Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/css/dist/block-library/style.min.css?ver=6.2.2' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/css/classic-themes.min.css?ver=6.2.2' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/plugins/ad-placer/assets/css/adp-amp-app.css?ver=1685468096' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/style.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/normalize.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/global.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/css/article.min.css?ver=1.0.0' media='all' /> Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-includes/wlwmanifest.xml" />
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/search-icon.svg" alt="Search"> Search Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-English-Icon.svg" alt="The Better India"> The Better India Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-Hindi-Icon.svg" alt="The Better India - Hindi"> The Better India - Hindi Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/TBI-Malayalam-Icon.svg" alt="The Better India - Malayalam"> The Better India - Malayalam
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/search-icon.svg" alt="Search Icon" width="32" height="32">
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/arrow.svg" alt="Nav Arrow" width="32" height="32">
Manjunath
Manjunath

શહેરની વચ્ચોવચ્ચ ઘર, છતાં મળે છે શુદ્ધ હવા, પાણી-ભોજન, સાથે જ કમાય છે 70000 રુપિયા પણ

પ્રદૂષણ વચ્ચે શુદ્ધ હવા-પાણી સાથે જ હરિયાળું ઘર અને 70000ની કમાણી પણ, કપલે આ રીતે કરી કમાલ

મંજૂનાથે અનેક દશક પહેલા, બેંગલુરુમાં એક એવું ઘર જોયું હતું, જે આજે પણ તેમના મન-મગજમાં વસેલું છે. લાલ રંગની ઈંટોથી બનાવેલું તે સુંદર ઘર, બિલકુલ માટીથી બનેલા ઘર જેવું જ લાગતું હતું. ઝાડ અને છોડથી ઘેરાયેલું, મોટી મોટી બારીવાળું મકાન, કોઈ 100 વર્ષ જૂના ઘર જેવું લાગતું હતું. તે ભવિષ્યમાં એક આવું જ ઘર બનાવવા ઈચ્છતા હતાં. જે ટકાઉ તો હોય જ અને સાથે સાથે જ પ્રકૃતિને અનુકૂળ જ બની રહે.

આજે વર્ષો પછી મંજૂનાથનું આ સપનું પૂરું થઈ ગયું છે. આજે તે એક એવા જ ઘરમાં રહે છે. ઈંટ-પથ્થરોથી બનેલું તેમનું આ ઘર સમગ્ર રીતે સોલર પાવરથી જ ચાલે છે. પાણી માટે પણ તેમનો પરિવાર માત્ર પ્રકૃતિ પર જ નિર્ભર રહે છે. પોતાની દૈનિક જરુરિયાત માટે તેઓ દર વર્ષે, હજારો લીટર વરસાદનું પાણી જ સંગ્રહ કરે છે. આ ઉપરાંત, તેઓ પોતાના ઘરેથી નીકળતા કચરાનો ઉપયોગ ખાતર બનાવવા માટે કરે છે. જેનાથી ઘરના બગીચામાં સ્વાદિષ્ટ ફળ અને શાકભાજીઓ ઉગાડી શકાય છે.

મંજૂનાથ કહે છે કે, ‘વર્ષ 2007માં અમારા સપનાનું ઘર બનીને તૈયાર થઈ ગયું હતું. બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલા અમારા એક સંબંધીએ અમને મદદ કરી હતી. તેમના ઘરના 70% ભાગમાં માત્ર ઈંટો અને પથ્થરોનો જ ઉપયોગ કર્યો છે. જેથી નિર્માણ ખર્ચ પણ 10થી 15% જેટલો ઓછો થઈ ગયો હતો. બાકીના ભાગમાં સીમેન્ટનો ઉપયોગ થયો છે.’

Sustainable

આગળ તેમણે એ પણ જણાવ્યું હતું કે, ‘ઘરનું ઈન્ટિરિયર, મારી પત્ની ગીતાએ ડિઝાઈન કર્યું હતું. આ શહેરી જીવનની એ જ મુશ્કેલી છે કે આપણે વીજળી, પાણી અને ભોજન જેવી મૂળભૂત વસ્તુઓ માટે અન્ય પર નિર્ભર છીએ. આપણે ભૂલી ગયા છીએ કે આપણે આ જરુરિયાતોને કુદરત દ્વારા જ પૂરી કરી શકીએ છીએ. પોતાની સુવિધા માટે આપણે કારણ વગરનું પર્યાવરણને નુકસાન પહોંચાડીએ છીએ. જોકે, અમારુ ઘર અમને યાદ અપાવે છે કે આપણે જરુરિયાતોની જવાબદારી પોતે જ ઉઠાવવી જોઈએ.’

ગરમીમાં પણ ગરમ નથી થતું ઘર
મંજુ ખૂબ જ ગર્વ સાથે જણાવે છે કે, બેંગલુરુની ગરમીના વધતા તાપમાન છતાં પણ તેમના ઘરમાં કોઈ જ એરકન્ડીશન નથી. તેમણે પોતાના ઘરમાં અલગ અલગ જગ્યાઓ પર ક્રોસ વેન્ટિલેશની સુવિધા આપી છે. ઘરના મુખ્ય દરવાજાના કારણે આ ઘર, સૂરજની રોશનીથી જ ઝળહળ્યું રહે છે. જેથી વીજળી અને લાઈટની જરુર રહેતી નથી.

Sustainable

મંજુએ કહ્યું કે, ‘ઘરમાં ઈંટ અને ક્રોસ વેન્ટિલેશનના ઉપયોગના કારણે, ઘરની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતા હંમેશા 2થી 3 ડિગ્રી ઓછું જ રહે છે.’ મંજુએ એ પણ ઉમેર્યું કે આ કારણે જ આજસુધી તેમના ઘરની અંદરનું તાપમાન ક્યારેય પણ 28 ડિગ્રી સેલ્સિયસથી ઉપર વધ્યું જ નથી.

આ દંપતિ માત્ર ક્રોસ વેન્ટિલેશનન માધ્યમથી જ વીજળીની બચત કરે છે તેવું નથી, થોડા વર્ષ પહેલા તેમણે ઘરની અગાશી પર સોલર પેનલ પણ લગાવ્યા હતાં. સ્થાનિક સ્તરે પણ ઉર્જાની બચત કરવા માટે સ્થાનીક સરકારે અલગ અલગ લાભકારી યોજનાઓની શરુઆત કરી છે. આ દંપતિ, આ યોજનાઓનો લાભ ઉઠાવનાર શહેરના કેટલાક પહેલા લાભાર્થી હતાં.

Solar power

બચેલી ઉર્જામાંથી પણ હજારોમાં કમાણી
મંજુએ સોલર પેનલના ઉપયોગની જાણકારી આપતા કહ્યું કે તેમના ઘરમાં લાગેલા 10 કિલોવોટની સોલર પેનલથી આશરે 1000 યુનિટ અને ઉર્જા બને છે. જ્યારે તેમનો વપરાશ તો માત્ર 250 યુનિટ જ છે. આ કારણે તેઓ બચેલી ઉર્જાને વીજળી વિભાગને વેચી દે છે.

રાજ્ય સરકારની સૌર યોજના અનુસાર વીજળી વિભાગ 9 રુપિયા પ્રતિ યુનિટના હિસાબે ચૂકવણી કરે છે. આ રીતે વધારાની ઉર્જાથી મંજૂ અને ગીતાને આશરે 70000 રુપિયા વાર્ષિક નફો પણ થાય છે.

આ વિશે મંજૂ જણાવે છે કે, ‘આ કોન્ટ્રાક્ટ 25 વર્ષ સુધી રહે છે. અમારે સોલર પેનલ લગાવવામાં 9 લાખ રુપિયાનો ખર્ચ થયો હતો. જે હવે વસૂલ થઈ ગયો છે. આમ તો સોલર પેનલ લગાવવી એક મોટો ખર્ચ છે પરંતુ રોકાણમાં પૂરી ગેરંટી પણ મળે છે.’

Rain water harvesting

વરસાદનું પાણી એકઠા કરવાની રીત
એકબાજુ અમે અને તમે સવારે મોં ધોવા માટે પણ નગરપાલિકાના પાણીની રાહ જોઈએ છીએ ત્યારે મંજૂ અને તેની પત્ની દરેક જરુરિયાત માટે માત્ર વરસાદના પાણી પર જ નિર્ભર રહે છે. તો તેઓ આટલું પાણી કેવી રીતે સંગ્રહ કરે છે?
તેમનું ઘર એક ઢાળવાળા વિસ્તારમાં જ બન્યું છે. આ કારણે તેમણે ઘરના બગીચાને એવી રીતે ડિઝાઈન કર્યું છે કે સમગ્ર વરસાદનું પાણી એક ખાડામાં થઈને જમીનની અંદર જ ભેગું થાય છે. ત્યાં જ રેતી અને કાંકરાઓની મદદથી પાણી ફિલ્ટર થઈને બોરવેલમાં જમા થાય છે. આ રીતે જળસ્તર પણ સારુ રહે છે અને બોરવેલમાં હંમેશા પાણી ભરેલું જ રહે છે.

rain water harvesting

તેમનું કહેવું છે કે, ‘વરસાદનું પાણી એકઠું કરવાની આ રીતના કારણે અમારા ઘરમાં વાર્ષિક 4 લાખ 50 હજાર લીટર પાણી એકઠું થાય છે. જેમાંથી બે લાખ લીટરનો જ વપરાશ થાય છે અને બાકીનું પાણી ભૂજળસ્તરને રિચાર્જ કરવા માટે કામમાં આવે છે.’
સારુ ભૂજળ સ્તર, માટીની ફળદ્રુપતા વધારવા માટે મદદ કરે છે. જેના કારણે બગીચામાં રહેલા છોડવાઓનો પણ ઉત્તમ વિકાસ થાય છે. તેમણે પોતાના બગીચામાં રિંગણા, ગાજર, મરચા વગેરે સાથે જ દાડમ, પપૈયું અને જામફળ જેવા ઝાડ પણ લગાવ્યા છે. આ છોડને તેઓ નિયમિત રીતે જૈવિક ખાતર આપે છે. જે તેમના રસોડામાંથી નીકળતા કચરામાંથી બને છે.

Gujarati news

જૈવિક ખાતરમાંથી ઉગાડે છે જૈવિક શાકભાજીઓ
મંજૂએ જણાવ્યું કે, ‘અમે પોતાના ઘરે કચરો જમા કરવા માટે બે ડબ્બાઓનો ઉપયોગ કરીએ છીએ. બન્ને ડબ્બાઓની ક્ષમતા 40 કિલો છે. કચરામાંથી ખાતર બનાવવા માટે આપણે કચરામાં જૈવિક ખાતર પણ ભેળવીએ છીએ. આ રીતે અમે એક મહિનામાં એક ક્વિન્ટર પોષક તત્વોથી ભરપૂર ખાતર તૈયાર કરીએ છીએ.’

શહેરી વિસ્તારમાં આ રીતે કુદરતી રીત અપનાવીને મંજૂ અને ગીતા એકદમ સ્વસ્થ જીવનશૈલીનો આનંદ લઈ રહ્યાં છે. જેમને તાજી હવા અને પાણીની સાથે જ સ્વસ્થ ભોજનનું સુખ પણ મળી રહ્યું છે.

આશા છે કે, તમને પણ આ બન્નેની જીવનશૈલીથી પ્રેરણા મળી હશે અને તમે પણ ઘરને આત્મનિર્ભર બનાવવાની દિશામાં પગ જરુર ઉપાડશો…

મૂળ લેખ: GOPI KARELIA

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: 1 લીમડો કાપવાના દુ:ખમાં વાવ્યાં સંખ્યાબંધ ઝાડ-છોડ, ઘર બન્યું આધુનિક નંદનવન, છતાં લાઈટબિલ ‘ઝીરો’

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/close-icon.png" width="32" height="32" alt="close-icon" />
Notice (8): Undefined index: api_key [APP/Controller/PageprocessController.php, line 111]
Notice (8): Undefined index: site_id [APP/Controller/PageprocessController.php, line 112]
/wp-content/themes/thebetterindia/assets/img/icons-share.png" alt="_tbi-social-media__share-icon" width="32" height="32">