Search Icon
Nav Arrow
Rooftop solar panel for home
Rooftop solar panel for home

ગોવાનાં આ ઘરમાં નથી આવુ વીજળીનું બિલ, ઉલ્ટાનું સરકાર આપે છે પૈસા

ગોવામાં રહેતા મધૂસૂદનને ઘર કરી આપે છે કમાણી, વીજળીનું બિલ આવે છે ઝીરો, જાણો કેમ?

આ વર્ષની શરૂઆતમાં, ચક્રવાત ટાઉટે પશ્ચિમ કિનારે દસ્તક આપી હતી. તે સમયે, ગોવાના ઘણા વિસ્તારોમાં ત્રણ દિવસ સુધી વીજ સેવાઓ ખોરવાઈ હતી. આવી સ્થિતિમાં, ગોવામાં રહેતા પ્રોફેસર મધુસુદન જોશીએ ઘરની છત પર સ્થાપિત સોલાર પાવરનો(Rooftop Solar Power System) વધુ સારો ઉપયોગ કરીને એક દાખલો બેસાડ્યો છે.

વાવાઝોડાને કારણે, જ્યારે વીજળીની સેવા ખોરવાઈ હતી, મધુસૂદન જોષીના ઘરમાં સોલાર પેનલ લગાવવાને કારણે ,તેમના ઘરમાં ન માત્ર પરેશાની આવી, પણ પડોશીઓને મોબાઈલ ફોન ચાર્જ કરવામાં પણ મદદ કરી હતી. ચક્રવાત જેવી સ્થિતિમાં પણ હાઇબ્રિડ સોલર પાવર સિસ્ટમને કારણે આ શક્ય બન્યું હતું. તે આ સિસ્ટમનો ઉપયોગ તેના ઘરને વીજળી આપવા માટે કરે છે.

વર્ષ 2018માં, જ્યારે 58 વર્ષીય મધુસુદન જોશી પોતાનું ઘર બનાવી રહ્યા હતા, ત્યારે તેમણે તેને ઇકો-ફ્રેન્ડલી બનાવવાનું નક્કી કર્યું.

સરકાર પાસેથી લેતા નથી, આપે છે ઉર્જા

ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા મધુસૂદને કહ્યું, “ગોવા કોલેજ ઓફ ફાર્મસીમાં પ્રોફેસર તરીકે, હું છેલ્લા 25 વર્ષથી રિન્યૂએબલ એનર્જી વિશે શિખવાડી રહ્યો છું. જો કે, મેં જાતે વિદ્યાર્થીઓને કોલેજમાં ઉપયોગ કરવાનું શીખવ્યું હતું તેમાંથી કોઈ પણ હું પ્રેક્ટિસ કરતો ન હતો. પરંતુ જ્યારે મેં મારું ઘર બનાવવાનું શરૂ કર્યું ત્યારે મેં તેમાં સોલર સિસ્ટમ (Rooftop Solar Power System)લગાવવાનું નક્કી કર્યું.”

solar power electric generator

આજે, માર્સેસ (પણજી) માં તેમનું ઘર અને તેની અંદરનાં તમામ ઉપકરણો, સંપૂર્ણ રીતે સૌર ઉર્જાથી સંચાલિત છે. ઉર્જા પ્રણાલી એક હાઈબ્રિડ મોડેલ હોવાથી, તે માત્ર વીજળીના બિલ પર નાણાં બચાવે છે, પણ સરકારને ઉર્જા પાછી આપે છે અને વાર્ષિક રૂ. 350 કમાય છે.

આ પણ વાંચો: વિજળી, પાણી & પર્યાવરણના બચાવવા માટે રાજકોટની આ હોટેલે લીધાં નોંધપાત્ર પગલાં, અનુસરવા જેવાં છે દરેકે

શૂન્ય બિલ અને વધારાની ઉર્જામાંથી કમાણી

જ્યારે મધુસૂદને ઇકો ફ્રેન્ડલી હાઉસ બનાવવાનું નક્કી કર્યું, ત્યારે તેમણે સોલર સિસ્ટમ વગેરે વિશે વાત કરતા કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. તેણે તેનાથી સંબંધિત કેટલાક પ્રદર્શનોમાં પણ ભાગ લેવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન તે Solar360 નામની કંપનીના સંપર્કમાં આવ્યો.

મધુસૂદન કહે છે, “જ્યારે મોટાભાગના સોલર પ્રોવાઇડર્સ ઓન-ગ્રીડ અને ઓફ-ગ્રીડ સિસ્ટમ ઓફર કરે છે, ત્યારે આ કંપની હાઇબ્રિડ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરી રહી હતી. આનો અર્થ એ કે, સૌર ઉર્જા બેટરીમાં સંગ્રહિત થાય છે અને ગ્રીડ સાથે જોડાયેલી હોય છે. ઉપરાંત, વીજળી સેવા આપતી સ્થાનિક કંપનીઓને ઉર્જા પાછી આપી દેવામાં આવે છે.”

