ધ બેટર ઈન્ડિયાની એક સ્ટાફ મેમ્બર સંચારી પાલ, પોતાના પિતાના ઈલાજ માટે Remdesivir ની શોધમાં હતી. આ દરમિયાન, ઈન્ટરનેટ પર કોઈ શખ્સે તેણીને નકલી દવા આપી અને 12 હજાર રૂપિયાની છેતરપિંડી કરી. વર્તમાનમાં, પશ્ચિમ બંગાળમાં રહેતી સંચારી આ ઘટના વિશે વિસ્તારથી વાત કરી રહી છે.
શિમલામાં રહેતી સંચારી પાલ 22 એપ્રિલની રાતે એક એવા સંકટમાં પડી ગઈ કે જેની સામે હાલમાં કેટલાય ભારતીય લોકો જજુમી રહ્યા છે. વાસ્તવમાં કોરોના મહામારીની આ બીજી લહેરમાં આજે લગભગ બીજો કે ત્રીજો વ્યક્તિ ચિકિત્સક સહાયતા માટે સંધર્ષ કરી રહ્યો છે. સાથે જ આના કારણે કેટલાય લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. સંચારીને પણ દવાની જરૂર હતી. તેમના 69 વર્ષીય પિતા રાજેન્દ્ર પ્રસાદને ડાયાબિટીસ અને હાયપરટેન્શન છે. આ કારણે તેમની પરેશાની વધવાનો ખતરો વધુ હતો. ન્યૂમોનિયા હોવાથી તેમની હાલત ખરાબ થતા કસ્તૂરબા ગાંધી હોસ્પિટલ, ચિતરંજન, પશ્ચિમ બંગાળના ડૉકટરોએ તેના ઈલાજ માટે Remdesivir દવા લેવાનું કહ્યું.
તેમ છતાં, દેશભરમાં હજી પણ આ દવાની ખૂબ ઓછી કમી છે.
આવા સંજોગોમાં, સંચારીએ પોતાના પિતાની તબિયત વિશે જણાવતા, પોતાના દોસ્તો, પરિજનો અને સોશિયલ મીડિયા પર વિનંતિ કરને અજાણ્યા લોકોના માધ્યમથી પણ આ દવા માટે સંપર્ક સાધવાની કોશિશ કરી હતી. તે કહે છે, “મારા પિતાની સ્થિતિ જોતા ડૉક્ટરોએ મને દવા અને ઓક્સિજન ટેંકની વ્યવસ્થા કરવા માટે કહ્યું. મે Remdesivir માટે, ઉપલબ્ધ તમામ હેલ્પલાઈન નંબરો અને તમામ સંસાધનો પાસેથી મદદ લેવાની કોશિશ કરી. લોકોથી સંપર્ક કરવા માટે, મે સોશિયલ મીડિયા પર મારો ફોન નંબર શેર કરતી એક પોસ્ટ લખી, પણ કોઈ ફાયદો ન થયો.”
સંચારીએ કહ્યું કે ઘણા પ્રયાસો પછી તેણે આશાની કિરણ દેખાયું. આજકાલ ઇન્ટરનેટ પર એવા હજારો લોકો છે જે ખરેખર કોરોના દર્દીઓની મદદ કરવા માટે કામ કરી રહ્યા છે. પછી ભલે તેમને પ્લાઝ્મા દાન કરવું હોય, પ્લાઝ્મા દાતાની વ્યવસ્થા કરવી હોય અથવા પથારી, ઓક્સિજન સિલિન્ડર અને દવાઓ વગેરેની વ્યવસ્થા કરવાની હોય. બસ, આવી જ રીતે, સંચારીને તેની મદદ માટે ઘણા અજાણ્યા લોકોના કૉલ આવવા લાગ્યા. તે કોલ્સમાં, તેઓ દાવો કરી રહ્યા હતા કે તેમની પાસે Remdesivir નો સ્ટોક છે. પરંતુ, તેને ક્યાં ખબર હતી કે તેની સાથે કોઈ છેતરપિંડી પણ થઈ શકે છે?
“તેઓએ મારી મજબૂરીનો લાભ લીધો”
તે કહે છે, “જ્યારે મને આવા કોલ્સ આવવાનું શરૂ થયું, ત્યારે મારી આશા વધી. મને શંકા પણ થવા લાગી હતી, કારણ કે ઘણા સપ્લાયર્સ દવા આપતા પહેલા મારી પાસેથી સંપૂર્ણ પેમેન્ટની માંગ કરી રહ્યા હતા. હું કોઈ જોખમ લેવા માંગતી ન હતી. જો કે, સંભવિત સપ્લાયર (લીડ) એ મને 24 હજાર રૂપિયાના બજાર ભાવે Remdesivir આપવાની ઓફર કરી. તે વધુમાં કહે છે, ‘કોલકાતાના રાહુલ નામના વ્યક્તિએ મારી સાથે રીફ્રીજરેટેડ Remdesivir ની કેટલીક તસવીરો શેર કરી હતી. સાથે જ, મને તેની ચાર શીશીઓ આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી. “
સંચારીએ તેની સત્યતા ચકાસવા માટે બે વાર તપાસ કરવાનો પ્રયાસ કર્યો. જેના માટે, તેણી તે વ્યક્તિને વધુ ફોટા અને દવા કેવી રીતે ખરીદવી તે વિશેની માહિતી શેર કરવા કહ્યું. તે કહે છે, ‘સાવધાની રાખતા મેં રાહુલને કહ્યું હતું કે હું એકવારમાં પુરા પૈસા નહીં આપું. તે મારી વિનંતીથી સંમત થયો, પણ તેણે મને દવાના અડધા પૈસા અગાઉથી આપવાનું કહ્યું. તેના શબ્દોથી મને લાગ્યું કે તે ખરેખર એક સારો વ્યક્તિ છે અને તે મારા પિતાની સલામતી માટે મારી મદદ કરવા માંગે છે. રાહુલે મને કહ્યું કે તે લોકોની મદદ કરવા માંગે છે અને મુશ્કેલ સમયમાં પસાર થઈ રહેલા લોકોની વેદનાને સમજે છે.”
સંચારી કહે છે કે રાહુલે તેને Remdesivir થી સંબંધિત ઘણી વાતો જણાવી. જેમ કે, કેમ Remdesivir ને 4° સે કરતા ઓછું તાપમાન હોવું જરૂરી છે, તેની જાળવણી પદ્ધતિ શું છે અને તેના પરિવહન માટે ફ્લાસ્ક પણ જરૂરી છે, વગેરે. તે આગળ કહે છે, ‘રાહુલે મને વોટ્સએપ પર એક તસવીર મોકલી હતી કે કોલકાતાથી ચિતરંજન સુધીની ત્રણ કલાકની મુસાફરી માટે ફ્લાસ્ક કેવી રીતે ઠંડુ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, દવા શતાબ્દી એક્સપ્રેસમાં બપોરે બે વાગ્યે રવાના કરવામાં આવશે. તે જ સમયે, જનશતાબ્દી એક્સપ્રેસના ટ્રેન ગાર્ડની માહિતી શેર કરવાનું વચન પણ આપ્યું હતું, જેણે Remdesivir ને સોંપવાનું હતું. આ રીતે, સંચારીએ 12 હજાર રૂપિયા ચૂકવ્યા, પરંતુ તેને શંકા થવા લાગી.
તે કહે છે, “રાહુલે મને દીપક કુમાર નામના ખાતાધારકના ખાતામાં પૈસા જમા કરાવવા કહ્યું. મારા પપ્પાની તબિયત જોઈને મેં બહુ વિચાર કર્યા વિના પૈસા જમા કરાવ્યા.
અહીં, ટ્રેન રવાના થતાંની થોડી મિનિટો પહેલાં રાહુલે સંચારીના કોલ્સનો જવાબ આપવાનું બંધ કરી દીધું અને અંતે તેનો ફોન સ્વીચ ઓફ કર્યો કે જેથી સંચારી તેનો સંપર્ક ન કરી શકે.
સંચારી કહે છે, ‘આ બધું જોયા પછી, હું સમજી ગઈ કે મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. મારા પિતાની સંભાળ લેવાની સાથે સાથે મારે સંબંધિત પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ કરવી પડી.
સંચારી પોતાના આ અનુભવથી લોકોને શીખવાનો આગ્રહ કરે છે. તેમને આશંકા છે કે આવી છેતરપિંડીનો ભોગ અન્ય સેકડો લોકો થતા હશે. તે કહે છે, ”મને છેલ્લી મિનિટ સુધી બધુ ઠીક લાગી રહ્યુ હતું, તે વ્યક્તિએ મારો વિશ્વાસ જીતવાની ભરપૂર કોશિશ કરી હતી. પણ હવે મને અહેસાસ થઈ રહ્યો છે કે તે માત્ર પૈસા માટે મારી સાથે વાત કરતો હતો.
આવા અનૈતિક લોકો, જે Remdesivir અને કેટલાય જરૂરી સંસાધનો માટે બેહિસાબ પૈસા માંગીને છેતરપિંડી કરી રહ્યા છે, તેમના નજર રાખો. જે વ્યકિત તમને Remdesivir ઉપલબ્ધ કરાવી રહ્યા છે તમે તેની શીશીઓની તસ્વીર જરૂર માંગો. સાથે જ તેના લેબલ અને પેકિંગને પણ ધ્યાનથી જુઓ.
ઉદાહરણ તરીકે, જો તમે નીચેની તસવીરો કાળજીપૂર્વક જોશો, તો તમે દેખાશે કે નકલી Remdesivir ના બૉક્સ પર ’Rx’ નું પ્રતીક નથી. તેમાં કેટલીક વ્યાકરણની ભૂલો સાથે, શબ્દો પણ યોગ્ય રીતે છાપવામાં આવ્યાં નથી. આ સિવાય, જો તમે ધ્યાનથી જોશો, તો તમે જોશો કે દવાના ઉત્પાદકના સ્થળના નામમાં ઘણી ભૂલો છે. વળી, કેટલાક અક્ષરો ક્યાંક મોટા અને ક્યાંક નાના છાપવામાં આવ્યાં છે. આ ભૂલો કરીને, તમે અસલી અને નકલી દવાઓ ઓળખીને છેતરપિંડી થવાથી પોતાને બચાવી શકો છો.


સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: Covid- 19: સ્ટીમ લેવા બાબતેની અફવાઓ અંગે શું છે ડૉક્ટરનું મંતવ્ય?
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.