ગોવામાં રહેતા ગુરૂદત્તે પોતાના ઘરની છત પર એક બગીચો તૈયાર કર્યો છે. જેમાં તે દાડમ, જામફળ જેવા ફળો સહિત રીંગણા, સ્વીટ પોટેટો, શીમલા મિર્ચ જેવી કેટલીય જાતની શાકભાજી પણ ઉગાવે છે.
શું તમે ક્યારેય છત પર બનેલા ફુડ ફોરેસ્ટ વિશે સાંભળ્યું છે? આજે અમે તમને લઈ જઈશું ગોવાના મડગાંવ વિસ્તારના બોરદામાં જ્યાં ગુરૂદત્ત નાયકનું ફોરેસ્ટ ગાર્ડન છે. તેઓએ પોતાના ઘરની છત અને બાલ્કનીને ફળો અને શાકભાજીના છોડથી ફોરેસ્ટ ગાર્ડનમાં બદલી નાખ્યું છે. આ ફોરેસ્ટમાં તે ચીકુ, દાડમ, કેળા, જામફળ, આંબો અને રીંગણ, દુધી, સ્વીટ પોટેટો વગેરે જેવા ફળો અને શાકભાજી ઉગાડે છે. આ સિવાય તે વિવિધ પ્રકારના એડેનિયમ પ્લાંટ પણ ઉગાડે છે.
ગુરુદત્તને ફળો અને શાકભાજીના છોડ ઉગાડવાનું ખૂબ જ પસંદ છે. આની શરૂઆત તેમને 30 વર્ષ પહેલાં કરી હતી જ્યારે તે પબ્લીક વર્ક ડિપાર્ટમેન્ટમાં જુનિયર ઇજનેરના પદ પર નિયુક્ત થયા હતા.

બે વર્ષમાં આવવા લાગ્યા ફળો
તે જણાવે છે, ‘મારા ઑફિસની ઇમારતની ચારો તરફ ખાલી જગ્યા હતી અને અધિકારી તેમાં ફુલોના છોડ વાવીને સુંદરતા વધારવા માંગતા હતા. પણ મે તેઓને જામફળ અને આંબા વાવવાની સલાહ આપી જેથી ભવિષ્યમાં આપણે આનો લાભ મળી શકે. અધિકારી માની ગયા. મે નજીકની નર્સરીમાંથી છોડ ખરીદ્યા અને તેને સાવધાનીપૂર્વક ઇમારતની આસપાસ લગાવ્યાં. બે વર્ષ પછી તેમાં ફળો આવવા લાગ્યાં’.

ફળો અને શાકભાજીથી ભરેલું ટેરેસ ગાર્ડન
2010 માં ગુરુદત્ત મડગાંવમાં ફરજ બજાવતા હતા અને પોતાની પત્ની અને બે બાળકો સાથે એક અપાર્ટમેન્ટમાં રહેવા ગયા. તેમના ઘરમાં એક નાની બાલ્કની હતા જેમાં બગીચો શરુ કરવાનો નિર્ણય લીઘો. તેમનો ઉદ્દેશ રોજ ઉપયોગમાં લેવાતી શાકભાજી અને ફળોને ઉગાવવાનો હતો.
દૂધના કેરટમાં વાવ્યા છોડ
ગુરુદત્ત કહે છે, ‘મે ડુંગળી અને મરચાથી શરૂઆત કરી. સ્થાનિક દૂધવાળા કેરટ ફેકી દેતા હતા. મે તેને રિસાઇકલ કરીને તેમાં છોડ ઉગાવવાનો નિર્ણય લીધો. મે એક સ્થાનિક નર્સરીમાંથી ઓર્ગેનિક પૉટિંગ મિક્સ અને કેટલાક બીજ ખરીદી કર્યા અને કામ કરવાનુ શરૂ કર્યું. તે સમયે મને ખ્યાલ નહોતો કે કંપોસ્ટિંગ કે જૈવિક ખાતર કેવી રીતે મારા છોડને વધવામાં મદદ કરી શકે છે. એટલે હું છોડને રોજ પાણી આપતો જ્યારે છોડ મોટા થઈ જતા અને કોઈ છોડમાં બીમારી આવે તો હું કીટનાશક તરીકે લીંબોળીના તેલનો ઉપયોગ કરતો. કેટલાક મહીનાની અંદર જ હું ફળ-શાકભાજી લેતો થઈ ગયો’.

ગુરુદત્ત નિયમિત રીતે ગોવામાં આયોજિત થતા ફ્લાવર શો અને ખેતીથી સંબંધિત પ્રદર્શનોમાં ભાગ લેતા. ત્યાંથી તે વિવિધ પ્રકારના છોડ અને બીજ ખરીદતા. બાગવાની માટે તે કલરની ખાલી બાલ્ટી, પાણીના ડ્રમ અને ટુટેલા સીપીયુ અને કેટલીય નકામી વસ્તુઓ ભેગી કરતા.
તુટેલા વૉશબેશિન અને પાઇપનો ઉપયોગ કરવાની છે યોજના
ગુરુદત્ત જણાવે છે, ‘મે ડુંગળીને દૂધના કેરટમાં જ્યારે રીંગણા, ટમેટા, દૂધી, શિમલા મિર્ચ, પાલક સહિત અન્ય શાકભાજીને 20 લિટરવાળા કલરના ખાલી કેન (ડબ્બા)માં ઉગાવ્યાં. શરૂઆતમાં, આમાંના કેટલાક પહેલા મારી બાલ્કનીમાં ઉછરતા હતા, પણ જગ્યા બહું નાની હોવાથી મે અપાર્ટમેન્ટ એસોસિએશનની મંજૂરી લઇને છોડને કોમન ટેરસમાં રાખી દીધા. વિવિધ કન્ટેનરમાં છોડને ઉગાવવાના કામને મે પોતાના માટે એક પડકાર સમજી કર્યું. ભવિષ્યમાં, હું છોડને ઉગાવવા માટે તુટેલા વૉશબેશિન અને પાઇપ વગેરેને ખરીદવાની યોજના બનાવી રહ્યો છું.

ફળોની ખેતી
આ પ્રદર્શનીઓમાં ગુરુદત્તે શાકભાજી સિવાય ફળોના બીજ પણ ખરીદ્યા હતા. છોડ વાવતા પહેલાં તેણે શહેરી બાગવાની દ્વારા આયોજિત વર્કશોપમાં પણ ભાગ લીધો જેથી તે યોગ્ય રીતે છોડનો વિકાસ કરવાની રીત સમજી શકે. તે કહે છે તેણે પ્રદર્શનીઓમાં આવેલા ખેડૂતો સાથે વાત કરી તેમની સલાહ લીધી આજે તે ચીકુ, જામફળ, કેળા અને કેરી જેવા ફળોના ઝાડ ઉગાવે છે.
કીટનાશક તરીકે લીંબોળીના તેલનો ઉપયોગ
ગુરદત્ત કહે છે, ‘ફળોના છોડને વાવવાની સાથેસાથે મે બાગવાની અંગે પણ વધુ જાણકારી મેળવવાની શરૂ કરી દીધી. મે ઓર્ગેનિક પૉટિંગ મિક્સમાં થોડાક કોકાપીટ મેળવીને છોડ લાગવ્યા. તે સિવાય છોડને પોષક તત્વ પ્રદાન કરવા માટે સ્થાનિક નર્સરીમાંથી ખાતર પણ ખરીદી લીધું. કીટનાશકના રૂપમાં લીંબોળીના તેલનો ઉપયોગ કર્યો, જે એક પ્રદર્શનીમાંથી ખરીદ્યું હતું.’

ગુરુદત્તે સૌપ્રથમ દાડમનો છોડ લગાવ્યો. આ માટે, તેણે પોતાની બાલ્કનીની બાજુની છતને પ્લાન્ટ-બેડમાં ફેરવી નાખ્યો અને કારીગરોની મદદથી 3 ફુટ ઉંચાઇની ઈંટની વંડી બનાવી અને આ ક્ષેત્રને બે ભાગમાં અલગ કરી નાખ્યો. ત્યારબાદ આને પૉટિંગ મિક્સ અને કોકોપીટથી ભરી દીધો. તેણે એક બાજુ દાડમ અને બીજી બાજુ લીંબુના છોડ વાવ્યાં.
તે કહે છે, ‘હું દર વર્ષે દસથી વધુ દાડમના ફળનો પાક લવ છું. પણ ગયા વર્ષે મે દાડમના એક છોડમાંથી 35 થી વધુ ફળ લીધા. આ અત્યાર સુધીની સૌથી સારી સિઝન હતી. મે લીબુંની ત્રણ જાત રોપી છે, એક નાના અન એક ગોળ આકારના અને બીજી લાંબા અને ત્રીજી જાતના લીબું બીજા કરતા થોડા વધારે મીઠા છે.
આડોશ-પાડોશમાં કરે છે શાકભાજી-ફળોનું વિતરણ
ગુરુદત્ત કહે છે કે તે દરવર્ષે લગભગ એક છોડમાંથી 3 કિલોથી વધુ ફળોનો પાક લે છે. તે આને દોસ્તો અને આડોશ-પાડોશમાં વહેંચી દે છે. ગુરુદત્તને બાળપણથી ઓળખતી તેમની પારિવારિક મિત્ર સીરાબાઈ કહે છે કે, ‘આ છોકરાના હાથમાં જાદુ છે. તે કંઈપણ ઉગાડી શકે છે. તેને મને પાલક, મરચા, શીમલા મર્ચ, રીંગણા મોકલ્યા છે. બધી શાકભાજીને છાપાની પસ્તી અને પ્લાસ્ટિકના કવરમાં લપેટી હતી, આથી તેને કોઈ નુકશાન નહોતું થયું. જોકે શાકભાજીને તોડ્યાને ચાર-પાંચ દિવસ થયા પણ તે હજું તાજી જ લાગી રહી છે.’

ફુલવાળા છોડ
ફળો અને શાકભાજી સિવાય ગુરુદત્તે ફુલોના લગભગ 100 જેટલા છોડ લગાવ્યા. જેમાં ચાર અલગ-અલગ જાતના એડનિયમ અને એમરિલિસ લિલિ સામેલ છે જેને ફુલદાની અને અન્ય કન્ટેનરોમાં રેતી, બગીચાની માટી અને વર્મીકંપોસ્ટના મિશ્રણથી ભરીને ઉગાડવામાં આવે છે.
“છત પર 100 થી વધુ રંગોના ફૂલ લાગેલા છે જે છતને ખુશ્બુદાર બનાવે છે અને તેની સુંદરતાને વધારે છે. મે ગોવાના પણજીમાં આયોજિત એક પ્રદર્શની જોઇને ફૂલ ઉગાડવાનું શરૂ કર્યું હતું. મે દેશભરના ડિલરો પાસેથી એડનિયમના છોડ ખરીદ્યા. હું સામાન્ય રીતે ફોન પર કે ઓનલાઇન ઑર્ડર આપું છું”.

સિદ્ધિઓ
2020ની શરૂઆતમાં તેમને ધ બૉટેનિકલ સોસાયટી ઑફ ગોવા દ્વારા આયોજિત પ્રતિયોગિતામાં ભાગ લીધો અને ઓર્ગેનિક ટેરસ ગાર્ડનની શ્રેણીમાં પ્રથમ પુરષ્કાર જીત્યો.
બૉટનિકલ સોસાયટી ઑફ ગોવાના સદસ્ય અને પ્રતિયોગિતાના નિર્ણાયક સમિતિના અલવિટો ડીસિલ્વા કહે છે, “ગુરુદત્ત એક શોખીન બાગવાન છે, જેણે પોતાના ઘરને ફુડ ફોરેસ્ટમાં બદલી નાખ્યું. તે કેટલીય જાતની શાકભાજી ઉગાવે છે જે તેના પરિવાર દ્વારા રોજ ઉપયોગમાં લેવામાં આવે છે. તેના સિવાય, તે જે ફૂલ ઉગાડે છે, તે ખૂબ જ આકર્ષક હોય છે અને તેની છત પણ સારી સુંદર લાગે છે, તેની છત અન્ય શહેરીજનો માટે એક પ્રેરણાદાયક છે.
પાણીના ડ્રમમાં સફરજન, ચેરી અને અંજીર ઉગાડવાની ઈચ્છા
ગુરુદત્ત ભવિષ્યમાં 50 લિટર પાણીના ડ્રમમાં સફરજન, ચેરી અને અંજીર ઉગાડવાની યોજના બનાવે છે.તે કહે છે, “મે સફરજન અને ચેરીના છોડ વાવ્યાને ચાર મહિના થઈ ગયા. હવે તે ખૂબ જ તેજીથી વધી રહ્યા છે. મે તેને એક દોસ્ત પાસેથી ખરીદ્યા હતા કે જે ગોવામાં એક કોમર્શિય ફાર્મ ચલાવે છે. જલ્દી જ હું દ્રાક્ષની વેલ પણ ખરીદવાનો છું, જેથી ઘર પર લોકો ખાય શકે અને હું તેમાંથી વાઇન બનાવી શકું”.
તસવીરો: ગુરૂદત્ત નાઈક
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: #ગાર્ડનગિરી: પહેલીવાર વૃક્ષારોપણ કરી રહેલાં લોકો માટે એક્સપર્ટની સલાહ!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.