રિવર્સ ઓસ્મોસિસ(RO) વોટર સિસ્ટમ પાણીને પીવા યોગ્ય બનાવે છે. પરંતુ ઘણા લોકોને ROનું પાણી પસંદ પડતું નથી. વાસ્તવમાં (RO)ની ફિલ્ટરેશન સિસ્ટમ પાણીમાંથી જરૂરી મિનરલ્સને બહાર કાઢી નાંખે છે, જેને કારણે ફિલ્ટરેશન પ્રક્રિયા દરમિયાન પાણીનો વધુ બગાડ થાય છે. આ સિવાય વીજ વપરાશ પણ વધે છે.
હૈદરાબાદના 54 વર્ષીય એમવી રામચંદ્રુડુ એક એવી વ્યક્તિ છે, જે પીવાના પાણીને ફિલ્ટર કરવા માટે ટેકનોલોજી પર નિર્ભર નથી. રામ એક સિવિલ એન્જિનિયર અને પર્યાવરણવિધ છે. તેઓ વોટર રિસોર્સ મેનેજમેન્ટની દિશામાં કામ કરતી એક સંસ્થા વાસનમાં 20 વર્ષ સુધી વોલેન્ટીયર રહી ચૂક્યા છે. આ દરમિયાન તેઓ RO વોટર અને કેન વોટરના પ્યોરિફિકેશન સાથે સંકળાયેલા અનેક સંશોધનોનો હિસ્સો રહી ચૂક્યા છે.
તેઓ કહે છે, કે પીવાના પાણીને શુદ્ધ કરવાનો અર્થ એ છે કે, હાનિકારક બેક્ટેરિયાને હટાવવા નહીં કે જરૂરી મિનરલ્સ હટાવવા. જ્યારે RO પાણીમાંથી હાનિકારક બેક્ટેરિયા અને જીવાણુંઓને હટાવવાની સાથે પાણીમાં રહેલા મિનરલ્સને પણ બહાર કરી દે છે. ડબ્બા બંધ પાણીને તો ક્યારેક ક્યારેક બેદરકારીથી શુદ્ધ કરવામાં આવે છે. જેનાથી કોઈ અશુદ્ધિઓ દૂર થતી નથી.
આપણા ઘરમાં રામ, તેનો 26 વર્ષનો દીકરો અને તેની પત્ની માટીના માટલામાંથી ફિલ્ટર વાળું પાણી પીવે છે. આ માટલામાં કાંકરા અને લાકડાનો કોલસો રાખવામાં આવે છે. જેના દ્વારા પાણી ફિલ્ટર થાય છે. આ એક એવી ફિલ્ટરેશન સિસ્ટમ છે જે ચોખ્ખું અને શુદ્ધ પાણી પીવા ઈચ્છે છે તેને ખૂબ પસંદ પડે છે.

નેચરલ વોટર પ્યોરિફિકેશન
રામને બાળપણથી નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી પીવાની આદત હતી. પરંતુ 12 વર્ષ પહેલા જ્યારે તેઓ નાગોલેમાં વસવાટ કરવા લાગ્યા ત્યારે તેમને સ્ટોરમાંથી પાણીના ડબ્બા ખરીદવા મજબૂર થવું પડ્યું, કારણ કે નગરનિગમ દ્વારા અપૂરતું પાણી આપવામાં આવતું હતું. આ ઉપરાંત પાણીની પાઈપ ગંદી હોવાથી નગરનિગમનું પાણી પણ દૂષિત આવતું હતું.
તેઓ આગળ કહે છે કે, તે સમયે મને તે પાઈપોમાં ગટર લીક થવા અને જરૂરી મેઈન્ટેનન્સ વિના પાઈપો ગંદી હોવાની ખબર મળતી હતી. પીવાના પાણીની સમસ્યાનું સમાધાન અંગે વિચારતી વખતે મને માટલાના પાણીનો ખ્યાલ આવ્યો અને મેં તેને રેતી ફિલ્ટરેશન દ્વારા શુદ્ધ કરવાનો નિર્ણય કર્યો.
પોતાના દીકરાની મદદથી(તે સમયે ધોરણ 9માં હતો અને હવે એન્જિનિયર છે)રામે થ્રી-પોટ, રેતી આધારિત ફિલ્ટરેશન સિસ્ટમ બનાવી. આ સિસ્ટમમાં અમે છત પર ભેગું કરવામાં આવેલું વરસાદનું પાણી અથવા નળના પાણીનો ઉપયોગ કરીએ છીએ અને 20 મિનિટની અંદર જ પીવાનું શુદ્ધ પાણી તૈયાર થઈ જાય છે.
આ કેવી રીતે કામ કરે છે?
થ્રી-પોટ ફિલ્ટરેશન સિસ્ટમમાં પાણીને શુદ્ધ કરવા માટે રેતી, કાંકરા અને લાકડાના કોલસાથી ભરેલા બે માટલા લાગેલા હોય છે. રામ કહે છે કે, રેતી અને કાંકરાનું મિશ્રણ અશુદ્ધ પાણીમાં હાજર કિટાણુંઓ કે હાનિકારકર જીવાણું સામે લડવામાં મદદ કરે છે. માટલામાં રાખેલા લાકડાના કોલસા પાણીમાંથી દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે.
આ સિસ્ટમ બનાવવી સરળ છે અને તેને તમે સરળતાથી પોતાના ઘરમાં જ બનાવી શકો છો.
સિસ્ટમ બનાવવા માટે આવશ્યક સામગ્રી
એક જ આકારના માટીના 3 વાસણ. એક એવું જેમાં રેડીમેડ નળ લાગેલો હોય.
મોટી કાંકરી
લાકડાનો કોલસો(દરેક સામગ્રીની આવશ્યક માત્રા માટીના વાસણના આકાર પર નિર્ભર છે)
ફિલ્ટરેશન સિસ્ટમ કેવી રીતે બનાવવી
માટીના માટલા ખરીદી લાવો
સ્ટેપ 1- માટલાને સારી રીતે ધોઈ લો
સ્ટેપ 2- બે માટલામાં બે કપ પાણી ભરો અને તેને 15 મિનિટ સુધી છોડી દો
સ્ટેપ 3- પાણીને રિઝવા દો અને માટલાના તળિયે નખથી એક કાણું પાડો

(યાદ રાખો)-કાણું પાડવા માટે કોઈ અણીદાર ઓજારનો ઉપયોગ ન કરો નહીંતર માટલું તૂટી પણ શકે છે.
ફિલ્ટરેશન માટે સામગ્રી તૈયાર કરો
સ્ટેપ 4- રેતી, કાંકરી અને લાકડાના કોલસાને ઓછામાં ઓછી ત્રણ-ચાર વાર સારી રીતે ધુઓ
સ્ટેપ 5- આ તમામ સામગ્રીને એક દિવસ માટે તડકામાં રાખી સુકવી દો. તમે આ પ્રક્રિયાને સતત ત્રણ દિવસ સુધી કરી શકો છો. જેનાથી તમામ સામગ્રી સારી રીતે સાફ રહે અને તમામ ફિલ્ટરેશન મટીરિયલને માટલામાં વ્યવસ્થિત કરો.
સ્ટેપ 6– સૌથી ઉપરમા માટલામાં બરાબર માત્રામાં રેતી અને કાંકરા નાંખો.
સ્ટેપ 7- તેની ઉપર લાકડાના કોલસાના ચાર ટૂકડા રાખો

યાદ રાખો- માટલું અડધું કે અડધાથી થોડું ઓછું ભરેલું હોવું જોઈએ. આ પહેલો ફિલ્ટરેશન પોઈન્ટ છે અને પાણીને ઝડપથી ટપકવા દે છે.
સ્ટેપ 8- બીજા માટલામાં રેતી અને કાંકરા એક સરખી માત્રામાં ભરો
સ્ટેપ 9- રેતીની ઉપર લાકડાના કોલસાના વધુ ચાર ટૂકડાને સમાન રીતે મુકો.
બીજા માટલામાં પણ પહેલા માટલા કરતા વધુ રેતી અને કાંકરી નાંખો. તમે તેને અડધી કે બે તૃતિયાંશ ભરી શકો છો.

સ્ટેપ 10- માટલાને એક સ્ટેન્ડની ઉપર રાખો. સૌથી ઉપર માટલામાં પુરતું પાણી ભરો અને છેલ્લા માટલા સુધી પહોંચવાની રાહ જુઓ. હવે આ પાણી પીવા માટે સુરક્ષિત છે.

સફાઈ સંબંધિત ટિપ્સ:
રામ કહે છે કે, માટીના વાસણોને દર 6 મહિનાથી વર્ષમાં એકવાર સાફ કરવા અથવા બદલવા જરૂરી છે. તેની સાથે સાથે આટલા જ સમયમાં અંદર રાખેલી તમામ સામગ્રીને પણ બદલી દેવી જોઈએ.
જો તમારે થ્રી-પોર્ટ વોટર ફિલ્ટરેશન અંગે વધુ જાણકારી જોઈતી હોય તો duram123@yahoo.com પર ઈ-મેઈલ કરી શકો છો.
મૂળ લેખ: ROSHINI MUTHUKUMAR
આ પણ વાંચો: ગુજરાતના આ ખેડૂતે કર્યા ત્રણ આવિષ્કાર, ભારત અને અમેરિકામાંથી મળી મદદ