ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ઉનાળાનાં શાક (Summer Vegetables) ઉગાડવાની શરૂઆત થઈ ગઈ છે. જેઓ તેમના ઘરે બાગકામ કરે છે અને પોતાના શાકભાજી ઉગાડતા હોય છે, તેઓ ફેબ્રુઆરી-માર્ચમાં આ સિઝનના શાકભાજીના બીજ રોપવાનું શરૂ કરે છે. આ સીઝનમાં તમે ટામેટાં, લીલા મરચાં, દૂધી, પેઠા, તુરિયા, કાકડી, ભીંડા, મકાઈ, ઝુચિની, ટીંડા, રિંગણા, કેપ્સિકમ, બીન્સ વગેરેની રોપણી કરી શકો છો.
હરિયાણાના કરનાલમાં રહેતા બાગકામ નિષ્ણાંત રામ વિલાસ આજે આપણને જણાવી રહ્યાં છે કે ઉનાળાની ઋતુમાં તમે કેવી રીતે કુંડામાં લીલા શાકભાજી ઉગાડી શકો છો.
રામવિલાસ કહે છે, “જો તમે આ મહિનામાં બીજ લગાવી રહ્યા છો, તો એપ્રિલના અંત સુધીમાં શાકભાજી આવવાનું શરૂ થઈ જશે.” મોટાભાગની વેલોવાળી લીલી શાકભાજી આ સીઝનમાં ઉગાડવામાં આવે છે. આ સિવાય તમે ચોળી, પાલક, ફુદીનો, ધાણા અને તરબૂચ અને ટેટી જેવા ફળો લગાવી શકો છો.”
નિયમિત કાળજી અને સમયસર પાણી આપવામાં આવે તો, 60 થી 70 દિવસમાં, તમે તમારા બગીચામાંથી તાજી શાકભાજી (Summer Vegetables) મળવા લાગશે. તે આગળ કહે છે કે તમે કેટલાક શાકભાજી સીધા કુંડામાં લગાવી શકો છો, પછી તમે થોડી શાકભાજી રોપીને તૈયાર કરી શકો છો. આ સાથે, તે સલાહ આપે છે, “ઘણી વાર લોકોને લાગે છે કે વેલાવાળી શાકભાજી સરળતાથી 10-12 ઇંચના વાસણમાં લગાવી શકાય છે. પરંતુ, છોડને વાવેતર કરતી વખતે, હંમેશાં ધ્યાનમાં રાખો કે કયા છોડની મૂળિયા કેવી રીતે વધે છે. વેલાવાળી લગભગ તમામ શાકભાજીના મૂળ ફેલાય છે, તેથી, તેમને વધુ જગ્યાની જરૂર પડે છે. તેઓને નાના પોટ્સમાં ફેલાવા માટે એટલી જગ્યા મળી શકતી નથી. જો તમે તેને વાસણોમાં લગાવશો તો તમને શાકભાજીનું સારું ફળ નહીં મળે. તેથી, હંમેશાં એવું કન્ટેનર લો જે ઓછામાં ઓછું એક-દોઢ ફૂટ ઉંડાઈ અને પહોળાઈનું હોય. બાકીના શાકભાજી જેવા કે ભીંડા, જેના છોડના મૂળ સીધા ઉગે છે, તમે તેને 10-12 ઇંચના કુંડામાં લગાવી શકો છો.”
છોડ તૈયાર કરવા માટે પોટીંગ મિક્સ કેવી રીતે બનાવશો
તેઓ જણાવે છે કે દરેક શાકભાજી માટે, તમારે છોડ તૈયાર કરવાની જરૂર નથી. પરંતુ, તમારે જે શાકભાજી તૈયાર કરવાના છે તે માટે, તમારે પોટિંગ મિક્સ એવા બનાવવા જોઈએ જે હળવા હોય. આ માટે તમારે જમીનમાં રાખ (છાણ અથવા લાકડાની રાખ) અથવા ધાનની ભૂસી, છાણનું ખાતર અથવા વર્મીકંપોસ્ટ, પથ્થરનો ચૂરો, અને લીમડાની કેક મિક્સ કરી દો. આ વાસણના મિશ્રણમાં બીજ રોપતા પહેલા, એક રાત બીજને પાણીમાં પલાળી રાખો.
તેમણે કહ્યું, “બીજ લગાવતી વખતે એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. મોટેભાગે, જે તરફથી બીજ ખુલે છે, તેના માથાને ઉપરની તરફ રાખીએ છીએ. પરંતુ, બીજનો તે અંત નીચે તરફ હોવો જોઈએ કારણ કે મૂળ ત્યાંથી ઉદ્ભવે છે. તે જ રીતે, બીજો છેડો ઉપરની તરફ હોવો જોઈએ, કારણ કે બીજ ત્યાંથી અંકુરિત થાય છે.”
તમે આ ઉનાળામાં આ શાકભાજી ઉગાડી શકો છો:(Summer Vegetables)
- મકાઈ:

તમે બજારમાંથી લાવેલી મકાઇને પણ ઘરે લગાવી શકો છો. તમે કેટલાક મકાઈના દાણા લો અને એક રાત્રે તેને પાણીમાં પલાળીને રાખો અથવા તમે તેને ભીના કપડામાં પણ બાંધી શકો છો અને જ્યારે તે અંકુરિત થઈ જાય ત્યારે તમે તેને બે દિવસમાં લાગુ કરી શકો છો.
· મકાઈના વાવેતર માટે, તમારે ફ્લાવરપોટ / ગ્રો બેગ અથવા કન્ટેનર લેવા જોઈએ, જેમાં સારી ઉંડાઈ હોય.
· માટી તૈયાર કરવા માટે, તમારે સામાન્ય બગીચાની માટીમાં રેતી, ખાતર અને લીમડાને મિક્સ કરો.
· હવે કુંડામાં માટી ભરો અને બરાબર અંતરે બીજ લગાવો અને ઉપરથી વાસણોને પાણી આપો.
· લગભગ એક અઠવાડિયામાં બીજ અંકુરિત થવા લાગશે.
· જ્યારે છોડ 25-30 દિવસ જુના થઈ જાય ત્યારે તમે તેમાં વધુ ખાતર અથવા અન્ય પોષક તત્ત્વો આપી શકો છો.
· પાણી આપવાની સંપૂર્ણ કાળજી લો.
· લગભગ 40 દિવસ પછી, નર ફૂલો છોડમાં આવવાનું શરૂ કરે છે. માદા ફૂલો આવવામાં 50 દિવસ લાગે છે.
· છોડમાં મકાઈ ત્યારે બનશે, જ્યારે પોલીનેશન સારું થશે અને તેના માટે જરૂરી છેકે, હવાથી પરાગકણ ઉડીને માદા ફૂલો પર પડે.
· જો તમે ઓછા છોડ રોપ્યા છે, તો તમે જાતે પણ છોડને હલાવી શકો છો.
· લગભગ બે મહિના પછી, છોડમાં મકાઈ ઉગવાનું શરૂ કરે છે, જેને તમે 70-75 દિવસ પછી તોડી શકો છો.
- ટીંડા:

ટીંડા લગાવવા માટે, તમારે વધારે પહોળું અને ઉંડુ કુંડુ અથવા કન્ટેનરની જરૂર છે. તમે ટિંડાના બીજ સીધા પણ લગાવી શકો છો અથવા તમે તેમના છોડ પણ તૈયાર કરી શકો છો.
· જો તમે છોડ તૈયાર કરી રહ્યા છો અને વાવેતર કરી રહ્યા છો, તો ઓછામાં ઓછા બે અઠવાડિયા પછી, તમે તેને મોટા વાસણોમાં લગાવી દો.
· નિયમિત પાણી આપતા રહો અને વાસણોને તડકામાં રાખો.
· જ્યારે ટીંડાની વેલો લગભગ છ ઇંચ લાંબી થઈ જાય ત્યારે તમે વધુ ખાતર અથવા પોષક તત્વો ઉમેરી શકો છો.
