મોટા શહેરોના નાના-નાના ઘરોમાં લોકો ટેરેસ પર બાગકામનો શોખ પૂરો કરે છે. તાજા શાકભાજી હોય કે તાજા ફળો, તમને ટેરેસ ગાર્ડનમાં બધું જ મળશે. પરંતુ કેટલાક લોકોની નજરમાં આ થોડો મોંઘો સોદો છે. તેમને ખોટા પણ કહી શકતા નથી, કારણ કે ત્યાં નવા છોડ, ઓર્ગેનિક પોટિંગ મિક્સ, ફેન્સી પ્લાન્ટર્સ અને ઘણુ બધુ છે જેના માટે તમારા પૈસા ખર્ચ થાય છે.
બાગકામનો ખર્ચ ઘટાડ્યો
તેલંગાણાના મોહમ્મદ મોઇનને પણ શરૂઆતમાં કંઈક આવું જ લાગ્યું હતું. પરંતુ તેણે ખર્ચમાં થોડો ઘટાડો કરવાની સરળ રીત શોધી કાઢી. તેમના મતે, તમે માટી અને છોડ પરનો ખર્ચ ઘટાડી શકતા નથી, પરંતુ પોટ્સ પરના ખર્ચને કાપી શકાય છે. આ વિચારને ધ્યાનમાં રાખીને, તેણે ઘરની બધી નકામી વસ્તુઓ, રસોડાના વાસણો, ખાલી ડબ્બા, પાણીના ડ્રમ, જૂના પગરખાં અને જૂના જીન્સનો પ્લાન્ટર તરીકે ઉપયોગ કરવાનું શરૂ કર્યું.
ધ બેટર ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં મોહમ્મદ કહે છે, “મેં મારા ઘરના ટેરેસ પર બાગકામનો આ પ્રવાસ વર્ષ 2017માં કુંડામાં કેટલાક શાકભાજી ઉગાડીને શરૂ કર્યો હતો. તે સમયે હું ટેરાકોટાના કુંડામાં વાવેતર કરતો હતો. પણ ધીરે ધીરે મેં કુંડા ખરીદવાનું બંધ કરી દીધું. મેં વિચાર્યું કે મારા ઘરની આસપાસ ઘણી બધી વસ્તુઓ છે, જેનો હું કુંડાને બદલે ઉપયોગ કરી શકું છું, તો પછી પોટ્સ પર શા માટે ખર્ચ કરવો. આજે, મારા ટેરેસ ગાર્ડનમાં લગભગ 400 વિવિધ પ્રકારના ફળો, શાકભાજી અને અન્ય છોડ છે અને ઘરની આસપાસ ખાલી જગ્યા છે અને તે બધા રિસાયકલ પોટ્સમાં લાગેલાં છે.”
આ પણ વાંચો: જો તમે વેકેશનમાં જઈ રહ્યા છો તો કેવી રીતે તમારા છોડને પાણી આપશો અને તેની સંભાળ રાખશો, જાણો સરળ રીતો
રિસાયકલ કુંડાને સુંદર કેવી રીતે બનાવવા?
કોઈ પણ છોડને કોઈ પણ કુંડામાં રોપી શકાય નહીં. આ માટે થોડું સંશોધન કાર્ય જરૂરી છે. મોહમ્મદના ટેરેસ ગાર્ડનમાં, ટામેટા, ડ્રમસ્ટિક, પાલક, મરચાં, પેટુનીયા ફલાવર, ચીકુ, દાડમ અને ડ્રેગન ફ્રૂટ જેવા છોડ ઘણા નાના કુંડામાં રોપવામાં આવે છે. જે છોડના મૂળને ફેલાવવા માટે જગ્યાની જરૂર હોય છે, જેમ કે ચીકુ, ડ્રમસ્ટિક વગેરે, 500 લિટર પાણીના ડ્રમ અથવા 20 લિટરના ડબ્બામાં રોપવામાં આવ્યા છે. તો, નાના મૂળવાળા છોડ ટાયર અથવા તેલના ડબ્બામાં ઉગાડવામાં આવ્યા છે.

મોહમ્મદે કહ્યું, “જ્યારે મેં શરૂઆતમાં જૂની વસ્તુઓનું રિસાયક્લિંગ શરૂ કર્યું અને તેનો ઉપયોગ કર્યો, ત્યારે મને તે ગમ્યું. એક પ્રેરણા મળી હતી કે હું પર્યાવરણ વિશે જાગૃત બની રહ્યો છું. પણ આનાથી મારો બગીચો બોરિંગ દેખાવા લાગ્યો. પછી મેં વિચાર્યું કે શા માટે તેમને પેઇન્ટ ન કરવા જોઈએ અને તેમને કેટલાક નવા રંગોથી ભરી દેવા જોઈએ. તે પછી જ મેં વાસણો પેઇન્ટ કરવાનું શરૂ કર્યું અને તેમને સુંદર બનાવવાનું શરૂ કર્યું.”
યુ ટ્યુબ પરથી શીખી રીત
લોકડાઉન દરમિયાન, મોહમ્મદે યુ ટ્યુબ પર એક વિડીયો જોયો જેમાં ગાર્ડનર જૂના જીન્સ અને કોટન પેન્ટને પ્લાન્ટર્સમાં કેવી રીતે રૂપાંતરિત કરવું તે શીખવી રહ્યો હતો, આ વિચાર તેને ગમ્યો. આજે તેણે પણ ત્રણ જૂના જીન્સને પ્લાન્ટર્સમાં રિસાયકલ કર્યા છે.
મોહમ્મદ જણાવે છે, “જીન્સને રિસાયકલ કરીને, કચરો ઘટાડી શકાય છે. ઉપરાંત, ઘરમાં કોઈ ગંદકી પણ રહેતી નથી કારણ કે જીન્સ તળિયે ફેલાતા પોટિંગ મિક્સને પકડીને રાખે છે. અને જો તમે તેનો ઉપયોગ ઇન્ડોર પ્લાન્ટ માટે કરી રહ્યા છો, તો જમીન પર પાણી છલકાવાની તમારી સમસ્યા ઘણી હદ સુધી હલ થઈ ગઈ છે. જીન્સ વધારે પાણી શોષી લે છે.”
દહેરાદૂનની રહેવાસી 35 વર્ષીય દીપિકા અગ્રવાલ જૂના જિન્સને રિસાયક્લ કરીને પ્લાન્ટર્સ માટે કવર પણ બનાવે છે.
આ પણ વાંચો: જમીન, પાણી અને હવાના પ્રદૂષણથી બચવા ઘરે જ બનાવો ઈકો બ્રિક્સ, બનશે સુંદર-સુંદર વસ્તુઓ
તે કહે છે, “ગયા વર્ષે લોકડાઉન દરમિયાન, મેં શોખ તરીકે બાગકામ શરૂ કર્યું. મારા ઇન્ડોર પ્લાન્ટ્સ માટે યુ ટ્યુબ પર કેટલાક વિડીયો જોયા. તેમાં જૂના જીન્સ અને કોટનના પાયજામામાંથી પ્લાન્ટર્સ બનાવવાનું શીખવવામાં આવ્યું હતું. મને આ વિચાર ગમ્યો. આને કારણે, ઘર ગંદું થતું નથી અને મારા છોડમાં જીવન પણ છે, તેને અહેસાસ પણ થાય છે.”
જૂના જિન્સમાંથી પ્લાન્ટર કવર બનાવવાની રીત
મોહમ્મદ અને દીપિકાએ જૂના જીન્સમાંથી પ્લાન્ટર્સ માટે કવર બનાવવાની રીત આપણી સાથે શેર કરી. તમે પણ આ શીખી શકો છો અને તમારા રિસાયકલ કુંડાને નવો દેખાવ આપી શકો છો.
કંઈ વસ્તુની હશે જરૂર:
- જૂનું જિન્સ અથવા કોટન પાયજામો
- જૂના કપડાં, ન્યૂઝ પેપર અથવા કોટન (રૂ)
- બે રબર બેન્ડ
પ્લાન્ટર કવર કેવી રીતે બનાવવું?
(1) પેન્ટના બંને પગના તળિયાને રબર બેન્ડથી અલગથી બાંધો. તેમાં કોઈ પણ પ્રકારનો ગેપ ન હોવો જોઈએ.

(2) હવે ઉપરની બાજુથી તેમાં જૂનું કાપડ, કપાસ અથવા છાપું ભરવાનું શરૂ કરો.

નોંધ: તે ઘૂંટણથી ઉપર ત્રણ ઇંચ સુધી ભરવાનું રહેશે. તમે તમારી પસંદગી મુજબ કોઈપણ ફ્લેક્સિબલ મટિરિયલ ભરી શકો છો.
(3) હવે આ પેન્ટને સ્ટૂલ, દિવાલ અથવા શેલ્ફ પર એવી રીતે મૂકો કે વ્યક્તિ બેઠો હોય.

(4) હવે રિસાયકલ કરેલા કન્ટેનરમાં ઓર્ગેનિક પોટિંગ મિક્સ ભરો અને તેમાં પ્લાન્ટ રોપો.

(5) રિસાયકલ કરેલા પોટને પેન્ટના હિપ એરિયામાં ફિટ કરો. જીન્સને બંને બાજુએથી ઉપાડો અને તેને કંટેનર રિમમાં અંદરની તરફ વાળી દો.

સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: આ વિદ્યાર્થીઓએ ભેગા મળીને નિરાધાર પ્રાણીઓ માટે પ્લાસ્ટિકના કચરામાંથી બનાવ્યું ઘર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.