સરળ શબ્દોમાં કહીએ તો, હાઇબ્રિડ સિસ્ટમનો ઉપયોગ કરતી વખતે, સૂર્યની ઉર્જા પ્રથમ બેટરીમાં સંગ્રહિત થાય છે. જો વધારાની ઉર્જા (Surplus Energy)હોય તો, તે ગ્રીડમાં પરત કરવામાં આવે છે અને સરકાર એકમોની સંખ્યાના આધારે વળતર આપે છે. આ સોલાર સિસ્ટમ (Rooftop Solar Power System)ની કિંમત 5,80,000 રૂપિયા છે, જે સામાન્ય સોલર પેનલ કરતા વધારે છે.

સૌર ઉર્જાથી ચાલે છે સામાન્ય અને ભારે ઉપકરણ

જાન્યુઆરી 2019માં, મધુસુદન અને તેની પત્ની તેમના નવા ઘરમાં રહેવા ગયા. તેમના ઘરની છત પરની સોલર પેનલ 11 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરે છે, જે 15-વોલ્ટની 4 બેટરી સાથે જોડાયેલી છે. તે એક ઇન્વર્ટર સાથે જોડાયેલ છે, જે ઘરમાં વીજળી પૂરી પાડે છે.

મધુસૂદને કહ્યું કે, “અમે સૌર ઉર્જાનો ઉપયોગ રસોડામાં તમામ રેફ્રિજરેટર સહિતના બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને વીજળી આપવા માટે કરીએ છીએ. વોશિંગ મશીન અને ટેલિવિઝન જેવા બાકીના ભારે સાધનો પણ સૌર ઉર્જાથી ચાલે છે.”

solar power electric generator

જો કે, ચોમાસા દરમિયાન, ગોવામાં ભારે વરસાદ પડે છે અને ઘણા દિવસો સુધી થોડો સૂર્યપ્રકાશઘણો ઓછો હોય છે. તે સમયે, પાવર સપ્લાઈ સિસ્ટમ ઓટોમેટિક ગ્રીડ પર સ્વિચ થઈ જાય છે, જ્યાં સરકાર દ્વારા વીજળી પૂરી પાડવામાં આવે છે.

આ પણ વાંચો: શહેરની વચ્ચોવચ્ચ ઘર, છતાં મળે છે શુદ્ધ હવા, પાણી-ભોજન, સાથે જ કમાય છે 70000 રુપિયા પણ

મધુસૂદને કહ્યું, “બે સપ્તાહ પહેલા, ભારે વરસાદ પડ્યો હતો અને મારા સોલર યુનિટે આખા અઠવાડિયામાં માત્ર એક કિલોવોટ ઉર્જા ઉત્પન્ન કરી હતી. પરંતુ તે પછી પણ મારા સાધનો કામ કરી રહ્યા હતા કારણ કે જ્યારે બેટરી સંપૂર્ણ રીતે ચાર્જ થતી નથી, ત્યારે તે ગ્રીડ કનેક્શન સાથે જોડાય છે.”

800 રૂપિયાથી, 0 વીજળી બિલ સુધી

વીજ પુરવઠો અને તેનો ઉપયોગ ચકાસવા માટે, તેણે તેના મોબાઇલ ફોન પર બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ લગાવી છે. વર્ષ 2019 દરમિયાન, મધુસૂદને પોતાનું આખું ઘર સૌર ઉર્જાથી સંચાલિત કર્યું અને તેની પાસે વીજળીનું કોઈ બિલ આવ્યુ નહી.

તેમણે કહ્યું, “મેં વીજળી માટે એક રૂપિયો પણ ચૂકવ્યો નથી. વર્ષના અંતે, મેં ગ્રીડને વધારે વીજળી પૂરી પાડી હોવાથી સરકારે મને 350 રૂપિયાનું વળતર આપ્યું. આ રકમ સરપ્લસ યુનિટની સાથે યુનિટદીઠ વીજળીની કિંમતના આધારે નક્કી કરવામાં આવે છે.” અગાઉ તેઓ તેમના જૂના ઘરમાં દર મહિને 800 રૂપિયાનું વીજળી બિલ જમા કરાવતા હતા.

મધુસૂદનનું કહેવું છે કે તેમને સૌર ઉર્જા પ્રણાલીના ઉપયોગ અંગે કોઈ ફરિયાદ નથી. તે કહે છે, “તેણે મારા જીવનને મુશ્કેલીમુક્ત બનાવ્યું છે. હવે મારે પાવર કટની ચિંતા કરવાની જરૂર નથી.”

મૂળ લેખ: રૌશની મુથુકુમાર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: વીજળી-પાણી મફત અને ખાવાનું બને છે સોલાર કુકરમાં, ભરૂચના આ પરિવાર પાસેથી શીખો બચતની ટ્રિક્સ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon