જેમ જેમ ઉંમર પસાર થાય છે તેમ તેમ લોકો પોતાનું જીવન આરામથી જીવવાની ઈચ્છા રાખે છે. આજે અમે તમને એવી જ મહિલા સાથે મુલાકાત કરાવીશું. જેમણે પોતાની વિટામીન ડીની ઉણપ પૂરી કરવા માટે ઘર પર જ જૈવિક ગાર્ડન તૈયાર કર્યુ છે. અમે વાત કરી રહ્યા છે ચેન્નાઈની 65 વર્ષના જયંતી વૈદ્યનાથનની. જયંતીને વર્ષ 2013માં વિટામીન ડીની ઉણપ વિશે જાણ થઈ હતી. ડોક્ટરે તેમને કેટલીક દવાઓ, તાજા ફળ-શાકભાજી આરોગવાનું અને અડધો કલાક તડકામાં બેસવાનું સૂચન કર્યું હતું. બસ પછી શું હતું. જયંતીએ પોતાના ઘરમાં જ લીલોતરી બગીચો બનાવવાનું નક્કી કરી લીધું. આજે તેના શાનદાર બગીચામાં 250 કરતા પણ વધારે ફળ, ફૂલ અને શાકભાજીઓ લહેરાય છે. છેને બાકી રસપ્રદ વાત! આવો વિસ્તારથી જાણીએ મેડવક્કમ, ચેન્નાઈના આ ટેરેસ ગાર્ડનિંગ એક્સપર્ટ્સની સ્ટોરી…
જયંતી કહે છે કે,’ડોક્ટર દ્વારા જણાવવામાં આવેલી દવાઓ ઉપરાંત, હું પાલકની દેશી અને પોષક જાતને પોતાના આહારમાં સમાવેશ કરવા ઈચ્છતી હતી. જેના માટે મેં પોતાની છત પર, કેટલીક દેશી જાતો ઉગાડવાનો નિર્ણય કર્યો હતો.’

જયંતીએ પાલકની દેશી જાતો, મૂલઈ કિરઈ (ચૌલાઈ) અને પસલઈ કિરઈ (પાલક)ને એક ગ્રો બેગમાં ઉગાડી. જેને તે એક નર્સરી પાસેથી ખરીદીને લાવી હતી. કેટલાક અઠવાડિયામાં, છોડવાઓ સારી રીતે વિકસીત થઈ ગયા હતાં. આ રીતે, તાજી જ લીલા શાકભાજીઓને ઉગાડીને તેઓ પોતાના આહારમાં ઉપયોગમાં લે છે. પોતાની આ સફળતા જોઈને તેમણે અન્ય દેશી જાતોની ફળ-શાકભાજી તેમજ ફૂલ ઉગાડવાની પ્રેરણા મળી હતી.
આજે તેમના ઘરમાં 250થી વધારે છોડવાઓ છે. જેમાં 20 પ્રકારના શાકભાજી અને છ પ્રકારની દેશી પાલક, 10 પ્રકારના છોડ વગેરેનો સમાવેશ થાય છે. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા જયંતીએ જણાવ્યું કે કોંક્રીટથી ઘેરાયેલી બિલ્ડિીંગો વચ્ચે, પોતાના આ ટેરેસ ગાર્ડનની દેખરેખ કેવી રીતે કરવામાં આવે છે.

