Search Icon
Nav Arrow
Sustainable Home
Sustainable Home

ન દીવાલ, ન કોઈ AC… નાળિયેરના લાકડાથી બન્યું છે આ ઘર, નથી વાપરી એક પણ ઈંટ

પ્રકૃતિ સાથે જોડાયેલા આ ઘરમાં નથી કોઈ દીવાલ કે નથી કોઈ એસી છતાં રહે છે Cool.

આ ઘરમાં તમને એવું લાગશે નહીં કે તમે ચારેયબાજુથી બંધ છો. જ્યારે તમે અહીં બેસો છો ત્યારે એવું લાગે છે કે તમે કોઈ ઝાડ નીચે બેઠા છો.
ગોવામાં એક ગામ છે કેરોના. કેરોનાના લીલાછમ જંગલોની વચ્ચે બનાવવામાં આવેલું છે એક ઘર, કૈરોના હાઉસ. તે એક અનોખું ઘર છે જેમાં દિવાલો નથી.

પ્રકૃતિ સાથે જોડાયેલું ઘર
આ ઘર કેથરિન અને રિચર્ડ મેડિસનની માલિકીનું છે. આ ભવ્ય સસ્ટેનેબલ ઘરને આર્કિટેક્ટ ઇની ચેટર્જી દ્વારા બનાવવામાં આવ્યું છે, જ્યાંથી ચોરાઓ આઇલેન્ડની સુંદર રોલિંગ ટેકરીઓ દેખાય છે.કેરોના હાઉસની રચના કરતી વખતે ઘણી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. ઘરમાં ઇંટ અથવા કોંકરીટની દિવાલોને બદલે લાકડાના દરવાજા બનાવવામાં આવ્યા છે અને આમ સંપૂર્ણપણે પ્રકૃતિ સાથે જોડાયેલા છે.

Goa

એક ઘર બનાવવામાં લાગ્યો સાડા ચાર વર્ષનો સમય
59 વર્ષીય ચેટર્જીનું માનવું છે કે ઘર બનાવતી વખતે શક્ય તેટલું પ્રકૃતિને ઓછું નૂકશાન કરવું જોઈએ. ચેટર્જી કહે છે કે તેઓ 2004 માં ગોવા આવ્યા હતા અને ત્યાં તેમણે તેમના ઘર (ધ કોકોનટ હોમ) પર કામ કરવાનું શરૂ કર્યું હતું. ચેટર્જી કહે છે કે તેઓ છેલ્લા કેટલાક સમયથી ગોવામાં રહે છે અને તેઓને શહેરના હવામાન વિશે ખબર છે. તે એવું મકાન બનાવવા માંગતા હતા કે જેમાં પૂરતી લાઇટિંગ હોય અને સ્થળને વેન્ટિલેટેડ કરવામાં આવે જેથી એર કંડિશનિંગ સિસ્ટમની જરૂરિયાત ઓછી થઈ શકે. દીવાલ વગરના ઘરનો પ્રયોગ કર્યા પછી, તેણે મેડિસન હાઉસ પ્રોજેક્ટ (જે હવે કેરોના હાઉસ તરીકે ઓળખાય છે) પર કામ શરૂ કર્યું, અને તેને પૂર્ણ કરવામાં લગભગ સાડા ચાર વર્ષનો સમય લાગ્યો.

Kerona House

સસ્ટેનેબલ આર્કિટેક્ચર
ચેટર્જીએ બંને ઘરોમાં વૈકલ્પિક અને ટકાઉ બાંધકામ સામગ્રી તરીકે નાળિયેરનાં લાકડાંનો વ્યાપકપણે ઉપયોગ કર્યો છે. તે કહે છે કે તેણે તેની કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં, એક પ્રોજેક્ટ પર કામ કર્યું હતું જે પર્યાવરણને ઘણું નુકસાન પહોંચાડતું હતું. તેને સારું લાગ્યું નહીં અને સમય જતાં તેણે તેને બદલવાનો પ્રયાસ કર્યો અને શક્ય તેટલું ઓછું નુકસાન કરવાનો પ્રયાસ કર્યો. તે સમજાવે છે કે તેનું ઘર, નાળિયેર હાઉસ (ઓલાઉલીમમાં) અને પછી કેરોના હાઉસ તેના પ્રયત્નોનાં ઉદાહરણો છે, કારણ કે આ બંને મકાનો પ્રકૃતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે.