· દોઢ મહિના પછી, વેલામાં નર ફૂલો આવવા લાગશે અને તેના થોડા દિવસો બાદ માદા ફૂલો આવવાનું શરૂ થશે.
· જો તમને લાગે કે વેલામાં કોઈ કુદરતી પોલીનેશન થી રહ્યુ નથી, તો પછી તમે પોલિનેશન તમારા પોતાના હાથથી કરી શકો છો.
· લગભગ 70 દિવસ પછી તમે જોશો કે વેલામાં ટીંડા આવવા લાગશે.
· જ્યારે ટીંડાનું કદ વધી જાય,ત્યારે તમે તેને તોડવાનું શરૂ કરી શકો છો.
- ફ્રેન્ચ બીન્સ:

તમે ફ્રેન્ચ બીન્સની તૈયારી કરીને રોપણી કરી શકો છો.
· રોપાઓ તૈયાર કરવા માટે, બીજને એક રાત માટે પલાળી રાખો અને તેમને સીડલિંગ ટ્રે અથવા નાના વાસણમાં પોટીંગ મિક્સ ભરીને લગાવી દો.
· રોપાઓ લગભગ એક અઠવાડિયામાં તૈયાર થઈ જશે અને આ છોડને લગભગ બે અઠવાડિયા પછી, તમે તેને મોટા વાસણોમાં રોપી શકો છો.
· ફ્રેન્ચ બીન્સમાટે, તમે 10-12 અથવા 16 ઇંચના કુંડા અથવા ગ્રોબેગ લઈ શકો છો.
· આમાં, તમે સામાન્ય બગીચાની માટી, ખાતર, રેતી અને લીમડાના કેકને મિક્સ કરો.
· મોટા વાસણોમાં માટી ભર્યા પછી, હવે તેમાં છોડ રોપો.
· ધ્યાનમાં રાખો કે તમે છોડને નિયમિતપણે પાણી આપો અને પૂરતો સૂર્યપ્રકાશ પણ મેળે.
· જ્યારે છોડ છ ઇંચનો થઈ જાય, પછી તમે પોટ્સમાં વધુ ખાતર ઉમેરો.
· લગભગ અઢી મહિનામાં, છોડ પર બીન્સ આવવા લાગે છે.
- ભીંડા:

ભીંડાનો છોડ તૈયાર કરવાની કોઈ જરૂર નથી. તમે ભીંડાનાં બીજને સીધા જ વાસણમાં લગાવી શકો છો. આ માટે, તમારે 10-12 અથવા 16 ઇંચનું કુંડુ લઈ લો.
· પોટના તળિયે કાણા હોવા જોઈએ, જેના પર તમે એક નાનો પત્થર અથવા દીવો રાખી દો.
· હવે કુંડામાં માટી ભરો, જેમાં તમે સામાન્ય બગીચાની માટી, રેતી, પથ્થરનો પાવડર, ખાતર, લીમડાનો કેક મિક્સ કરો.
· હવે ભીંડાના બીજને સમાન અંતરે લગાવો.
· બીજ રોપ્યા પછી, તેમાં સીધા પાણી રેડશો નહીં, તેના પર સ્પ્રે કરો જેથી માટી ન વહી જાય.
· લગભગ એક અઠવાડિયામાં, બીજ અંકુરિત થશે અને છોડ ઉગવાનું શરૂ થશે.
· પોટ્સને સારા સૂર્યપ્રકાશમાં રાખો અને પાણીની સંપૂર્ણ કાળજી લો જેથી જમીનમાં ભેજ રહે.
· નિયમિત પાણી આપવાની સાથે સાથે છોડના પોષણની પણ કાળજી લો.
· જ્યારે તમારા છોડ છ ઇંચ જેટલા થઈ જાય છે, ત્યારે તેના મૂળમાંથી હળવી માટી કાઢી નાખો અને પાંદડાનું ખાતર અથવા છાણનું ખાતર નાખો.
· આ સિવાય તમારે છોડને પ્રવાહી ખાતર પણ આપવું જોઈએ.
· લગભગ અઢી મહિનામાં, તમારા છોડ વધતા ભીંડા આવવાનું શરૂ થશે.
- ચોળાઈનું શાક:

ચોળાઈને તમે તમે બીજ અથવા કટિંગથી લગાવી શકો છો. ઉનાળાના મહિનાઓ સિવાય તમે કોઈપણ મહિનામાં તેના બગીચામાં તેના બીજની રોપણી કરી શકો છો.
· ચોળાઈનું શાક લગાવવા માટે, તમે મોટા પોટ અથવા ગ્રો બેગનો ઉપયોગ કરી શકો છો.
· પોટીંગ મિક્સ બનાવવા માટે, તમે સામાન્ય બગીચાની માટીમાં રેતી અને ખાતરને મિક્સ કરી લો.
· હવે ચોળાઈનાં બીજને કુંડામાં પોર્ટિંગ મિક્સ ભરીને લગાવી દો અને ઉપરથી પાણી આપો.
· બીજ સાતથી 10 દિવસમાં અંકુરિત થવા લાગે છે.
· છોડની જરૂરિયાત મુજબ પાણી આપતા રહો.
· લગભગ 45-50 દિવસમાં, છોડ એટલા મોટા થઈ જાય છે કે તમે તેમને લણણી કરી શકો છો.
- અળવી:

તમે પોટ્સમાં અળવી ઉગાડી શકો છો અને તે પણ બજારમાંથી લાવેલા અળવીથી. આ માટે, તમારે અળવીની એવી ગાંઠો લેવી પડશે જેમાં કળીઓ નીકળેલી હોય છે.
· આ માટે, તમે લગભગ 16 ઇંચનો પોટ લો અને જો પોટની પહોળાઈ સારી હોય, તો તે વધુ સારું રહેશે.
· પોટીંગ મિશ્રણ બનાવવા માટે, તમે સામાન્ય બગીચાની જમીનમાં રેતી અને ખાતરને મિક્સ કરો છો.
· હવે તમારે વાસણોમાં સમાન અંતરે અળવીની કળી સાથે ગાંઠો લગાવી દો અને ઉપરથી પાણી આપી દો.
· અળવી એક કંદ (મૂળ શાકભાજી) છે, તેથી ધ્યાન રાખો કે વાસણમાં વધારે પાણી ન હોય.
· અળવીને ખીલવામાં લગભગ એક મહિનાનો સમય લાગે છે.
· નિયમત રૂપે પાણી, સૂર્યપ્રકાશ અને ખાતરની ખાસ કાળજી લો.
· અળવીનો પાક લગભગ પાંચથી છ મહિનામાં તૈયાર થઈ જાય છે.
· આ બધા સિવાય તમે દૂધી, કારેલાં, કાકડી અને પેઠા કેવી રીતે ઉગાડી શકો છો તે જાણવા અહીં ક્લિક કરો!
પોષક ખાતર કેવી રીતે બનાવવુ:
રામવિલાસ કહે છે કે શાકભાજીને નક્કર ખાતર આપવા કરતાં પ્રવાહી ખાતર આપવું વધુ સારું છે. આ માટે છાણનું ખાતર અથવા મસ્ટર્ડ કેકને પાણીમાં પાંચ-છ દિવસ સુધી પલાળી રાખો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. આ સોલ્યુશનને પાણીમાં મિક્સ કરો અને છોડને નિયમિત અંતરાલમાં આપો. આ ઉપરાંત, ઘરેલું જૈવિક કચરો જેમ કે કેળા, નારંગી, લીંબુ વગેરેની છાલને પાણીમાં પલાળી શકાય છે અને ત્યારબાદ છોડમાં પાણી આપવામાં આવે છે. છોડ ઉપર કોઈ જીવાત ન આવે તે માટે તમે બધા છોડ ઉપર લીમડાનું તેલ છાંટી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ઘરે બૉનસાઇ કેવી રીતે બનાવશો? 550 બૉનસાઇ ઝાડ લગાવાનાર એક્સપર્ટ પાસેથી શીખો
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.