Placeholder canvas

આ જૂથ તમારી પસંદગીની રેસ્ટોરન્ટને ઇકો-ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ ઓઇલનો ઉપયોગ કરવા માટે મદદ કરી શકે

આ જૂથ તમારી પસંદગીની રેસ્ટોરન્ટને ઇકો-ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ ઓઇલનો ઉપયોગ કરવા માટે મદદ કરી શકે

તે લોકો ભોજનની થાળીમાં જ 'ઇકો-રિવોલ્યૂશન' લાવવા માંગતા હતા

ત્રણ વર્ષ પહેલા સમીર હંસે પોતાના બે સાથી સનુ રાઠો અને સુચિત્રા નાઇક સાથે ભુવનેશ્વર ખાતે એક Bocca Cafe કાફે શરૂ કર્યું. કાફે શરૂ કરીને ત્રણેય મિત્ર ફક્ત ઉત્તમ ભોજન જ પિરસવા માંગતા ન હતા. તેમના જ શબ્દોમાં કહીએ તો તે લોકો ભોજનની થાળીમાં જ ‘ઇકો-રિવોલ્યૂશન’ લાવવા માંગતા હતા.

ત્રણેયએ જે કાફે શરૂ કર્યું તેના દ્વારા તેમણે શહેરના ભોજન ઉદ્યોગને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કારણ કે તેમણે પોતાના કાફેમાં ઇકો ફ્રેન્ડલી વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો. જેમ કે કાથીમાંથી બનેલી સાદડી, કૉર્ન સ્ટાર્ચ, શેરડીના પલ્પમાંથી બનેલી ડિશ, પેપર સ્ટ્રો વગેરે. અહીં તમને પ્લાસ્ટિકમાંથી બનેલી કોઈ જ વસ્તુ નહીં જોવા મળે.

સમીર કહે છે કે, “પર્યાવરણની જાળવણી માટે આ પ્રકારની રીતનો ઉપયોગ કરવો એક નિરંતર કરવામાં આવતી પ્રક્રિયા છે. કારણ કે કોઈ પણ પરિવર્તન માટે તમારી ઈચ્છાશક્તિ અને તમારી પ્રતિબદ્ધતા (કમિટમેન્ટ) ખૂબ જરૂરી છે.”

આજ કારણ છે કે Bocca Cafe ખાતે ‘યુથ ફોર સસ્ટેનેબિલિટી’ના મુખ્ય કોર્ડિનેટર પુણ્યશ્લોકા પાંડા અયોગ્ય રીતે કરવામાં આવતી પામ ઓઇલની ખેતીના ખરાબ પ્રભાવ વિશે જાગૃતિ ફેલાવી રહ્યા છે. સમીર અને તેમની ટીમે તેમને આ કામમાં સહકાર આપ્યો છે.

હકારાત્મક બદલાવ, એક સમયે એક પ્લેટ

સમીરને એ જાણીને નવાઈ લાગી હતી કે પાલ્મ ઓઇલનો ફક્ત ભોજન બનાવવામાં જ ઉપયોગ નથી થતો. તેનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવે છે, જેમકે બ્રેડ, આઈસક્રીમ, ચોકોલેટ, શેમ્પૂ તેમજ સાબુ બનાવવામાં પણ થાય છે. દુનિયામાં સૌથી વધારે ખાવામાં આવતા તેલોમાં પામ ઓઇલનો સમાવેશ થાય છે.

સમીર જણાવ્યું હતું કે, “અમને માલુમ પડ્યું કે પામ ઓઇલ અપ્રત્યક્ષ રીતે પણ ખૂબ ખાવામાં આવે છે, પછી તે ભોજનમાં ઉપયોગમાં લેવામાં આવતી વિવિધ વસ્તુ હોય, ક્લિનિંગ પ્રૉડક્ટ હોય કે પછી તૈયાર ફૂડ હોય. આ સતત કરવામાં આવતી પ્રવૃત્તિ છે, આથી અમે પણ સતત નવું નવું શીખી રહ્યા છીએ.”

Sustainable

હકીકતમાં ઓઇલનો ઉપયોગ કરવો એ કોઈ સમસ્યા નથી પરંતુ તેનું ઉત્પાદન સમસ્યા છે. પામ ઓઇલ માટે જ રીતે આડેફડ વૃક્ષોનું નિકંદક કાઢવામાં આવી રહ્યું છે તેનાથી પર્યાવરણને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. આ કારણે રેઇન ફોરેસ્ટ નષ્ટ થઈ રહ્યા છે એટલું જ નહીં, ઉરાંગઉટાન, ગેંડા અને સુમાત્રાના વાઘો વગેરે પ્રજાતિ પર જોખમ ઊભું થઈ રહ્યું છે.

પુણ્યશ્લોકાના શબ્દોમાં કહીએ તો એક ગ્રાહક અને વપરાશકર્તા તરીકે આપણી જવાબદારી છે કે પામના તેલ અને તેની વસ્તુઓનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો.

પુણ્યશ્લોકા કહે છે કે “યૂથ ફોર સસ્ટેનેબિલિટી હોટલોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે, જેનાથી તેઓ પરિવર્તનના ભાગીદાર બને.

આવી જ રીતે યુથ ફોર સસ્ટેનેબિલિટીની વૉલિયન્ટિયર્સ ટીમે ભુવનેશ્વર ખાતે 30 રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી. જેમાંથી 15 જેટલી રેસ્ટોરન્ટના માલિકોએ ફક્ત સર્ટિફાઇલ સસ્ટેનેબલ પામ ઓઇલ પૂરું પાડતા લોકો પાસેથી જ તેલ ખરીદવાનું વચન આપ્યું હતું.

Bocca Cafe પર્યાવરણ જાળવણી માટે શરૂ કરવામાં આવેલી આ પહેલની અનેક સફળ સ્ટોરીમાંની એક છે.

યુથ ફૉર સસ્ટેનેબિલિટી

યુથ ફૉર સસ્ટેનેબિલિટીની શરૂઆત 2019ના વર્ષમાં કરવામાં આવી હતી. જેનો ઉદેશ્ય પર્યાવરણની જાળવણી હતો. તેમજ યુવાઓ અને પરિવર્તન માટે પ્રભાવશાળી લોકો વચ્ચે સેતુ બનવાનો છે.

ધ રાઉન્ડટેબલ ઑન સસ્ટેનેબલ પામ ઓઇલ (RSPO) તરફથી યુથ ફોર સસ્ટેનેબિલિટી સાથે ભાગીદારી કરવામાં આવી છે. જેનો ઉદેશ્ય યુવા પેઢીને સસ્ટેનેબલ પાલ્મ ઓઇલને મેળવવા અને તેની વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરવાનું મહત્ત્વ સમજાવવાનો છે. ક્લાઇમેન્ટ ચેન્જ માટે યુવાઓનું યોગદાન વધારવા પર તેમનું ધ્યાન કેન્દ્રીત હતું. આ સાથે જ યુવાઓ પામ ઓઇલના ઉત્પાદન અને તેના વપરાશ પ્રત્યે જાગૃત થાય તેવો પણ ઉદેશ્ય હતો.

RSPO

RSPO એક આંતરરાષ્ટ્રીય NGO છે. જેણે સસ્ટેનેબલ પામ ઓઇલની માંગને ધ્યાનમાં રાખીને અમુક માપદંડો નક્કી કર્યાં છે. RSPOના માપદંડ સાથે જ્યારે પામની ખેતી કરવામાં આવે છે ત્યારે તેમાં પર્યાવરણ અને સ્થાનિક કોમ્યુનિટિનું ધ્યાન રાખવામાં આવે છે. માપદંડ પ્રમાણે તેનો ઉદેશ્ય પ્રથમ અને બીજા તબક્કાના જંગલોને બચાવ કરવાનો છે. એ વાતની પણ ખાતરી કરવામાં આવે છે ક વાઇલ્ડલાઇફને પણ કોઈ અસર ન પહોંચે. આ ઉપરાંત પામ ઓઇલની ખેતી સાથે જોડાયેલા લોકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