નાળિયેર લાકડાનો ઉપયોગ વધુ સારો કેમ છે?
નાળિયેર લાકડા વિશે વાત કરતા, ચેટર્જીએ સમજાવ્યું કે નાળિયેર કુદરતી રીતે બનતી સ્વદેશી વન પ્રજાતિ નથી અને તે વન ઇકોસિસ્ટમનો એક ભાગ નથી. તે વૃક્ષારોપણ અને ખાનગી મિલકત તરીકે ઉગાડવામાં આવે છે, અને સેંકડો વર્ષોથી જીવતા અન્ય વૃક્ષોથી વિપરીત, નાળિયેરનું ઝાડ લગભગ 50-80 વર્ષનું આયુષ્ય ધરાવે છે. ઘણાં વર્ષો સુધી ફળ અને પાંદડા ઉત્પન્ન કર્યા પછી, જ્યારે ઝાડ વૃદ્ધ અને નબળા બને છે, પતનની આરે આવે છે અને જાન માલ માટે જોખમ ઉભો કરે છે, ત્યારે તે દૂર કરવામાં આવે છે. તેના થડ, ખાસ કરીને નીચેનો અડધો ભાગ પાલખ માટે વપરાય છે અને ઉપરનો ભાગ લાકડા માટે વપરાય છે. ચેટર્જી કહે છે કે તેઓ મકાન બાંધકામમાં નાળિયેરનાં લાકડાંનો અસરકારક રીતે ઉપયોગ કરવા માંગતા હતા. તે આગળ જણાવે છે કે તેણે ફર્નિચર બનાવવાની શરૂઆત કરી અને પછી લેમિનેશન (પેનલ્સ બનાવવા માટે નાના ટુકડાઓનો ઉપયોગ કરીને) દ્વારા મકાન બનાવ્યું, જેમ કે તેમાં પોલ અથવા પાઇક જેવું માળખું હતું અને તેમાં મોટા, સીધા ટુકડાઓ મળતા નથી.
મોટા ટુકડાથી છતના પાટીયા બનાવવામાં આવ્યા હતા, અને બાકીના નાના ટુકડા ગુંદર અને બોલ્ટ્સ સાથે જોડવામાં આવ્યા હતા અને પછી લેમિનેટેડ કરી ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. ચેટર્જી કહે છે કે જ્યાં સુધી ટકાઉપણુંની વાત છે ત્યાં સુધી નાળિયેર લાકડું અન્ય લાકડા કરતા કઠણ અને મજબૂત છે.