જૈવિક પોટિંગ મિક્સ અને જૂના ફ્રિઝ
પાલકના પહેલા પાક પછી તેમણે અનુભવ કર્યો કે પાલક સ્વસ્થ અને સારી રીતે નથી ઉગી રહ્યા કારણકે તેઓ પોટિંગ મિક્સ તરીકે પોતાના આંગણની માટીનો જ ઉપયોગ કરી રહ્યા હતાં.
તેમણે જણાવ્યું કે, ‘આ મુશ્કેલીને દૂર કરવા માટે મેં ચેન્નાઈના એક અનુભવી ટેરેસ ગાર્ડનર દ્વારા આયોજીત એક વર્કશોપમાં ભાગ લીધો. જેમાં મે જૈવિક પોટિંગ મિક્સ કરવા વિશે ઘણું શીખ્યું. તેમણે અમને પોટિંગ મિક્સ કરવા માટે સૂકા પાન અને કોકોપીટના ઉપયોગ વિશે શીખવાડ્યું હતું.’
જૈવિક પોટિંગ મિક્સ બનાવવા માટે તેમણે યુ ટ્યૂબ પર પણ અનેક વિડીયો જોયા હતા, બ્લોગ વાંચ્યા અને કેટલાક વોટ્સએપ ગ્રુપ માધ્યમથી કેટલાક જાણકાર ગાર્ડનર સાથે પણ વાત કરી હતી. પોતાના ઝાડ-પાનને સારી રીતે વિકસિત કરવા માટે હવે તેઓ સૂકા પાન, ખાતર અને રસોઈના ભીના કચરાથી બનેલા પોષક મિશ્રણનો ઉપયોગ કરે છે.

જયંતીએ પોતાના આ જૈવિક પોટિંગ મિક્સને ટેરાકોટાના કેટલાક કુંડામાં ભર્યા છે. આ સાથે જ તેમાં અન્ય દેશી પાલકના બીજ લગાવ્યા છે. જેમાં મુડકતન કિરઈ (Balloon Vine/કાનફૂટા) અને પોનંગન્ની કિરઈ (Dwarf Copperleaf/ગુધડીસાગ)
તેમણે આગળ જણાવ્યું કે, ‘નવા જૈવિક પોટિંગ મિક્સના પ્રયોગથી, આ જાતો એકદમ સ્વસ્થ છે અને તેમની ઉપજ પણ સારી છે. ગત સાત વર્ષથી અમે બજારમાંથી પાલક નથી ખરીદતા અને ઘરમાં ઉગાડેલા પાલકનો જ ઉપયોગ કરી રહ્યા છે.’ વર્ષ 2014માં, તેમણે કેટલાક અન્ય પ્રકારની ફળ-શાકભાજી ઉગાડવા માટે વધારે ગ્રો બેગ ખરીદ્યા છે.

જયંતીએ કહ્યું, ‘મેં ટામેટા, મરચા, ભિંડી અને લિંબૂ ઉગાડવાથી શરુઆત કરી હતી. વ્હોટ્સએપ ગ્રુપના માધ્યમથી જોડાયેલા અનેક ગાર્ડનરથી મેં ફળ-શાકભાજીના બીજ ખરીદ્યા હતાં. તેમણે મને અનેક રીતે ઉગાડવાની રીત બતાવી.’
દૂધી, મોરિંગા અને લીંબૂ વગેરે ઉગાડવા માટે, જયંતીએ જૂના ફ્રીજ અને બાથ ટબને બેડ બનાવવા માટે રિસાયકલ કર્યા. આ જૂની ચીજો, તેમણે ભંગારવાળા પાસેથી 100 રુપિયામાં ખરીદી હતી. ફ્રીજમાંથી દરવાજા હટાવ્યા અને પાણી નીકળે તે માટે તેમાં છિદ્ર કર્યા હતાં.
તેણે કહ્યું કે,’મેં ભંગારવાળા પાસેથી 10 સિંગલ ડોરના ફ્રિજ અને બાથટબ ખરીદીને તેમને રિસાયકલ કર્યું. જે પછી મેં તેમાં સુકા પાન નાખવાના અને પછી તેને જૈવિક પોટિંગ મિક્સથી ભરી લેવાનું. જેમાં મેં કોબી, મકાઈ, શેરડી વગેરે ઉગાડી છે અને મોરિંગા તથા લીંબૂ જેવા ઝાડ પણ ફ્રિઝમાં ઉગાડી રહ્યા છે.’ જયંતીએ આગળ કહ્યું કે તે ગાજર અને મૂળી જેવી શાકભાજી પણ રિસાઈકલ કરવામાં આવેલી પ્લાસ્ટિક બોટલોમાં ઉગાડવામાં આવે છે.
આ રીતે ઘરે બનાવો કીટનાશક
જયંતી રોજ સવાર-સાંજ ત્રણ કલાક પોતાના બગીચામાં પસાર કરે છે. માટીને સ્વસ્થ તથા ઉપજાઉ બનાવવા માટે, ખાસ તો ગરમીના વાતાવરણમાં પોતાના ઘર પર જ જૈવિક ખાતર બનાવીને ઉપયોગ કરે છે. જોકે, બે વર્ષ પહેલા, તેમણે ‘નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક ફાર્મિંગ’ (NCOF) દ્વારા નવાચાર કરવામાં આવેલા ‘વેસ્ટ ડિકમ્પોઝર’ (WDC) ઘોલ વિશે શીખ્યું હતું.