KnowYourPalm ચળવળ હેઠળ RSOI અને ધ બેટર ઇન્ડિયા એક સભાન પગલું ભરતા ગ્રાહકો, ઉદ્યોગપતિઓ અને અન્ય લોકોને ફક્ત સર્ટિફાઇલ સસ્ટેનેબલ પામ ઓઇલનો જ ઉપયોગ કરવા માટે પ્રેરણા આપે છે.

આ કામ સાથે જોડાયેલા તમામ લોકો જેવા કે પામ ઓઇલ ઉત્પાદકો, ગ્રાહકો, રોકાણકારો, બેંકો, નાના ઉદ્યોગ, એનજીઓ અને યુથ સંસ્થાઓ સાથે જોડાણ કરીને RSPO સસ્ટેનેબલ પામ ઓઇલ અંગેના વિઝનને સાકાર કરવા માંગે છે.

“યુથ ફોર સસ્ટેનેબિલિટીના સ્વચંસેવકે ખાસ કરીને રેસ્ટોરન્ટ્સને સર્ટિફાઇડ સસ્ટેનેબલ પામ ઓઇલ શા માટે વાપરવું જોઈએ તે વિશે સમજાવે છે. અમે ખાસ કરીને એવા કાફે કે રસ્ટોરન્ટની પસંદગી કરીએ છીએ જ્યાં વધારે પ્રમાણે યુવા આવતા હોય છે, જેનાથી તેઓ પરિવર્તનની ચેઇનના સહભાગી બની શકે છે,” તેમ પુણ્યશ્લોકાએ જણાવ્યું હતું.

સમીર કહે છે કે, “જ્યારે જ્યારે અમે કંઈક નવું કરીએ છીએ ત્યારે શક્ય છે કે લોકોને તે અનુકૂળ ન આવે અને નકારાત્મક પ્રતિભાવ આપે. પરંતુ આ એક તક છે જ્યારે આપણે તેમને આના પાછળના વિચાર વિશે સમજાવી શકીએ છીએ. ધારો કે તમે ડિલિવરી માટે ભોજન નોન-પ્લાસ્ટિક બોક્સમાં પેક કરો છો ત્યારે શક્ય છે કે લોકો ફરિયાદ કરે. પરંતુ જ્યારે તમે ગ્રાહકને એવું સમજાવો છો કે પ્લાસ્ટિક પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડે છે ત્યારે તેઓ અમારી વાત સાથે સહમત થાય છે. એક સમયે એક ગ્રાહકને સમજાવામાં આવે તો આપણે ધીમે ધીમે પરિવર્તન લાવી શકીએ છીએ.”

RSPO ના સભ્ય બનવા માટે બ્રાન્ડ અને રેસ્ટોરેન્ટને કૉલ કરો

છૂટક વેપારીઓ અને રેસ્ટોરન્ટ ચેઇન RSPOની સભ્ય બનીને સર્ટિફાઇલ સસ્ટેનેબલ પામ ઓઇલનો જ ઉપયોગ કરવાનું પોતાનું વચન નિભાવી શકે છે. આ સાથે જ તેઓ પોતાના ગ્રાહકો અને માલ પૂરો પાડતા લોકોને આવું કરવા માટે પ્રેરણા આપીને પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી શકે છે.

કોઈ સંસ્થા RSPOની સભ્ય કેવી રીતે બની શકે તે શોધી કાઢો.

આ પણ વાંચો: 24 વર્ષના યુવાન કરે છે જૈવિક ખેતી, 5 ફ્લેવરના ગોળ બનાવી આપી 15 ને રોજગારી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X