Search Icon
Nav Arrow
Ayushyaman
Ayushyaman

13 વર્ષના આયુષ્માનનું સંશોધન, વૉશિંગ મશીનમાં જ સાફ થઈ જશે સાબુવાળું ગંદુ પાણી

KIIT International School માં ભણતા આયુષ્માન નાયકે એક એવા વૉશિંગ મશીનનું સંશોધન કર્યું છે, જે ગંદા પાણીને રિસાયકલ કરે છે.

બાળકોને નાની ઉંમરથી જ સમાજ અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા માટે તેમની સાથે તેની સાથે જોડાયેલ સમસ્યાઓની ચર્ચા કરવી ખૂબજ જરૂરી છે. કારણકે તેમને આ સમસ્યાઓ અંગે સમજણ હશે તો જ તેઓ તેને હલ પરવાનો પ્રયત્ન કરશે. આવું કઈંક કર્યું છે ઓડિશાના આ બાળકે. ભુવનેશ્વરમાં રહેતા 13 વર્ષિય આયુષ્માન નાયકે પાણી બચાવવા માટે અનોખુ ઈનોવેશન કર્યું છે, અને તેને આ માટે પેટન્ટ પણ મળી છે.

આયુષ્યમાનના પિતા સમાબેશ નાયક, એક મેનેજમેન્ટ સ્કૂલમાં વહિવટી અધિકારી છે અને હંમેશથી પર્યાવરણ પ્રત્યે બહુ સજાગ રહ્યા છે. તેમના ઘરમાં હંમેશાં ચર્ચા થતી રહે છે કે, કઈ-કઈ રીતે તેઓ પાણીનો ઉપયોગ ઘટાડી શકે છે. ઘરનાં કામોમાં પાણીનો ઉપયોગ ખૂબજ સાવચેતીપૂર્ણ કરવામાં આવે છે. તેઓ જણાવે છે, “અમારા ઘરના ધાબામાં પાણીની એક ટાંકી છે. અમે નહાવા-ધોવા, વૉશિંગ મશીન માટે અને ઘરનાં અન્ય કામ માટે ખૂબજ સાવચેતીપૂર્ણ પાણીનો ઉપયોગ કરીએ છીએ. સાથે-સાથે લોકોને પાણીના સતત ઘટી રહેલ સ્તર અંગે જાગૃત કરીએ છીએ.” તેઓ અને તેમની પત્ની સુચરિતા હંમેશાં આ વાતનું ધ્યાન રાખે છે કે, કેવી રીતે ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ કરી શકાય.

આયુષ્યમાન સાતમા ધોરણમાં ભણે છે અને જ્યારે પણ તેમના માતા-પિતા, પાણીના યોગ્ય ઉપયોગ અને બગાડ ઘટાડવા અંગે ચર્ચા કરતાં સાંભળે ત્યારે તેને ધ્યાનથી સાંભળે છે. એટલે જ, તેમણે પણ પાણીના ઘટતા સ્તર અંગે ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું. તેઓ અલગ-અલગ આઈડિયા કરવા લાગ્યા, જેનાથી ઘરમાં પાણીનો ઉપયોગ ઘટાડી શકાય. અંતે તેમને એક એવા વૉશિંગ મશીનનો વિચાર આવ્યો, જેમાં પાણીનો ઉપયોગ ઓછો થાય, જેમાં સાબુ/ડિટર્જન્ટવાળા પાણીને રિસાયકલ કરી ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. તેમનું સંશોધન છે – રિસાયકલ કરેલ સાબુના પાણીને વૉશિંગ મશીનમાં ઉપયોગ કરવાની સિસ્ટમ અને તીત. આ સંશોધન કેન્દ્ર સરકાર સામે રજુ કરવામાં આવ્યો હતો.

પોતાના સંશોધન માટે આયુષ્યમાનને ‘ઈંટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઈટ પેટન્ટ’ મળી છે. તેમણે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “મારો વિચાર એક એવું મશીન બનાવવાનો હતો, જેમાં વૉશિંગ મશીનમાંથી નીકળતા સાબુના પાણીને પ્રોસેસ કરી સ્ટોર કરી શકાય. હું આ વિચાર પર ત્રીજા ધોરણમાં હતો ત્યારથી જ કામ કરી રહ્યો છું અને વર્ષ 2017 માં આ માટે મને નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન (એનઆઈએફ )” તરફથી ‘એપીજે અબ્દુલ કલામ ઈગ્નાઈટ અવોર્ડ’ મળ્યો હતો.