તેમણે જણાવ્યું કે, ‘વેસ્ટ ડીકમ્પોઝર ઘોલનો ઉપયોગ કરવામાં હું બે કિલો ગોળ અને 200 લીટર પાણી મેળવીને એક જૈવિક ખાતર તૈયાર કરે છે. આ ઉપરાંત, હું આ મિશ્રણના એક ભાગમાં પાંચ ભાગ પાણી મિક્સ કરું છું અને પોષણ તરીકે, હું પોતાના દરેક છોડવામાં નાખું છું. ગરમીના મહિનાઓમાં પોતાના છોડવાઓમાં પાણી આપવાના બદલે હું તેમાં ખાતર નાખું છું. મારા માટે આ છોડ બાળકો જેવા છે.’
આ ઉપરાંત ભીના કચરાને ડિકમ્પોઝ કરવા માટે વેસ્ટ ડિકમ્પોઝરનો પણ ઉપયોગ કરે છે. તે આગળ કહે છે કે, ‘ભીના કચરાને મિક્સરમાં સારી રીતે પીસીને એક અઠવાડિયા માટે ડીકમ્પોઝ થવા માટે રાખવામાં આવે છે. હું ખાતરના એક ભાગમાં પાંચ ભાગ પાણી મિક્સ કરું છું. પછી આ છોડના પોષણ માટે ખાતર તરીકે ઉપયોગ કરું છું.’
જયંતીએ જણાવ્યું કે તે એ નિશ્ચિત કરે છે કે તેની ઉપજ હંમેશા સ્વસ્થ રહે તથા કોઈપણ બીમારીથી સંક્રમિત ન થાય. આ માટે તે નાની-નાની ડુંગળીને રાતદિવસ પલાળી રાખે છે અને પ્રત્યેક છોડમાં નાખી દે છે.
જયંતીએ જણાવ્યું કે, ‘ડુંગળીથી નીકળતી તીખી ગંધ અને અન્ય એસિડના કારણે, કીડા-મકોડા છોડવાઓથી દૂર થઈ જાય છે. કેટલીક ડુંગળી તો કૂંડામાંથી સારી રીતે અંકુરિત થઈને વધવા પણ લાગે છે.’ તેમણે જણાવ્યું કે, ‘કીડાઓને દૂર કરવા માટે આ પ્રકારે લસણની કડીઓને પણ લગાવી શકાય છે.’
છેલ્લા સાત વર્ષોથી, જયંતીનો આ સુંદર બગીચો ન માત્ર તેને સકારાત્મક ઉર્જા તથા ખુશનુમા માહોલ આપે છે પરંતુ બાળકો તેમજ પૌત્ર-પૌત્રીઓને સારુ સ્વાસ્થ્ય જાળવી રાખવામાં પણ મદદરુપ થાય છે. જયંતીએ શેરડી, મકાઈ, કેળા, ડ્રેગન ફ્રૂટ(કમલમ), ગોબી તથા અન્ય છોડવાઓ ઉગાડવા માટે પણ પ્રયત્ન કર્યા છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ધાબામાં છે અંજીર, રૂદ્રાક્ષ, અજમો સહિત 1250 ઝાડ-છોડ, ઘરમાં જરૂર નથી પડતી એસીની
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.