બાળપણમાં તમે ભાઈ-બહેન સાથે જૂના ટાયરથી જરૂર રમ્યા હશો. એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં દરરોજ છ લાખ ટાયરોનું ઉત્પાદન થાય છે અને દરરોજ 2 લાખ 75 હજાર ટાયર કચરામાં ફેંકવામાં આવે છે.
જોકે, ટાયરોને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. પરંતુ સામાન્ય ઘરોમાં બેકાર પડેલા ટાયરોને કોઈ રિસાઇકલિંગ માટે નથી મોકલતું. આવા ટાયરો ઘરોની છતો પર કે સ્ટોરમાં ધૂળ ખાતા પડ્યા રહેતા હોય છે. એટલે કે આવા ટાયરો ફક્ત નકામો કચરો બનીને પડ્યાં રહે છે.
અમુક લોકો ટાયરો સળગાવી પણ દે છે. એ લોકોને ખબર નથી હોતી કે તેમાંથી ઝેરી ગેસ નીકળે છે. આ ગેસ મનુષ્યો અને પર્યાવરણ માટે હાનિકારક છે. તો હવે શું કરવું?
આ ખૂબ જ સરળ છે. ટાયરોનો ફરીથી ઉપયોગ કરી લો. હવે તમે કહેશો કે ખરાબ ટાયરો વાહનોમાં કેવી રીતે ચાલે? તમે આવું વિચારી રહ્યા છો તો બિલકુલ સાચું છે. આવા ટાયરોનો ઉપયોગ ગાડી માટે નહીં પરંતુ તમારા ઘરની ખૂબસૂરતી વધારવા માટે કરી શકો છો. એટલે કે વિકલ્પ તરીકે આવા ટાયરોનો ઉપયોગ કરી શકો છો.

1) પ્લાન્ટર:
હરિયાણાના સોનીપતમાં રહેતા રાજેન્દ્રસિંહને ગાર્ડનિંગનો ખૂબ શોખ છે. તેમણે પોતાની છત પર અલગ અલગ પ્રકારના છોડ ઊગાડ્યા છે. તેઓ દરેક જૂની વસ્તુઓમાંથી પ્લાન્ટર્સ બનાવે છે. તેમના ગાર્ડનમાં જૂના ટાયરમાંથી પણ પ્લાન્ટર્સ બનાવવામાં આવ્યા છે.
જો તમે પણ ટાયરનો પ્લાન્ટર્સ તરીકે ઊપયોગ કરવા માંગતા હોવ તો કરી શકો છો. તમે ઈચ્છો તો ટાયરને અલગ અલગ રંગથી રંગી પણ શકો છો. જે બાદમાં તમે તેમાં માટી ભરીને અલગ અલગ છોડ ઊગાડી શકો છો. તમે તેમાં શાકભાજી પણ ઊગાડી શકો છો. તમે ટાયરને અલગ અલગ રીતે કાપીને સુંદર ડિઝાઈન પણ તૈયાર કરી શકો છો.
તમે આ વીડિયો પણ જોઇ શકો છો:
2) વર્ટિકલ પ્લાન્ટર્સ

જૂના ટાયરમાંથી તમે દીવાલ પર લાગતા વર્ટિકલ પ્લાન્ટર્સ પણ બનાવી શકો છો. આ માટે સૌથી પહેલા નક્કી કરો કે તમારે પ્લાન્ટર્સ ક્યાં લગાવવું છે. એ પ્રમાણે દીવાલમાં ટાયરના સપોર્ટ માટે ખીલો ખોડી દો. જે બાદમાં તમે તેને અલગ અલગ રંગથી રંગી શકો છો. જે બાદમાં તમે તેમાં માટી ભરીને તમારા મનપસંદ છોડ ઊગાડી શકો છો. તમે ઈચ્છો તો ટાયરને બે ભાગમાં કાપીને તેમાંથી બે પ્લાન્ટર્સ બનાવી શકો છો.
વીડિયો જુઓ:
3) હેંગિગ પ્લાન્ટર્સ:

