Search Icon
Nav Arrow
Water purifier
Water purifier

બે સુરતીઓએ બનાવ્યું 1 લાખ લિટર પાણી સાફ કરતું પ્યૂરિફાયર, એક ટીંપુ પાણી પણ નથી જતું ‘વેસ્ટ’

બે સુરતી ભાઈઓએ બનાવ્યુ ભારતનું સૌથી સસ્તુ પ્યૂરિફાયર, મોબાઈલની નકામી સ્ક્રીનમાંથી બનાવેલ આ RO માં નથી નીકળતું એક ટીંપુ પણ વેસ્ટ પાણી. અને કોઈપણ જાતના મેન્ટેનેન્સ ખર્ચ વગર સાફ કરી શકે છે 1 લાખ લિટર પાણી

સ્વચ્છ અને પોષણક્ષમ પીવાનું પાણી મેળવવું એ ભારતમાં વૈભવ સમાન છે. 50% થી વધુ વસ્તીને વપરાશ માટે સાફ અને સલામત પાણી મળતું નથી. આરોગ્ય પર તેની ખરાબ અસર પડવાની સાથેસાથે શુદ્ધ પાણીના અભાવના કારણે સરકારને પણ બીજી ઘણી રીતે આર્થિક નુકસાન થાય છે.

વર્લ્ડ બેંકના જણાવ્યા મુજબ, 85% ગ્રામીણ ભારતીયો પીવાના પાણીની જરૂરિયાતો ભૂગર્ભ જળના સ્રોતોનો ઉપયોગ કરે છે. આ મહત્વપૂર્ણ સંસાધનો ક્ષીણ થઈ રહ્યા છે અને દૂષિતતા જોવા મળી રહી છે જે ગ્રામીણ તેમજ શહેરી વસ્તી બંનેના જીવનને જોખમમાં મૂકી રહ્યું છે.

આરઓ વોટર પ્યૂરિફાયિંગ સિસ્ટમ્સ અને અન્ય ફિલ્ટર્સ જેવા ઉકેલો યોગ્ય વિકલ્પો જેવા લાગે છે, પરંતુ આ કાં તો ખર્ચાળ છે અથવા પર્યાવરણને નકારાત્મક અસર કરે છે. હકીકતમાં, આરઓ પ્યૂરિફાયર ફાયદા કરતાં વધુ નુકસાન પહોંચાડે છે, કારણ કે મશીનો જેટલું સ્વચ્છ પાણી આપે છે, તેની સામે ઘણા વધારે પાણીનો બગાડ કરે છે.

જોકે, ગુજરાતના સુરતથી આવેલા બે ભાઈઓએ તેમના પ્રારંભિક, સસ્ટેઇનેબલ લાઈવલીહુડ ઇનિશિયેટીવ ઇન્ડિયા (એસ.એલ.આઇ.આઇ.) દ્વારા આ મુશ્કેલીના સમાધાન માટે એક અનોખો ઉપાય શરૂ કર્યો છે. તેઓએ એક જળ શુદ્ધિકરણ બનાવ્યું છે જે પ્રદૂષિત પાણીને મિનિટોમાં પીવા યોગ્ય બનાવે છે અને તેમાં સ્થાવર ભાગો નથી, આમ જાળવણી અને ફેરબદલ પર બચત થાય છે. આ સિસ્ટમનું નામ વરદાન રાખવામાં આવ્યું છે, અને તે ભારતમાં સૌથી સસ્તી હોવાનો દાવો કરીને, લિટર દીઠ 8 પૈસાથી પાણી સાફ કરે છે.

એસએલઆઈઆઈના સહ-સ્થાપક અભિમન્યુ રાઠી કહે છે કે “આ ઉત્પાદનને બનાવવામાં નવ વર્ષ લાગ્યા છે. તેનો વિચાર તેમને 2012 ની આસપાસ આવ્યો, જ્યારે તે કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા. ગ્રેજ્યુએશન દરમિયાન વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરતી વખતે, મને સમજાયું કે પાણીનો મુદ્દો સમાજમાં ખૂબજ મહત્વનો છે. પાણી અથવા તેનો અભાવ વ્યક્તિ, જાતિ અને સ્થાનને ધ્યાનમાં લીધા વગર દરેકને અસર કરે છે.

Vardan
Water purifier -Vardan

સોલાર સેલ્સ તરીકે રિસાયકલ્ડ સેલ ફોન સ્ક્રીનની મદદથી

2015 માં તેણે સ્નાતક થયા પછી, અભિમન્યુએ ઉત્પાદનમાં આગળ વધવા અને તેને વ્યવસાયિક ધોરણે નિર્માણ કરવા માટે સ્ટાર્ટઅપ શરૂ કર્યું. 2017 માં, તેના નાના ભાઇ વરદાને પણ કેમિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું અને સહ-સ્થાપક બન્યા. બન્ને ભાઈઓએ આ મુદ્દાને સમજવા માટે હવામાન પરિવર્તનનો અભ્યાસ પણ કર્યો હતો.

તેઓએ ઉકેલો શોધવા પર કામ કર્યું અને વિવિધ ઉત્પાદનોનો પ્રયોગ કર્યો. અભિમન્યુ કહે છે “અમે બજારમાં ઉપલબ્ધ હાલના વોટર પ્યૂરિફાયર્સનો અભ્યાસ કર્યો અને તેમાંના મોટાભાગનામાં વિજળી અને જાળવણીનો ખર્ચ વધારે આવે છે. આ બંનેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં મર્યાદા બની જાય છે. તેથી, અમે એવું કંઈક લાવવા માગીએ છીએ જેનો કોઈ મૂવિંગ ભાગો ન હોય અને તેની જાળવણીની ઓછા ખર્ચમાં થાય.”

તેમણે કાર્બનનું વ્યુત્પન્ન કરનાર ગ્રાફિન સાથે પ્રયોગ કરવાનું શરૂ કર્યું. તે જણાવે છે , “ગ્રાફિન એ એક સારો શોષક છે અને તેના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મોને કારણે, તે ફિલ્ટરિંગ માધ્યમનું કામ કરે છે. જો કે, તે ખર્ચાળ છે. પરિણામે, અમે ઘણા વર્ષોથી એક સંયોજન વિકસિત કર્યું છે, જે પાણી શુદ્ધિકરણના હેતુ માટે કામ કરે છ, અને તેની કિંમત પણ ઓછી છે.

અભિમન્યુ સમજાવે છે કે “પાણીથી અન્ય દૂષણોને દૂર કરવા માટે, સૌર-સંચાલિત યુવી લાઇટ તકનીક કામ લાગી. સૌર કોષ રિસાયકલ ઇ-વેસ્ટમાંથી બનાવવામાં આવે છે. કોષો તૂટેલા અથવા નકામા નાખી દીધેલા મોબાઈલ ફોન સ્ક્રીનમાંથી બનાવવામાં આવે છે અને તે વીજળી પસાર કરી શકે છે. આ ફેરફાર કરેલા સેલ ફોનની સ્ક્રીનો સૌર કોષોનું કામ કરે છે અને યુવી લાઈટને શક્તિ આપે છે.

વર્ષોની મેહનત પછી, એક પટલ અથવા ફરતા ભાગો વગરના નળાકાર શુદ્ધિકરણની કલ્પના કરવામાં આવી હતી. અભિમન્યુ કહે છે કે, “પાણીને કોઈ પંપની જરૂર પડતી નથી અને ગુરુત્વાકર્ષણની મદદથી વહે છે, વોટર પ્યુરિફાયર તેના ભાઈ વરદાનના નામ પર રાખવામાં આવ્યું હતું.”

વરદાન કહે છે કે “અમને જે પડકાર હતો તે સંશોધન ભંડોળનો અભાવ હતો. અમે અમારી બચતમાંથી 30,000 રૂપિયા ખર્ચ કર્યા છે. મેં પેઇન્ટ કંપનીમાં કામ કર્યું અને વર્ષો સુધી આ પ્રોજેક્ટને ભંડોળ પૂરું પાડ્યું. અભિમન્યુએ પ્રોજેક્ટ પર પૂર્ણ-સમય કામ કર્યું”. તેમણે ઉમેર્યું કે, “અમને રાજ્ય સરકાર તરફથી 2017 માં અનુદાન પણ મળ્યું હતું અને સંશોધન માટે અમારા પરિવાર પાસેથી થોડી રકમ ઉધાર પણ લીધી હતી”.

Innovator
SLII awarded Best Indian Social Enterprise in 2019.

10 વર્ષ સુધી ન્યૂનતમ જાળવણી ખર્ચ
ભાઈઓનું કહેવું છે કે “આ ઉત્પાદનની કિંમત રૂ. 5,000 છે અને તેના જીવનકાળમાં તે ૧,૦૦,૦૦૦ લિટર પાણી શુદ્ધ કરી શકે છે. દરરોજ સરેરાશ 40 લિટર શુદ્ધિકરણ સાથે, તે દસ વર્ષ સુધી ચાલશે અને લિટર દીઠ 8 પૈસાના દરે પાણી શુદ્ધ કરશે”, વરદાન કહે છે કે “શુદ્ધિકરણ પ્રક્રિયામાં પાણીનું એક ટીપું પણ બગાડવામાં આવતું નથી”.

વરદાન ધ બેટર ઈન્ડિયાને કહે છે કે “વ્યાપારી આરઓ ઉત્પાદનો માં એક લિટર પાણીનો ખર્ચ 16 પૈસા આવે છે જ્યારે ગુરૂત્વાકર્ષણ આધારિત બિન-ઈલેક્ટ્રિકલ વૉટર પ્યૂરિફાયરમાં એક લિટર પાણીનો ખર્ચ 20 પૈસા આવે છે. અમે અમારા આ ઈનોવેશનની તુલના માર્કેટમાં ઉપલબ્ધ અન્ય આઠ ઉત્પાદનો સાથે કરી અને તેમાં અમારું ઈનોવેશન ભારતમાં સૌથી સસ્તુ પ્યૂરિફાયર સાબિત થયું છે.”

વરદાન કહે છે કે “તાપી નદીમાંથી પરીક્ષણ કરવામાં આવેલા નમૂનાઓમાં પાણીની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જેમના કેટલાક તારણો નીચે દર્શાવ્યા મુજબ હતા:

  • ટોટલ સસ્પેન્ડેડ સોલિડ્સ (ટીએસએસ) 75 પીપીએમથી ઘટીને 2 પીપીએમ કરતા ઓછા થયા, જે કુલ 97.50% ઘટાડો છે. ટી.એસ.એસ. એ હાનિકારક રજકણ પદાર્થોનું માપદંડ છે જે સસ્પેન્શનમાં રહે છે.
  • ટલ વિસર્જિત(Disolved) સોલિડ્સ (ટીડીએસ) 4,000 પીપીએમથી ઘટાડીને 250 પીપીએમ થઈ ગઈ છે. તેમાં 93.75% ઘટાડો (મેક્સ) દર્શાવ્યો હતો. ટીડીએસનું એલિવેટેડ સ્તર પાણીને કડવો, મીઠું અથવા કઠોર સ્વાદ આપવા માટે જવાબદાર છે.
  • કેમિકલ(Chemical) ઓક્સિજન ડિમાન્ડ (સીઓડી) 350 પીપીએમથી ઘટાડીને 15 પીપીએમ કરવામાં આવે છે, જે 95.75% ઘટાડો છે. તે જળમાં રહેલા કાર્બનિક અને અકાર્બનિક રસાયણોનું માપદંડ છે.
  • જૈવિક (Biological) ઓક્સિજન ડિમાન્ડ (બીઓડી), પાણીમાં હાજર સુક્ષ્મસજીવોની ગણતરી, 115 પીપીએમથી ઘટીને 3 પીપીએમ થઈ છે, જે લગભગ 97.5% ઘટાડો છે.
    પાણીની અસ્પષ્ટતા, જે તેની પારદર્શિતા સંપત્તિને અસર કરે છે, તે 110 એનટીયુથી 0.15 એનટીયુમાં ઘટાડો દર્શાવે છે, જે 99.85% નો સુધારો છે.
  • ક્લોરાઇડ્સનું સ્તર, સામાન્ય રીતે જીવાણુનાશક પદાર્થો તરીકે ઉપયોગમાં લેવાય છે, જો ઉચ્ચ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે તો ત્વચા રોગ પેદા કરી શકે છે. તેનું સ્તર 1,400 પીપીએમથી ઘટીને 30 પીપીએમ સુધીમાં 97.85% ઘટાડો છે.
  • પ્રક્રિયામાં આર્સેનિક, સીસું, કેડમિયમ, પારો, નિકલ અને કોબાલ્ટ જેવા ભારે ધાતુઓને કાઢી નાખવામાં આવ્યા હતા.
  • એકંદરે ફિલ્ટરેશનમાં 99.99% રોગકારક જીવાણુઓ અને વાયરસને દૂર કરવાનું દર્શાવવામાં આવ્યું છે જે સ્વાસ્થ્ય માટે જોખમી છે.

અભિમન્યુ કહે છે કે “ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી ટન્સ કાર્બન ઉત્સર્જનથી પર્યાવરણને બચાવશે. મોટાભાગના ગ્રામીણ ભારત પાણીના બેક્ટેરિયા અને સૂક્ષ્મજંતુઓને મારવા, તેમજ પીવાલાયક બનાવવા માટે, ઉકળતા પાણી પર આધાર રાખે છે. આ હેતુ માટે લાકડાં બાળી ઉકાળેલા પાણીમાં લિટર દીઠ 0.5 કિલો કાર્બન ઉત્સર્જન થાય છે” . તેમણે ઉમેર્યું કે, “વોટર પ્યુરિફાયરના ઉપયોગથી વાર્ષિક 5-8 થી ટન્સ કાર્બન ઉત્સર્જનની બચત થશે, જે હવાને શુદ્ધ કરનારા લગભગ 300 પરિપક્વ વૃક્ષોની સેવા.”