Ayushyaman
Ayushyaman

સમાબેશ કહે છે કે જ્યારે આ અવોર્ડની જાહેરાત થઈ ત્યારે તેમના પરિવારને ખબર પડી કે તેમનો દીકરો આવા કોઈ સંશોધન પર કામ કરી રહ્યો હતો. તેઓ જણાવે છે, “એનઆઈએફના વિશેષક દર વર્ષે તેમની સ્કૂલ, કેઆઈઆઈટી ઈન્ટરનેશનલની મુલાકાત લેતા લે છે અને વિદ્યાર્થીઓને કઈંક ઈનોવેટિવ વિચારવા અને તે અંગે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. સાથે-સાથે આ વિચાર પર અરજી પણ સ્વિકારે છે. ત્યારે આયુષ્યમાને બે વિચાર સબમિટ કર્યા હતા: પહેલો, રીસાયકલ પાણી માટે અને બીજો, હેલમેટમાં વાઈપર લગાવવાનો, જેથી વરસાદ દરમિયાન, લોકોને હેલમેટમાં પણ સરખી રીતે દેખાઈ શકે.”

એનઆઈએફ એ આ વિચારને આપ્યો આકાર:

Congratulated Ayushman Nayak of @KiiTIntSchool, son of Mr. @SamabeshNayak1 – AO of KSOM & Dr. Sucharita Pradhan, Senior Librarian, KIIT on receiving the patent for his invention – System for using Recycled Soap in Washing Machine & Method” from Intellectual Property, GOI. pic.twitter.com/j4B5jMyeFY— Achyuta Samanta (@achyuta_samanta) March 26, 2021

તેમણે જણાવ્યું કે, પુરસ્કાર સમારંભ માટે ગુજરાત યાત્રા દરમિયાન, તેમને એ જાણીને આશ્ચર્ય થયું કે, એનઆઈએફના એન્જિનિયરોએ આ વિચારનું એક વ્યવહારિક સંસ્કરણ વિકસિત કર્યું, જેમાં ફિલ્ટ્રેશન સિસ્ટમ (પાણી સાફ કરવાની પ્રણાલી) ની પાંચ પરત છે. તેમણે કહ્યું, “એન્જિનિયરોએ દરેક ફિલ્ટર વિશે સમજાવ્યું અને જણાવ્યું કે, તે કેવી રીતે કામ કરશે. આ જોવાનું ખરેખર રસપ્રદ હતું કે, સેંકડો લીટર પાણીનો ઉપયોગ ફરીથી થઈ શકે છે અને તેમાંથી કેટલું સ્વચ્છ પાણી બનાવી શકાય છે.”

હવે જે પેટન્ટ મળી છે, તે 20 વર્ષ માટે માન્ય છે અને અત્યારે 2021 માં તેમના પિતાના નામે છે. આયુષ્યમાન કહે છે, “મારા મિત્રોએ પણ મારું બહુ પ્રોત્સાહન વધાર્યું છે. 69 કરતાં વધારે વિદ્યાર્થીઓને આ પુરસ્કાર મળ્યો અને મને તેમાંના એક હોવાનો ગર્વ થાય છે.” આયુષ્યમાનનું કહેવું છે કે, તે રોજિંદી સમસ્યાઓને હલ કરવા માટે, પોતાના આવા વિચારો પર કામ કરવા ઈચ્છે છે. તેમણે કહ્યું, “હું એક મિકેનિકલ એન્જિનિયર બનવા ઈચ્છું છું અને સામાન્ય લોકોની મદદ માટે અવનવા આવિષ્કાર કરવા ઈચ્છું છું.”

મૂળ લેખ: હિમાંશુ નિત્નાવરે

આ પણ વાંચો: 23 વર્ષની યુવતીએ બનાવ્યો પરાળથી ચાલતો ‘ધૂમાડા રહિત ચૂલો’, આ એક શોધ ઘટાડી શકે છે ઘણું પ્રદૂષણ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon