શહેરોનાં ઘરોમાં, ખાસ કરીને બેચલર્સનાં રસોડામાં નોન-સ્ટિક તવા, કડાઈ, પેન વગેરે હોવા સામાન્ય વાત છે. સાથે જ અમે સમજી શકીએ છીએ કે, નોન-સ્ટિક વાસણો આટલાં પોપ્યુલર કેમ છે?
કારણકે, તેમાં કંઈ પણ બનાવો તો ચોંટતું નથી અને ઓછા તેલની જરૂર પડે છે. અને તે સાફ કરવા પણ ઘણા સરળ છે.
તો છેને સારો વિકલ્પ કોઈ પણ રસોડા માટે?
પરંતુ વિશેષજ્ઞોનું માનીએ તો, દુર્ભાગ્યવશ તે સારો નહી પરંતુ ખોટો વિકલ્પ છે!
નોન-સ્ટિક વાસણ રસોડામાં રાખતા રસોડાની સુંદરતા ભલે વધી જાય પરંતુ સ્વાસ્થ્ય માટે તે ઘણું બધુ નુકસાનદાયક હોઈ શકે છે. સૌથી પહેલાં તો નોન-સ્ટિક લેયર માટે વાપરવામાં આવતું પૉલીટેટ્રાફ્લૂરોએથિલીન બહુજ હાનિકારક છે.
એટલા માટે તે સુનિશ્ચિત કરે છેકે, તમે સુરક્ષિત રૂપથી ખાવાનું પકાવો. જેથી તમારું ખાવાનું બધા પ્રકારનાં સિંથેટિકથી બચીને રહે. તેના માટે તમારે લોખંડ, માટી અથવા તો પછી સોપસ્ટોનનાં બનેલાં વાસણનો ઉપયોગ કરવો જોઈએ. જો તમારા ઘરમાં પહેલાંથી જ તે વાસણો હાજર છે તો બહુજ સારું છે.
અને જો નથી તો તમે ઓનલાઈન લોખંડ, માટી અને સોપ સ્ટોનથી બનેલાં વાસણો જોઈને તેને ખરીદી શકો છો!
આખરે કેમ છે નોન-સ્ટિક વાસણ હાનિકારક?
કોઈ પણ વાસણ પછી તે પૅન, કડાઈ અથવા તો પછી તવો હોય, તેને નોન-સ્ટિક બનાવવા માટે પૉલીટેટ્રાફ્લૂરોએથિલીન (PTFE) કેમિકલનો ઉપયોગ થાય છે. જે એક સિંથેટિક ફ્લુરોપૉલીમર છે. કારણકે, તેની સપાટી ચીકણી અને મેલ્ટિંગ પોઈન્ટ બહુજ વધારે હોય છે.
ટેફલોન બ્રાંડ નામથી જાણીતું ફ્લુરોપૉલીમરમાં માનવનિર્મિત કેમિકલ, પેર અને પૉલીફ્લુરોઅલ્કાઈલ હોય છે. આ કેમિકલ પર્યાવરણમાં અથવા માનવ શરીરમાં જઈને તૂટતા નથી. અને એટલા માટે તે પાચન ક્રિયાનો હિસ્સો ન બનીને, આપણા શરીરમાં એકત્ર થતા રહે છે. તેનો આપણા સ્વાસ્થ્ય પર હાનિકારક પ્રભાવ પડે છે.
એક સારી વાત એ છેકે, નોન-સ્ટિક વાસણો પર ‘પીએફએ’ ફ્રી હોવાનું લેબલ લગાવવામાં આવે છે. પરંતુ ચિંતાજનક એ છેકે, ભારતમાં તેને લઈને હજી સુધી કોઈ રેગુલેશન નથી અને એટલા માટે અમે ફક્ત લેબલને જોઈને નિશ્ચિંત થઈ શકતા નથી.
એટલા માટે સૌથી સારું એ જ છેકે, તમે એવાં વાસણો ખરીદો જે સુરક્ષિત હોય અને જેમાં ખાવાનું પકાવતા ખાવાનો સ્વાદ અને પોષણ બંને વધી જાય.
આજે અમે બેટર ઈન્ડિયા પર તમને ત્રણ પ્રકારનાં વાસણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં ખાવાનું પકાવવું બિલકુલ સુરક્ષિત છે.

લોખંડનાં વાસણ:
આ વાસણમાં ખાવાનું બનાવવાનાં બે ફાયદા છે. પહેલું એ કે, તમે વધુ તાપમાનમાં ખાવાનું પકાવી શકો છો, તે તમારા ખાવામાં કોઈ હાનિકારક તત્વ મિક્સ કરતા નથી અને બીજુ એકે,તમે જ્યારે લોખંડનાં વાસણમાં તમારું ખાવાનું બનાવો છો તો તેમા આયરનનું પોષણ આવી જાય છે જે આપણા શરીર માટે જરૂરી છે. લોખંડનાં વાસણો આજકાલ વાસણવાળાની દુકાનમાં કદાચ જ તમને જોવા મળે, એટલા માટે તમે આજે જ ઓનલાઈન તમારા રસોડા માટે આ વાસણ ખરીદી શકો છો.

માટીનાં વાસણ
માટીનાં વાસણોમાં ખાવાનું બનાવવું ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો હિસ્સો રહ્યુ છે. જોકે, સમયની સાથે માટીનાં વાસણોનું ચલણ ઘટતું જઈ રહ્યુ છે. પરંતુ આજનાં સમયમાં વધી રહેલી સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓને જોતા, સલાહ એ પણ છેકે, આપણે આપણી લાઈફસ્ટાઈલમાં બદલાવ કરવો જોઈએ. તેની શરૂઆત આપણે આપણા રસોડામાંથી કરવાની રહેશે.
ફક્ત આપણું ખાવાનું પ્રાકૃતિક રહેવાથી વાત બનશે નહી, પરંતુ તે ખાવાનું કેવા પ્રકારનાં વાસણમાં બનાવી રહ્યા છીએ તે પણ આપણે જોવું પડશે. એટલા માટે નોન-સ્ટિક વાસણોની જગ્યાએ આપણે પ્રાકૃતિક વાસણો એટલેકે માટીનાં બનેલાં વાસણોનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ અથવા તો કોઈ અન્ય હાનિકારક તત્વ હોતા નથી.
અને તેની પ્રકૃતિ એલ્કલાઈન હોય છે. અને તે ખાવાનું પીએચ બેલેન્સ કરવામાં મદદગાર હોય છે. સાથે જ તે ઈકો-ફ્રેન્ડલી અને બાયોડિગ્રેડેબલ પણ છે.

સોપસ્ટોનનાં વાસણો
સોપસ્ટોન એક પ્રાકૃતિક પથ્થર છે, જેમાં મેગનિસિયમ ખનીજની માત્રા ઘણી હોય છે. તે આમ તો ચટ્ટાનની જેમ ઘેરો અને સખત હોય છે. પરંતુ તે સપાટીથી એટલું સોફ્ટ હોય છેકે, તમે તેની સપાટીને નખથી ઉખેડી શકો છો. સોપસ્ટોને જૂના જમાનાથી આપણા રસોડામાં પોતાની જગ્યા બનાવી છે.
તેનું સૌથી મોટું કારણ છેકે, તે ઈકો-ફ્રેંડલી છે અને તેમાં ખાવાનું મોડા સુધી ગરમ રહે છે. બાકી તે ખાવાનું પોષણ પણ જેમનું તેમ બનાવી રાખે છે.
નોન-સ્ટીક વાસણોની જગ્યાએ માટી, લોખંડ અને સોપસ્ટોનનાં વાસણ ખરીદીને તમે તમારું અને તમારા પરિવારને એક સ્વસ્થ જીવન તરફ લઈ જઈ શકો છો, તમારો આ એક પ્રયાસ તે કારીગરોનાં ઘરને પણ રોશની આપશે જે દિવસ-રાત મહેનત કરીને આ વાસણો બનાવે છે.
તો આ જે જ આ સારું પગલું ભરો!
આ પણ વાંચો: 3 વર્ષ બાદ પણ લોકો નથી ભૂલ્યા આ ગુજરાતીના લગ્નને, કંકોત્રી પહોંચી હજારો લોકો સુધી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.