મીઠો લીમડો-કોઈપણ ભોજન લીમડા વગર અધુરું છે. ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં મીઠા લીમડાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. ભોજન ઉપરાંત લીમડો સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. દક્ષિણ ભારતમાં મીઠા લીમડાનો ઉપયોગ વધારે થાય છે. જોકે, ઉત્તર ભારતમાં પણ હવે તેનો ઉપયોગ વધ્યો છે. લીમડાને લઈને સૌથી મોટી મુશ્કેલી ત્યારે ઊભી થાય છે જ્યારે મીઠો લીમડો તમને બજારમાં ઉપલબ્ધ નથી થતો. આ કારણે સૌથી ઉત્તમ એ જ છે કે, તમે ઘરે જ મીઠા લીમડાનો છોડ ઉગાડો અને રોજ તાજો જ મીઠો લીમડો પોતાના ભોજનમાં ઉપયોગ કરો.
વિશાખાપટ્ટનમમાં ગત અઢી વર્ષથી ગાર્ડનિંગ કરી રહેલી રચનાએ જણાવ્યું કે, આખા વર્ષ દરમિયાન મીઠા લીમડાનો છોડ ગમે ત્યારે લગાવી શકાય છે પરંતુ, તાપમાનનો જ થોડો ફેર પડે છે. આથી વધારે ઠંડી હોય ત્યારે તેને ન લગાવવો જોઈએ. તમે મીઠા લીમડાનો છોડ ઉનાળો અથવા તો વરસાદ અથવા શિયાળો શરુ થાય તે પહેલા લગાવો તો ઉત્તમ રહેશે.
તમે મીઠો લીમડો લગાવવા માટે છોડના બી, કટિંગ અને રોપાથી પણ લગાવી શકો છો. રચના જણાવે છે કે, રોપાથી મીઠો લીમડો વાવવો એ ઉત્તમ રીત છે. કારણકે તેનાથી છોડ જલદી વધે છે. બાકી જો તમે બીજથી વાવવા ઈચ્છતા હોવ તો એ ધ્યાન રાખો કે, બીજ સૂકાયેલા ન હોય. કટિંગ માટે તમારે ડાળી લેવી પડશે. જે આછા બ્રાઉન રંગની હોય. કટિંગને નીચેથી છોલી લો અને પછી તેને રુટિંગ હોર્મોન પાઉડરમાં ડૂબાડીને કૂંડામાં રોપી શકો છો.

મીઠો લીમડો ઉગાડવા શું શું જોઈએ?
તમારે 8થી લઈને 12 ઈંચ જેટલું કૂંડું લેવું જોઈએ. તમે ઈચ્છો તો પ્લાસ્ટિકની જૂની બાલટીનો ઉપયોગ પણ કરી શકો છો. જે પણ તમે ઉપયોગ કરો તો, એવી કોશિશ કરો કે, તેમાં ડ્રેનેજ માટે બે-ત્રણ છિદ્ર હોય. જેથી પાણી માટીમાં વધારે સમય સુધી ન રહે.
પોટિંગ મિક્સ (ખાદ્ય મિશ્રણ) તૈયાર કરવા માટે માટી અને રેતીનું મિશ્રણ કરો અને ફરી તેમાં છાણનું ખાતર અથવા તો વર્મીકમ્પોસ્ટ ભેળવો. તમે બીજ અથવા તો કટિંગને લગાવી શકો છો.

કેવી રીતે લગાવશો?
-કૂંડામાં પોટિંગ મિક્સ નાખો અને તેમાં બીજ અથવા તો કટિંગ લગાવો.
-હવે પાણી આપો અને આ જ કૂંડુ શરુઆતથી જ એવી જગ્યાએ રાખો જ્યાં આછો સૂર્યપ્રકાશ આવતો હોય.
-રોજ પાણી આપતા પહેલા તપાસો કે માટી વધારે પડતી ભીની તો નથી ને. જો માટી સૂકાયેલી હોય તો જ પાણી આપો.
-આશરે 15 દિવસ પછી તમારુ બીજ અથવા કટિંગ અંકુરિત થઈને વધવા લાગશે.
-જ્યારે તમારો છોડ એક મહિનાનો થઈ જાય તો તમે એવી જગ્યાએ રાખી શકો છો કે જ્યાં દિવસમાં ઓછામાં ઓછા 6 કલાક સૂર્યપ્રકાશ આવતો હોય.

ખાસ ટિપ્સઃ
-શિયાળામાં આખો દિવસ છોડ તડકામાં રહે તો કોઈ મુશ્કેલી નથી જોકે, ગરમીમાં તાપમાન 35 ડિગ્રીથી ઉપર ચાલી જાય તો છોડની ઉપર ગ્રીન નેટ લગાવી શકો છો.
-એક મહિનામાં છોડને કોઈ પોષણ આપી શકો છો. કોશિશ કરો કે બદલી-બદલીને પોષણ અપાય જેમ કે, ખાતર, ક્યારેક સરસવ, ક્યારેક લીમડો તો ક્યારેક તમે વર્મીકમ્પોસ્ટ નાખી શકો છો.
-આ સાથે જ, વચ્ચે-વચ્ચે તમે છોડવાઓની માટી ઉપર-નીચે કરતી રહેવી જોઈએ.
રચનાએ કહ્યું કે, મીઠા લીમડાનું એક ઝાડ તમને અનેક વર્ષ સુધી તાજા પાન આપી શકે છે. સારા પરિણામ માટે તમે પ્રૂનિંગ પણ કરી શકો છો. તો પછી મોડું શા માટે ? તમે પણ તમારા ઘરમાં મીઠા લીમડાનો છોડ લગાવો અને સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણો.
મૂળ લેખ: નિશા ડાગર
આ પણ વાંચો: માટી વગર પાણીમાં જ ઘરે સરળતાથી ઉગાડો ફૂદીનો, જાણો કેવી રીતે?