તમિળનાડુ સરકારે છ મહિના પહેલા રાજ્યમાં પ્લાસ્ટિક પ્રતિબંધની ઘોષણા કરી હતી, પરંતુ આ નિર્ણય 1 જાન્યુઆરી 2019થી અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. રાજ્યના લોકોએ પ્લાસ્ટિક પ્રતિબંધના નિર્ણયને દિલથી આવકાર્યુ છે અને હવે ઘણા લોકો રોજિંદી જરૂરિયાતો માટે પ્લાસ્ટિકને બદલે પરંપરાગત અને ઈકો ફ્રેન્ડલી રીતો શોધી રહ્યા છે.
ઘણા સ્થાનિક દુકાનદારોએ ખાવામાં અને સામાનનાં પેકિંગ માટે કેળા અને સોપારીની પાનની બનેલી પ્લેટોનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે, ત્યારે નાળિયેર-પાણીના વિક્રેતાઓએ પણ પ્લાસ્ટિકના સ્ટ્રોને બદલે પપૈયા અને વાંસની સ્ટ્રો આપી રહ્યા છે.
મદુરાઇના રહેવાસી અને કાર્બનિક ખેડૂત થંગમ પાંડિયનને ખુશી થઈ, જ્યારે મારવાંકુલમ બસ સ્ટોપ પર પ્લાસ્ટિકની સ્ટ્રોને બદલે પપૈયાની ડાળીઓનો ઉપયોગ કરતા નાળિયેર-પાણીના વિક્રેતાને જોયા હતા. થંગમે કહ્યું હતું કે આ સાંઠાને ઘણા પપૈયાના ખેતરોમાંથી સરળતાથી એકઠા કરી શકાય છે અને તડકામાં થોડા સુકાયા પછી પણ સાંઠા પ્લાસ્ટિકની સ્ટ્રોની જેમ સરળતાથી વળતા નથી.

આ નાળિયેર પાણીના વિક્રેતાની જેમ જ તિરુનેલવેલી જિલ્લાના તેનકાસી શહેરમાં એક વેચનારે ગ્રાહકોને નારિયેળ પાણી પીવા માટે વાંસની સ્ટ્રો આપવાનું શરૂ કર્યું છે.
તેનકાસીના રહેવાસી જે શનમુગા નાથને તેનકાસી અને ઇદૈકલ વચ્ચે એસ્સાર પેટ્રોલ પંપ નજીક પ્રખ્યાત નાળિયેર-પાણીના વિક્રેતા વિશે જણાવ્યું. નાથને કહ્યું, “રસ્તાની બીજી બાજુએ તેને વાંસના ઝાડ મળ્યા, જેમાંથી તેમણે સ્ટ્રો બનાવવાનું વિચાર્યું. વાંસમાંથી તે લગભગ 6 થી 10 સ્ટ્રો બનાવી શકે છે.”
નાળિયેર પાણીને વાંસની સ્ટ્રોથી પીવાથી એક અલગ સ્વાદ મળે છે. આ નાળિયેર પાણી વેચનારના આ વિચારથી નાથન ખૂબ પ્રભાવિત થયા. જો કે, તેમનું માનવું છે કે સરકારનું આ પગલું ત્યારે જ અર્થપૂર્ણ બનશે જ્યારે મોટી કોર્પોરેટ કંપનીઓ અને બ્રાન્ડ્સ પણ તેમાં ફાળો આપે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: બેંગાલુરૂઃ નાળિયેરીના સૂકા પાંદડામાંથી દરરોજ 10,000 સ્ટ્રો બનાવે છે આ સ્ટાર્ટઅપ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.