કેરળના કોટ્ટાયમની હરિયાળા પહાડો વચ્ચે મેંગ્લોર-ટાઈલ્સથી બનેલા આ બંગ્લોની ખૂબસૂરતી જોવા લાયક છે. 4-બેડરૂમ વાળા આ બંગ્લોને ઈકો હાઉસ નામે ઓળખવામાં આવે છે. આ બંગ્લોની ડિઝાઈન તમને આકરા તાપ અને ગરમીથી બચાવે એવી છે.
ત્રાવણકોરની પારંપારિક વાસ્તુકલાથી પ્રેરિત અમૃતાના બંગ્લોમાં ફ્રી-ફ્લોઈંગ સ્પેસ(એક એવી જગ્યા જ્યાં તમને મુક્ત મને ફરતા કોઈ રોકી ના શકે) અને મોટી બારીઓ છે. એક તરફ મોડર્ન આર્કિટેક્ચરનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે, તો બીજી તરફ સૂરજનો રોશની માટે ઘરના આંગણામાં જગ્યા પણ રાખવામાં આવી છે.

આ ઘર પુરી રીતે ક્લાઈમેટ રિસ્પોન્સિબ છે. જે રૂમમાં પોતાનું આગવું માઈક્રોક્લાઈમેટનું નિર્માણ કરી લે છે. આ ઘરનું નિર્માણ અમૃતા કિશોરે કર્યું છે. જે સ્થાનિક અને સસ્ટેનેબલ(ટકાઉ)આર્કિટેક્ચરને પ્રોત્સાહન આપવાની દિશામાં કામ કરનારી આર્કિટેક્ચરલ ફર્મ એલિમેન્ટલની સંસ્થાપક છે.
આ ઘરમાં 7,500 લિટર રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની સાથે જ કમ્પોસ્ટિંગ સિલન્ડર(ખાતર બનાવવાના ડબ્બા)ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, કાલિકટ(2016) અને યુનિવર્સિટી ઓફ નોટિંઘમ(2018)માં અભ્યાસ કરનારી અમૃતા માટે આ ઘર બેહદ ખાસ છે. માત્ર એટલે નહીં કે, આ તેની પહેલી સ્વતંત્ર પરિયોજના છે, અને તેણીએ આ ઘર તેના માતા-પિતા માટે બનાવ્યું છે.
અમૃતાને 2019માં રોયલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ પ્રેસિડન્ટના એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી. ધ બેટર ઈન્ડિયા સાથેની વાતચીતમાં તેણી કહે છે કે, મારા માતા-પિતાનો કેરળમાં ઉછેર થયો છે અને નોકરી માટે દુબઈ ચાલ્યા ગયા હતા. દુબઈમાં બન્ને પોતાના જીવનથી ખૂબ ખુશ છે. પરંતુ તેને હંમેશા ઘરની યાદ આવતી હતી. તેનું સપનું એક એવા ઘરનું હતું જેમાં મોટું ફળિયું અને ગાર્ડનિંગ માટેની પણ જગ્યા હોય.
તમામ મૂળભૂત સંસાધનોથી પરિપૂર્ણ આ ઘર તેને ત્રાવણકોરના ભવ્ય મહેલોની યાદ અપાવે છે. ઘરમાં ખુલ્લી જગ્યાને પ્રાથમિકતા આપવામાં આવી છે. સાથે સાથે તેમાં વધુ સજાવટ કરવામાં આવી નથી. આ ઘરને બનવવાનું કામ વર્ષ 2018માં શરૂ થયું હતું અને વર્ષની અંદર જ તૈયાર પણ થઈ ગયું હતું.

અમૃતાના પિતા કે.એમ.પટ્ટાસેરી કહે છે કે, અમે એસી વિના રહી શકીએ તે માટે અમારી મુખ્ય જરૂરિયાત કેરળના પારંપારિક ઘરોની જેમ સારી હવા અને પ્રકાશને સુનિશ્ચિત કરવાની હતી.
એક આત્મનિર્ભર ઘર
આ ઘર સંપૂર્ણ પ્રાકૃતિક છે. અહીં કંઈપણ સજાવટી લાગતું નથી. ઘરમાં નેચરલ વેન્ટીલેશન છે. અહીં ગરમીમાં એસીની જરૂર પડતી નથી. મોટા ભાગની નિર્માણ સામગ્રી સ્થાનિક છે. જ્યારે શાકભાજી અને ફળો માટે ગાર્ડનિંગ કરવામાં આવ્યું છે. આમ આ ઘર સંપૂર્ણ રીતે આત્મનિર્ભર છે.
અમૃતાએ આ ઘર બનાવવામાં મેંગ્લોર ટાઈલ્સ અને આગમાં પકવેલી માટીની ઈંટો જેવી સ્થાનિક વસ્તુનો ઉપયોગ કર્યો છે. જેને કારણે ખર્ચ ઓછો થવા ઉપરાંત આ સંસાધનોના ઉપયોગથી પરિવહનમાં કાપ આવ્યો. જેને કારણે કાર્બન ફૂટપ્રિન્ટને ઓછી કરવામાં મદદ મળી.

ઉલ્લેખનીય છે કે, મંગ્લોર ટાઈલ્સ લાલ માટીની હોય છે અને ઘણી મજબૂત હોય છે. આ ઘરના અંદરના ભાગમાં ઉંચી છત અને ડિઝાઈન સૌથી ખાસ છે. રસોઈની બારીઓથી લઈને વિન્ડ ટાવર સુધી ખૂબ આકર્ષક છે. અમૃતાએ ઘરનું ઈન્ટિરિયર ડિઝાઈન શાનદાર રીતે કર્યું છે.
અમૃતા કહે છે કે, સીડી પાસે વિન્ડ ટાવરનું નિર્માણ ફિઝિક્સની સ્ટેક ઈફેક્ટ હેઠળ કરવામાં આવ્યું છે. ઓછા દબાણ વાળી વિશેષતાઓને કારણે તેમાંથી ગરમ હવા નીકળે છે. આ ગરમ હવા કાઢવા માટે ચાર બારી હોય છે. જેનો ઉપયોગ ઓછો થાય છે, પર આ ઘરને ઠંડું રાખવાની એક સરળ વિધિ છે.

દુર્ગંધની સાથે સાથે ગરમ હવા બહાર કાઢવા માટે ટોઈલેટ અને રૂમની વચ્ચે એક્ઝહોસ્ટ ફેન લગાવવામાં આવ્યા છે.
તડકાથી ઘરનો અંદરનો ભાગ કેમ ગરમ થતો નથી?
આ અંગે અમૃતા કહે છે કે, છતના શેડિંગને સામાન્ય રીતે 0.6 મીટરની સામે ચારે તરફથી 1.5 મીટર સુધી વધારવામાં આવ્યું છે. જેને કારણે ઘરને પર્યાપ્ત છાયો મળે છે અને તડકાને સીધો આવતા રોકે છે.
પેસિવ કૂલિંગ ટેક્નિક અપનાવવાના કારણે તેને વીજ વપરાશ અને અન્ય ખર્ચને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. તેના વીજ બિલમાં લગભગ 20 ટકાનો ઘટાડો આવ્યો છે.

અંતે અમૃતાના પિતા કહે છે કે, આ ઘરમાં હરિયાળી અને પર્યાપ્ત તડકો અને નિરંતર સુહાની હવાના પ્રવાહને કારણે અમે વધુ સ્વસ્થ અને ઉર્જાવાન હોવાનો અહેસાસ કરીએ છીએ.
આર્કિટેક્ચરલ ફર્મ એલિમેન્ટલ સાથે સંપર્ક કરવા અહીં ક્લિક કરો.
જો તમને આ સ્ટોરીથી પ્રેરણા મળી હોય તો તમારા કોઈ અનુભવને અમારી સાથે શેર કરવા માગતા હોય તો gujarati@thebetterindia.com પર લખો અથવા facebook પર સંપર્ક કરો.
મૂળ લેખ: GOPI KARELIA
આ પણ વાંચો: ધાબામાં 300 કૂંડાં લગાવી ઉગાડે છે 20 કરતાં પણ વધારે શાકભાજી, જ્યોતિ આપે છે મહિલાઓને ટ્રેનિંગ પણ