સરળ અને સસ્તું સંશોધન
મિનિટમાં કેવી રીતે પાણી શુદ્ધ થાય છે તે જુઓ:
આ ઉત્પાદન 2020 માં વ્યવસાયિક રૂપે ઉપલબ્ધ કરાયું હતું, અને 30 નંગ ગુજરાતના સુરત, નવસારી અને અંકલેશ્વર શહેરોમાં વેચાયા હતા. અભિમન્યુ કહે છે, “અમે હાલમાં 7૦ ડિલિવરી પર કામ કરી રહ્યા છીએ અને 5,000 થી વધુના વર્ક ઓર્ડર છે.”

વપરાશકર્તાઓમાંના એક, સરકારી હોસ્પિટલમાં એચઆર અને એડમિનિસ્ટ્રેટર જીગ્નેશ મોદી કહે છે, “હું વરદાન વોટર પ્યુરિફાયર પહેલા આરઓ પ્યુરિફાયરનો ઉપયોગ કરતો હતો અને થોડા મહિના પહેલા આ નવી પ્રોડક્ટ સાથે પરિચય થયો છે. ફિલ્ટર અને સમારકામ માટેના અન્ય ખર્ચ સાથે ઉમેરવામાં આવેલા આર.ઓ. પ્યુરિફાયર માટેની વાર્ષિક જાળવણીમાં મારે 3,000 રૂપિયાનો ખર્ચ થતો હતો. વરદાન શુદ્ધિકરણ મુશ્કેલી વિનાનું છે. વરદાન શુદ્ધિકરણ વાપરવામાં ખુબ સરળ છે અને મેં કોઈપણ પ્રકારનો જાળવણી ખર્ચ પણ નથી કર્યો. તેની કાર્યક્ષમતા માટે નિયમિત તપાસ કરવામાં આવે છે, પરંતુ હજી સુધી કોઈ પણ મુદ્દા ઉભા થયા નથી”.

બીજા એક વપરાશકર્તા, જીગર નંદા કહે છે કે “ખારાશ અને કડવો સ્વાદ જેવી સમસ્યાઓ નવા વોટર પ્યૂરિફાયર સાથે ઉકેલી લેવામાં આવી છે, જે તેણે તેના પાંચ સભ્યોના પરિવાર માટે ખરીદ્યું છે. તેને વીજળીની જરૂર નથી અને તે કુટુંબની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. સુરતમાં પાણીની ગુણવત્તા નબળી છે. પાણીમાં ક્ષારનું પ્રમાણ ઊંચુ હોવાથી, પાઈપમાં ક્ષાર જામી જાય છે અને વારંવાર તેને બદલવી પડે છે. પરંતુ વરદાન પ્યૂરિફાયરમાં આવી કોઈ સમસ્યા નડતી નથી.

ભારતીય વૈજ્ઞાનિક શિક્ષણ અને સંશોધન સંસ્થા (આઇઆઇએસઇઆર) ના વરિષ્ઠ નિર્મલ્યા બલ્લવ કહે છે, ગ્રાફિન બિન-ઝેરી છે અને જળ શુદ્ધિકરણ પ્રક્રિયામાં કાર્યક્ષમ રીતે કાર્ય કરે છે. ગ્રેફિનનો ઉપયોગ વધી રહ્યો છે, અને તેનો વ્યાવસાયિક ઉપયોગ યુકેમાં કરવામાં આવ્યો છે.

એસ.એલ.આઈ.આઈ. ઉત્પાદનના મોટા પ્રમાણમાં વેપારીકરણ માટે બીજ રોકાણો શોધવાની તકોની શોધ કરી રહી છે. અભિમાન્યુ કહે છે કે “આ ઉત્પાદન ઉચ્ચ ક્ષમતાના બે અન્ય પ્રકારો સાથે ઉપલબ્ધ છે, જે 1.5 લાખ લિટર પાણી અને 2.5 લાખ લિટર પાણી શુદ્ધ કરી શકે છે”.

વોટર પ્યુરિફાયર મંગાવવા માટે, અભિમન્યુનો સંપર્ક 9925629000 પર કરી શકાય છે.

મૂળ લેખ: HIMANSHU NITNAWARE

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: 20 પૈસામાં 1 કિમી ચાલશે આ ‘Hope’ ઈ-સ્કૂટર, IIT દિલ્હીના સ્ટાર્ટઅપે કર્યું શક્ય

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon