બે વર્ષ પહેલાં, પુણેના 31 વર્ષીય રાહુલ રાજને હડપસરમાં ફોર્ચ્યુન એસ્ટેટમાં સ્કોર્પિયો નામનો એક એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ બનાવવાનું શરૂ કર્યું હતું. તે ઓરિકન ડેવલપર્સ નામની એક કન્સ્ટ્રક્શન ફર્મમાં ભાગીદાર છે. તેમણે આ પ્રોજેક્ટ જાતે કરવાનું નક્કી કર્યું. કારણ કે તે કંઇક અલગ કરવા માંગતો હતો.
રાહુલે કહ્યું, “સિવિલ એન્જિનિયરિંગ કરતી વખતે મને ખબર પડી કે રીઅલ એસ્ટેટ ઉદ્યોગ વિશ્વમાં કાર્બન ફૂટપ્રિન્ટનો ઓછામાં ઓછો 38% હિસ્સો છે. તેથી, મારો પહેલો એપાર્ટમેન્ટ બનાવતી વખતે, હું સુનિશ્ચિત કરવા માંગતો હતો કે તેમાં એવી સુવિધાઓ હોય, જે તેના કાર્બન ઉત્સર્જનને ઘટાડવામાં મદદ કરી શકે.”
“આ કરવા માટે, મેં ગ્રેજ્યુએશન પછી, ગ્રીન સોલ્યૂશન્સ વિશે શીખવાનું, અને તે સમજવામાં સમય વિતાવ્યો કે ગ્રીન સોલ્યૂશન્સ માટે શું કામ કરે છે અને શું નહી.” રાહુલના આ પ્રોજેક્ટને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (IGBC) તરફથી પ્લેટિનમ રેટિંગ મળ્યું છે.
રાહુલે ધ બેટર ઈન્ડિયાને સ્કોર્પિયો એપાર્ટમેન્ટમાં વપરાયેલા ગ્રીન ફિચર્સ વિશે સમજાવ્યું. તેણે એ પણ જણાવ્યુકે, કેવી રીતે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને, ઈલેક્ટ્રિક વાહનોને પણ અહીં ચાર્જ કરી શકાય છે.

આમ તો સ્કોર્પિયો બહારથી કોઈ અન્ય એપાર્ટમેન્ટ કોમ્પેલેક્સની જેમ જ દેખાય છે,પરંતુ તેમાં ઘણા ગ્રીન ફીચર્સ છે. લિફ્ટ, લાઇટ અને પાણીનાં પમ્પ સહિતની સામાન્ય સુવિધાઓ સોલર પાવર પર ચાલે છે. દરેક પાર્કિંગ સ્થળે સોલાર સંચાલિત ઇવી ચાર્જિંગ સ્ટેશન છે. દરેક ઘરને 100 યુનિટ ફ્રી સોલર પાવર, અને 24 ×7 ગરમ પાણીની સપ્લાય મળે છે. પાણી પણ અહીં સૌર ઉર્જાથી આવે છે. ઉપરાંત, અન્ય સોલર સંચાલિત વોટર હીટરથી વિપરીત, રાહુલની બિલ્ડિંગ ઋતુ મુજબ ગરમ પાણી ઉપલબ્ધ કરાવે છે.
રાહુલ કહે છે, “ગરમ પાણી સેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમ દ્વારા પુરું પાડવામાં આવે છે, જેને હીટ પંપ કહેવામાં આવે છે. આ સિસ્ટમ સૌર ઉર્જાથી ચાલે છે.” એપાર્ટમેન્ટ પરિસર સામાન્ય વિસ્તારોમાં એલઇડી લાઇટ્સ પણ સજ્જ છે, જે મોશન સેન્સર દ્વારા કાર્ય કરે છે.
આ બિલ્ડિંગ દર મહિને 5000 યુનિટ સુધી સોલર પાવર ઉત્પન્ન કરે છે. આમાંથી, દરેક ઘરને 100 યુનિટ ઉર્જા આપવામાં આવે છે. તેનો ઉપયોગ તમામ ઉપકરણોને વીજળી આપવા માટે કરી શકાય છે. 100 એકમો પૂર્ણ થયા પછી, ઘરોને સરકાર દ્વારા આપવામાં આવતી યુટિલિટી સપ્લાયથી શક્તિ મળે છે.
ઇવી ચાર્જિંગ સ્ટેશન
જોકે રાહુલ બીજા મકાનમાં રહે છે, પરંતુ તે દિવસનો મોટાભાગનો સમય સ્કોર્પિયો એપાર્ટમેન્ટમાં જ વિતાવે છે. તે તેનો ઉપયોગ ઓફિસ તરીકે કરે છે. સોલર પેનલ્સ એપાર્ટમેન્ટમાં છતનાં તમામ ભાગોને કવર કરે છે, જે સીધા પાવર ગ્રીડ સાથે જોડાયેલા છે. ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટે વીજળી દરેક ઘરની સાથે સાથે પાર્કિંગના વિસ્તારમાં પૂરી પાડવામાં આવે છે.

રાહુલ પાસે ટાટા નેક્સન છે, જેને તે સૌર ઉર્જાથી ચાર્જ કરે છે. કવર્ડ અને ખુલ્લા પાર્કિંગ બંનેમાં ઇવી ચાર્જિંગ સ્ટેશન છે. જે ખુલ્લામાં રાખવામાં આવ્યા છે તે વોટરપ્રૂફ છે. રાહુલ કહે છે કે, તે મહિનામાં ત્રણ-ચાર વખત બિલ્ડિંગમાં પોતાની ટાટા નેક્સનને ચાર્જ કરે છે.
તેઓ કહે છેકે, ઉપયોગનાં આધાર પર, કાર એકવાર ફૂલ ચાર્જ કરવા પર 200-220 કિમી સુધી ચાલે છે. પરંતુ તે નિયમિત રૂપે એક જ વાહનનો ઉપયોગ શહેર સીમાની અંદર કરે છે, તો તે 5 દિવસ સુધી ચાલે છે. પોતાની કારને તડકામાં ચાર્જ કરીને રાહુલે શહેરની બહાર મુંબઈ અને લોનાવાલા સુધીની યાત્રાઓ પણ કરી છે.
સમસ્યા ટેકનોલોજી આધારિત નથી,માનવ આધારિત છે
અત્યારે એપાર્ટમેન્ટ પરિસરમાં બે ઇલેક્ટ્રિક વાહનો છે – રાહુલની કાર અને એક ભાડૂઆતનું ઇલેક્ટ્રિક સ્કૂટર. રાહુલ કહે છે કે સોલાર એનર્જીનો ઉપયોગ કરીને ચાર્જ કરવાની પ્રણાલીને બીજા એપાર્ટમેન્ટમાં પણ નકલ કરી શકાય છે. જોકે, હાઉસિંગ સોસાયટીની મંજૂરી વિના, છતની જગ્યાનો ઉપયોગ કરી શકાતો નથી.
તે કહે છે, “સમસ્યા ટેકનોલોજી આધારિત નથી, પરંતુ માનવ આધારિત છે. મોટા ભાગની સોસાયટીઓ સોલાર પેનલ વિના છત ખાલી રાખવાનું પસંદ કરે છે.”
જો તમે આ અનોખા એપાર્ટમેન્ટ વિશે વધુ જાણવા માંગતા હોય, તો તમે ઓરિકૉન ની વેબસાઈટનાં માધ્યમથી રાહુલનો સંપર્ક કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: પહેલાં લાઈટબિલ આવતું હતું, 10,000, હવે 3 એસી અને બધી સુવિધાઓ હોવા છતાં થયું ઝીરો
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.