Sustainable Living

વોટર-પ્રૂફ, હીટ-પ્રૂફ અને સાઉન્ડ-પ્રૂફ
તે આગળ કહે છે, “મોટાભાગનાં વૃક્ષો બધી દિશામાં વધે છે અને દર વર્ષે થડમાં એક પરત ઉમેરાય છે. નાળિયેરનાં ઝાડમાં, આવું થતું નથી, કારણ કે તે ફક્ત ઉપર તરફ ઉગે છે. આનો અર્થ એ છે કે ઝાડની નીચેનો ભાગ સૌથી જૂનો અને મજબૂત હોય છે અને તેથી તેનો ઉપયોગ બાંધકામ માટે કરવામાં આવી રહ્યો છે.“ ચેટર્જી આગળ જણાવે છે કે તેમના પોતાના ઘરે નારિયેળનાં લાકડાંનો ઘણો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ કેરોના હાઉસમાં કોંક્રિટ (બ્રિઝ જોડવા, માળખાકીય પાયા માટે) અને પત્થરો જેવી અન્ય બાંધકામ સામગ્રી સિવાય સાગ અને નાળિયેરનાં લાકડાનાં મિશ્રણનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તે કહે છે કે તેણે પેઇન્ટનો ખૂબ જ ભાગ્યે જ ઉપયોગ કર્યો છે. આ સિવાય, ઇંટોનો ઉપયોગ બાંધકામ સામગ્રી તરીકે કરવામાં આવ્યો નથી. છત એક ખાસ રીતે બનાવવામાં આવે છે. ઘરની છત વોટર-પ્રૂફ, હીટ-પ્રૂફ અને સાઉન્ડ-પ્રૂફ છે.
આ ઉપરાંત પર્યાવરણને ધ્યાનમાં રાખીને, સંપૂર્ણ રીતે કાર્યરત રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એટલે કે જળ સંચય પ્રણાલી બનાવવામાં આવી છે, જે દર વર્ષે 7 લાખ લિટર પાણી બચાવવાની ક્ષમતા ધરાવે છે.

Gujarati News

પ્રકૃતિ સાથે જોડાણ
કેરોના હાઉસ પંજિમથી ત્રીસ મિનિટના અંતરે છે. ઘરમાં કસ્ટમાઇઝ્ડ દરવાજા જેવી દિવાલો છે અને તે સ્થળ એકદમ ખુલ્લું છે જ્યાંથી પ્રકૃતિના સુંદર દૃશ્યનો આનંદ લઇ શકાય છે.
ચેટર્જી આ વિશે વિગતવાર કહે છે, “આ ઘરમાં તમને બંધ હોય તેમ લાગતું નથી. ઘરમાં એકાંત માટે હળવા વજન, ઉપયોગી સ્ટોરેજ મોડ્યુલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને ભવિષ્યમાં વિવિધ જરૂરિયાતોને અનુરૂપ બદલી શકાય છે.”
મેડિસને હવે અનોખી જીવનશૈલી અનુભવવ કરાવવાના ઉદ્દેશથી કેરોના હાઉસને હોમસ્ટેમાં પરિવર્તિત કર્યું છે.
ચેટર્જી સમજાવે છે કે, દિવાલ વિના હોવા છતાં, આ ઘરની ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે કે જે વસ્તુઓને ઘરની અંદરથી જોઈ શકાય છે પણ બહારથી જોઈ શકાતી નથી.

સૌથી આધુનિક ઘરોમાંનુ એક
મેડિસનના કહેવા મુજબ, આ બહુમાળી 1000 ચોરસ મીટરનું મકાન એક એકરમાં ફેલાયેલું છે, જે છેલ્લા દાયકામાં ભારતમાં બાંધવામાં આવેલું એક સૌથી આધુનિક ઘરોમાંનુ એક છે. કેથરિન કહે છે કે “અહીં રહેવું ખરેખર અદ્ભુત છે. કેટલીકવાર મને માનવામાં નથી આવતુ કે આવા ઘરનું નિર્માણ થઈ શકે છે.”

આર્કિટેક્ચર ક્ષેત્રે ચેટર્જીનો આ પ્રયોગ ખૂબ મહત્વનો છે. પ્રકૃતિ સાથે જોડાયેલા હોવાથી, તેમણે આર્કિટેક્ચર દ્વારા મકાન બાંધકામના ક્ષેત્રમાં એક નવી દુનિયાની રચના કરી છે.

મૂળ લેખ: અનન્યા બરુઆ

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ન વિજળીનું બિલ, ન શાકભાજીનો ખર્ચ, ન પાણીની ચિંતા, સૌરાષ્ટ્રના શિક્ષક આધુનિક સુવિધાઓ સાથે જીવે છે સાત્વિક જીવન

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon