આંધ્રપ્રદેશના જંગલોમાં થોડા મહિના કામ કર્યા પછી કલ્પનાને પંજાબના અબોહર અભયારણ્યમાં મોકલવામાં આવ્યા. તેઓ ફિરોઝપુર વિભાગમાં વિભાગીય વન અધિકારી (ડીએફઓ) તરીકે મુકાયા હતા. ત્યાં ગયા પછી તે જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા કે અભયારણ્ય ગ્રામજનોના નિયંત્રણમાં છે.
બીજી બાજુ તેઓને એ જાણીને પણ આનંદ થયો કે બિશ્નોઇ સમાજના લોકો, કાળા હરણ જેવા જંગલી પ્રાણીઓને બચાવવામાં સક્રિય રીતે કામ કરી રહ્યા છે. સમુદાયે જંગલી કૂતરાઓ અને ગાયને નુકસાન પહોંચાડવાનું બંધ કરી દીધું હતું. જો કે, 1970 ના દશકમાં લીલી ક્રાંતિના કારણે ખેતી માટે વધુ જમીન પર કબજો કર્યો જેથી કાળા હરણો માટે ખતરો વધી ગયો.
કાળા હરણને બચાવવામાં નિભાવી મુખ્ય ભૂમિકા
કાળા હરણને બચાવવાનાં રસ્તાઓ શોધવામાં કલ્પનાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરંતુ આ માટે તેમણે લોકોને ખેતીની પ્રવૃત્તિઓ સાથે સમાધાન કરવાનું નહોતું કહ્યું. 2014 બેચના ભારતીય વન સેવા (આઈએફએસ) અધિકારી ઉપરાંત 2001 બેચના અધિકારી એમ ગીતાંજલિને વન્યપ્રાણી સંરક્ષક (પાર્ક્સ અને સંરક્ષિત વિસ્તારો) તરીકે મુકવામાં આવ્યા હતા.
2018 થી 2019 દરમિયાનના તેમના બે વર્ષના કાર્યકાળમાં, આ બંને અધિકારીઓએ કાળા હરણના સંરક્ષણ માટે ઘણી પહેલ કરી હતી. તેમના પ્રયત્નોને આઈએફએસ એસોસિએશન દ્વારા પણ માન્યતા મળી. બંનેના આ કામનો ઉલ્લેખ એસોસિએશન દ્વારા પ્રકાશિત પુસ્તક ‘ધ ગ્રીન ક્વીન્સ ઓફ ઇન્ડિયા – નેશન્સ પ્રાઇડ‘ માં કરવામાં આવ્યો હતો.

આ સમર્થનમાં શું છે મહત્વપૂર્ણ?
આશરે 18,650 હેકટર જમીનમાં આવરી લેતા, અભયારણ્ય 13 ગામોમાં ફેલાયેલ છે. તે વર્ષ 1975ની વાત હતી, જ્યારે ‘અખિલ ભારતીય જીવ રક્ષા સમિતિ બિશ્નોઇ સભા’એ સરકારને વિશાળ ખેતરને અભયારણ્યમાં ફેરવવા કહ્યું હતું. જેથી પ્રાણીઓ ગામડાઓમાં પ્રવેશ્યા વિના મુક્તપણે ભટકતા રહે.
કલ્પના કહે છે, “બિશ્નોઇ સમુદાયના લોકો કાળા હરણને એટલા પવિત્ર પ્રાણી માને છે કે આ સમુદાયની માતાઓ અનાથ કાળા હરણને દૂધ પીવડાવે છે. વન્યપ્રાણીસૃષ્ટિ પ્રત્યેના આવા પ્રેમને જોઈને, અમને સમજાયું કે સમુદાયના સમર્થન અને વિશ્વાસ વિના આ કાર્ય શક્ય નહીં હોય. એક મહત્ત્વનો ભાગ એમને એ અનુભૂતિ પણ કરાવી રહ્યો હતો કે હાલનું નિવાસસ્થાન વન્યપ્રાણીસૃષ્ટિ માટે યોગ્ય નથી.”
ગીતાંજલિ કહે છે, “અબોહરમાં કામ કરતા મારા અનુભવના આધારે, મેં શીખ્યું કે લોકો કાળા હરણને પ્રેમ કરે છે, પરંતુ તેઓ સમજી શકતા નથી કે કાળા હરણ અને અન્ય તમામ જંગલી પ્રાણીઓ માટે, પ્રાકૃતિક વનસ્પતિવાળા જંગલી વસવાટ ખૂબ મહત્વપૂર્ણ છે. કૃષિ અને બાગાયતી ઉછેરમાં, પ્રાણીઓનો કુદરતી રહેઠાણ, ટેકરાને ખેતી માટે સમથળ કરવામાં આવે છે. “
ટેકરા ઓછા હોવાને કારણે કાળા હરણોએ ખેતરોમાં ઘૂસીને તેમને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું. રખડતા કૂતરાઓનો ડર પણ ઝડપથી વધી ગયો. કારણ કે તેઓ પાક અને કાળા હરણ પર હુમલો કરવા લાગ્યા હતા. તેનો સામનો કરવા માટે ગામના લોકોએ વીજળીના વાયર લગાવી દીધા, જેના કારણે જીવલેણ અકસ્માત સર્જાયા.

કાળા હરણને બચાવવા
શરૂઆતમાં જ્યારે વન વિભાગે ગ્રામજનોને કોબ્રા વાયર કાઢવા માટે કહ્યું ત્યારે તેઓએ પાકને થયેલા નુકસાન માટે વળતર માંગ્યું હતું. પરંતુ નુકસાનની ભરપાઇ કર્યા બાદ પણ ગ્રામજનોએ વાયર કાઢયા નહોતા.
કલ્પનાએ કહ્યું, “માલિકો સાથે વ્યવહાર કરવાનું જટિલ હતું. કારણ કે અમે તેમની પરવાનગી વિના કોઈ નિયમ લાગુ કરી શક્યા નથી. આપણા હાથમાં બહુ નહોતું. તેથી અમે પંચાયત સમિતિ, કાર્યકરો, પશુચિકિત્સકો, વન રક્ષકો અને જિલ્લા વહીવટ જેવા સારું ઇચ્છનાર લોકોનો સમાવેશ કરવાનું નક્કી કર્યું.”
આગળ તેમેણે કહ્યું “વન્યપ્રાણીઓના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે વિભાગે શૈક્ષણિક સંસ્થાઓની મદદ પણ લીધી હતી. ગામની તમામ શાળાઓમાં જાગૃતિ ફેલાવવા અને બાળકોને સંરક્ષણ માટે પ્રોત્સાહિત કરવા વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. અમે પંજાબના સમગ્ર વન્યપ્રાણી જીવસૃષ્ટિ પર વાયર અને નિવાસસ્થાનના વિનાશની અસર અંગે અનેક પ્રેઝેન્ટેશન આપ્યા”

વાઈલ્ડ લાઈફ કર્મચારીઓની મહેનત લાઈ રંગ
આવતા આઠ મહિના સુધી વાઇલ્ડલાઇફ રેન્જના કર્મચારીઓ દરેક ગામમાં ગયા અને ખેડુતોને ખાતરી આપવા વિવિધ જાગૃતિ કેમ્પ યોજ્યા. ગામના મોટાભાગના લોકો સ્ટાફને સાથે લઇ ગયા હતા અને તેમની સામેના કોબ્રાના તાર કાઢી નાખ્યા હતા. આવા અથાગ પ્રયત્નોને કારણે કોબ્રા વાયરો લગાવવા પર રાજ્યવ્યાપી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
કલ્પના કહે છે, “વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવેલા 2019 ના અભ્યાસ મુજબ, હવે માત્ર 5% અભયારણ્ય વિસ્તારમાં જ વાયર છે. કાંટાળા તાર અને ચેન-લિંક વાડની સમસ્યાને જિલ્લા વહીવટી તંત્રની મદદથી ઉકેલી હતી. જાણવા મળ્યું કે પ્રાણીઓ અભયારણ્યની બહાર સ્થળાંતર કરી રહ્યા છે. આથી વહીવટીતંત્રે ચેન-લિંક વાડના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો.”
ગીતાંજલી અને કલ્પનાની નોંધપાત્ર સિદ્ધિઓમાં સીમિત ફંડમાંથી ઘાયલ જાનવરોના તત્કાલ ઉપચાર માટે બચાવ કેન્દ્ર ખોલવું અને ઘાયલ જાનવરોની સારવાર માટે પાણીની સુવિધા ઉભી કરવી, આ બધું સામેલ છે.
પ્રથમ વખત, ઘાયલ જાનવરોના ઉપચાર માટે સ્થાનિક પશુચિકિત્સકો રાખવામાં આવ્યા. વિભાગના કર્મચારીઓને ફર્સ્ટ એઇડની દવાઓની તાલીમ આપવામાં આવી હતી. એકવાર પ્રાણીઓ સ્વસ્થ થઈ જાય, તો તેઓ અભયારણ્યના સલામત વિસ્તારોમાં ફરી શકે છે.
આ કામગીરી હાથ ધરવા માટે, સ્થાનિક સ્ટાફને એમ્બ્યુલન્સ, પાંજરા, જાળી અને અન્ય પ્રાણી બચાવ સાધનો આપવામાં આવ્યા છે. પ્રથમ વખત, વન્યપ્રાણી સિક્વન્સ, વર્તણૂકીય દાખલાઓ અને બ્લેકબક્સની ગતિવિધિઓનું નિરીક્ષણ અને સંગ્રહ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે હવે બંને આઈએફએસ અધિકારીઓની બદલી થઈ ગઈ છે, તેમનું સંશોધન આગળ જતા વધુ ટકાઉ ઉકેલો વિકસાવવામાં મદદ કરશે.
ગીતાંજલિ કહે છે કે જમીન માલિકોને તેમની જમીનમાં જૈવવિવિધતા જાળવવા બદલ વળતર આપવા માટે નવી નીતિ ઘડી શકાય છે. તે સુનિશ્ચિત કરવા માટે કે ખેડુતો ખુશ છે અને વન્યપ્રાણી અવિરત રહે છે.
હાલમાં ફિનલેન્ડમાં ઉચ્ચ અભ્યાસ કરી રહેલા ગીતાંજલિ કહે છે, “ઘણા દેશોમાં જૈવવિવિધતા સંરક્ષણ માટે જમીન માલિકોને વળતર આપવાની યોજનાઓ ચાલી રહી છે. તેમને પેમેન્ટ ફોર ઇકોસિસ્ટમ સર્વિસ (પીઈએસ) અથવા વળતર પદ્ધતિ કહેવામાં આવે છે. મારો અભ્યાસ અને સંશોધન સમાન છે. તાજેતરમાં, મેં ઇકો સિસ્ટમ સર્વિસ પર આંતરરાષ્ટ્રીય પરિષદમાં અબોહરની પ્રાકૃતિક ઇકો સિસ્ટમ પુનસ્થાપિત કરવા વિશે એક પ્રેઝન્ટેશન આપ્યું હતું. આવી યોજનાઓ તૈયાર કરવા માટે વધુ સંશોધનની જરૂર છે. ”
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: બનવું હતું IAS, હવે વણઝારાઓ માટે ‘દેવદૂત’ બની કામ કરે છે આ યુવતી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.