પણ કૉલ કરી શકો છો.

સંપાદન: કિશન દવે

આ પણ વાંચો: નશીલા છોડ ભાંગમાંથી બનેલું દેશનું પહેલું ઘર, આર્કિટેક્ટ કપલે બનાવ્યુ છે ઈકો-ફ્રેન્ડલી હોમસ્ટે

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X