ટાયર્સમાંથી હેંગિગ પ્લાન્ટર્સ બનાવવાનું ખૂબ જ સરળ છે. બસ ટાયરને સાફ કરી લો, તમે ઇચ્છો તો તેને રંગી શકો છો. જે બાદમાં તેમાં માટી ભરીને છોડ લગાવી શકો છો અથવા તેના પર કુંડા પણ રાખો શકો છો. તમે તેને ઘરની બાલકની કે પછી કોઈ ઝાડ પર કે ગેલેરીમાં લટકાવી શકો છો. આ હેંગિગ પ્લાન્ટર્સ તમારા ગાર્ડનની ખૂબસૂરતી વધારે શકે છે.
વીડિયો જુઓ:
4) ટાયર શીટ/સ્ટૂલ: જૂના ટાયરમાંથી ઘરે બેસવા માટેની શીટ પણ બનાવી શકો છો. આ માટે તમારે બે જૂના ટાયર, દોરી, અને ટાયરને છેદવા માટે કોઈ અણીદાર વસ્તુની જરૂર છે.
કેવી રીતે બનાવશો:

સૌ પહેલા ટાયરને સાફ કરી દો.
હવે તસવીમાં દેખાય છે તે પ્રમાણે એક ટાયરમાં સમાન અંતરે કાણા પાડી દો.
હવે આ છેદમાં ચટાઈમાં જેવી રીતે દોરી પોરવવામાં આવે છે તેવી રીતે દોરી બાંધી દો.
જ્યારે આ કામ પુરું થઈ જાય ત્યારે આ ટાયરને બીજા ટાયર પર મૂકી દો.
બેસવા માટે શીટ તૈયાર છે.
વીડિયો જુઓ:
ટાયર શીટ ઉપરાંત તમે સ્ટૂલ પણ બવાની શકો છો. આ માટે તમારે થોડા વધારે સામાનની જરૂર પડશે. આ માટે તમારે લાકડું, થોડા જૂના કપડાં, મોટું સ્ટેપલ વગેરેની જરૂર પડશે.
સૌથી પહેલા બંને ટાયર્સને નટ-બોલ્ડની મદદથી જોડી લો. આ બંને ટાયરને ચારેતરફ કપડાંથી લપેટી લો, જેવી રીતે તસવીરમાં બતાવવામાં આવ્યું છે. ટાયરને લપેટવા માટે તમે દોરીનો ઉપયોગ કરી શકો છો.
હવે લાકડાનો એક એવો ટૂકડો લો જે ટાયરની વચ્ચે ફીટ થઈ શકે. હવે તેને કપડાંથી કવર કરી લો. હવે આ લાકડાના ટુકડાને ટાયર વચ્ચે લગાવી લો. તમારું સ્ટુલ તૈયાર છે.
5) ખુરશી:
સૌથી પહેલા બે જૂના અને સમાન આકારના ટાયરને સાફ કરીને એકબીજા સાથે જોડી દો. તમે ઇચ્છો તો તેને રંગી શકો છો.

હવે તમે તેના પર બેસવા માટે લાકડીની શીટ બનાવી લો જેવી રીતે અમે સ્ટૂલ બનાવ્યું છે. અથવા તમે દોરીની મદદથી પણ શીટ બનાવી શકો છો.
તમારી શીટ તૈયાર છે, હવે તમારે તેને ખુરશીનો લૂક આપવા માટે પાછળ કંઈક લગાવવું પડશે.
આ માટે તમે આખું ટાયર કે પછી ટાયરને કાપીને પણ ઉપયોગ કરી શકો છો.
તમે ટાયરને અડધું કાપીને તેમાં કપડા કે કંઈક ભરીને ઉપયોગ કરી શકો છો.
તમે તને નટ-બોલ્ટની મદદથી જોડી દો.
તમારી ખુરશી તૈયાર છે.
વીડિયો જુઓ:
6) કૉફી ટેબલ:

આ બનાવવું ખૂબ જ સરસ છે. બે જૂના ટાયરને સાફ કરીને જોડી દો. તમે ઇચ્છો તો તેને રંગી શકો છો. હવે તમે તેના પર કાચ રાખી શકો છો. જે બાદમાં તમે તેને બાલકની કે ઘરના આંગણામાં રાખી શકો છો.
7) ઝૂલો:

તમે ફિલ્મો કે ટીવી પર અનેક વખત ટાયરના ઝૂલા જોયા હશે. તમે ટાયરને દોરડા સાથે બાંધીને ઝાડ પર લટકાવી શકો છો. આ માટે એક વાત યાદ રાખો કે ટાયરને જમીનથી વધારે ઊંચાઈ પર ન બાંધો, તેમજ થોડા સમયનાં અંતરે તપાસના રહો કે દોરી ઢીલી તો નથી પડીને. આ સાથે તમે ઝાડની જે ડાળી પર ટાયર લટકાવી રહ્યા છો તે મજબૂત હોય તે પણ ચકાશી લો. નહીં તો તમે ઈજાગ્રસ્ત થઈ શકો છો.
વીડિયો જુઓ:
8) પ્લે સ્ટેશન:
ગુજરાતના અમદાવાદમાં રહેતી અનુયા ત્રિવેદીએ પોતાના નાના સ્ટાર્ટઅપ ‘ગ્રીન બડીઝ’ના માધ્યમથી જૂના ટાયર્સમાંથી સરકારી સ્કૂલો અને સ્લમ વિસ્તારોમાં બાળકો માટે પ્લે સ્ટેશન બનાવી રહી છે. અનુયાને આ પ્રયાસ માટે આ વર્ષે ‘ગ્લોબલ રીસાયક્લિંગ એવૉર્ડ’ પણ મળ્યો છે.

એક તો તેણી જૂના ટાયર્સને નવું રૂપ આપીને બાળકોની દુનિયાને ખુશીઓથી ભરી દે છે, બીજું કે તેણીનું આ પગલું કચરાનું મેનેજમેન્ટ કરવા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. અનુયા કહે છે કે આપણે ટાયર્સને અલગ અલગ રૂપ આપીને બાળકોને રમવા માટે અને મનોરંજનનું સાધન બનાવી શકીએ છીએ. તેણીએ અમુક પ્રોજેક્ટ્સની તસવીરો પણ જાહેર કરી છે, જેનાથી તમે પ્રેરણા લઈ શકો છો.
9) ફિશ ટેન્ક:
આ માટે તમારે ટાયરની સાથે સાથે સિમેન્ટ વગેરેની પણ જરૂર પડે છે.
સૌથી પહેલા ટાયરને એક બાજુથી કોઈ આકૃતિમાં કાપી લો. હવે તેને ઉલટું કરી લો જેવું કે તસવીરમાં દેખાઈ રહ્યું છે.
જે બાદમાં તેને એક પ્લાસ્ટિક સીટ પર રાખો અને નીચેના ભાગમાં સિમેન્ટ નાખી દો. સીમેન્ટ એવી રીતે નાખો કે સૂકાયા પછી તળિયાનું કામ કરે.
હવે અંદર અને બહાર બંને સાઇડથી રંગી લો.
તમે તેને તમારા આંગળા કે બાલકનીમાં રાખો શકો છો. તમે તેમાં નાનાં નાનાં પથ્થર નાખી શકો છો.
હવે તમે તેમાં થોડી માછલી પણ નાખી શકો છો.
વીડિયો જુઓ:
10) તમારા પેટ માટે બેડ બનાવો:
જે ટાયર આકારમાં થોડા મોટા હોય તેમાંથી તમે તમારા પાળતું કૂતરા કે બિલાડી માટે બિસ્તર બનાવી શકો છો. આ કરવું ખૂબ સરળ છે.

કોઈ પણ ટાયરને સાફ કરી લો અને તેને કોઈ પણ સુંદર રંગથી રંગી લો.
તેની અંદર તમે કોઈ પણ ધાબળો, બેડશીટ વગેરે પાથરીને રાખી શકો છો. અમુક રમકડાં પણ તમે અંદર રાખી શકો છો.
બસ, તમારા પાળતું પ્રાણી માટે બેડ તૈયાર છે.
જો તમારી પાસે પણ કોઈ જૂના ટાયર પડ્યા છે તો તમે પણ ઉપર જણાવ્યા પ્રમાણે કોઈ વસ્તુ બનાવી શકો છો. તમે તમારા મિત્રોને પણ આવું કરવા માટે પ્રેરણા આપી શકો છો.
મૂળ લેખ: નિશા ડાગર
આ પણ વાંચો: #DIY: નારિયેળની કાછલીમાંથી પણ બનાવી શકાય છે કુંડાં, બર્ડ ફીડર, મીણબત્તી અને બીજું ઘણું
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.