હવે રક્ષાબંધન જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ બજાર રંગબેરંગી રાખડીઓથી ખીલી રહ્યું છે. બહેનો હોંશે-હોંશે ભાઈ માટે સુંદર રાખડીઓ ખરીદી રહી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, રક્ષાબંધન બાદ આ રાખડીનું શું થાય છે?
રક્ષાબંધનના થોડા દિવસ બાદ એ રાખડી ખોલીને મોટાભાગના ભાઈઓ કોઈ ડ્રોવરમાં મૂકતા હોય છે અને પછી દિવાળીની સાફ-સફાઈ દરમિયાન તે કચરામાં જાય છે, તો વળી કેટલાક લોકો તેને નદી-તળાવમાં ભભરાવે છે. મોટાભાગની રાખડીઓ પ્લાસ્ટિકમાંથી બનેલ હોવાથી તે પાણીમાં પણ પ્રદૂષણ ફેલાવે છે. પરંતુ શું તમે ક્યારેય એવી રાખડી વિશે વિચાર્યું છે, જે હાથમાંથી ખૂલ્યા બાદ પણ ઉપયોગમાં આવે, તે ખીલી ઊઠે અને આપણને ઑક્સિજન મેળવવામાં મદદ કરે?
આજે અમે એક એવી રાખડી અંગે વાત કરી રહ્યા છીએ, જેના વિશે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે, પરંતુ પ્રકૃતિ પ્રેમીઓમાં ધીરે-ધીરે બહુ લોકપ્રિય બની રહી છે. આ એવી રાખડી છે, જેને હાથમાંથી ખોલ્યા બાદ કુંડામાં વાવવાથી તેમાંથી છોડ ઊગી નીકળે છે. એક તરફ રાખડી જૂની થતાં કચરામાં જતી હોય છે ત્યાં આ રાખડીમાંથી છોડ ઊગી નીકળે છે. જે ભવિષ્યમાં ફળ-ફૂલની સાથે-સાથે આપણને ઑક્સિજન પણ આપે છે, જે ખરેખર પ્રકૃતિના આશીર્વાદ જ ગણાય ને!
આજકાલ માર્કેટમાં કેટલીક જગ્યાઓએ સીડ (બી) રાખડી મળે છે. જેને ઉપયોગ બાદ કુંડામાં વાવવામાં આવે છે અને થોડા જ દિવસમાં તેમાંથી સુંદર છોડ ઊગી નીકળે છે, જેને જોઈને આપણને પણ અનહદ ખુશી મળે છે. આજે અમે તમને આવી જ કેટલીક સાઇટ્સ અને કંપનીઓ વિશે જણાવી રહ્યા છીએ, જેઓ સીડ્સ રાખડીનું વેચાણ કરે છે એ પણ ઓનલાઈન, એટલે તમે ઘરે બેઠાં જ તેને મંગાવી શકો છો.

સરપ્રાઇઝ સમવન
સરપ્રાઈઝ સમવન દ્વારા ઈકો-ફ્રેન્ડલી ઉત્પાદનો બનાવવામાં આવે છે. ઉત્પાદનોની વિશાળ શ્રેણીમાં આ વખતે તેમણે સીડ રાખીનો પણ સમાવેશ કર્યો છે. આ બાબતે કંપની ફાઉન્ડર પીંકી મહેશ્વરી સાથે વાત કરતાં તેમણે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “પહેલાંથી જ અમારો ઉદ્દેશ્ય એ જ રહ્યો છે કે, આપણા કારણે પર્યાવરણને નુકસાન ન થાય અને લોકો સુધી એવાં ઉત્પાદનો પહોંચાડવાં, જે પર્યાવરણને મદદરૂપ થાય. જેની પ્રેરણા મને મારી માતા પાસેથી જ મળી છે.”
જો તમે પણ આ વખતે તમારા ભાઈને આવી પ્લાન્ટેબલ સીડ રાખી બાંધવા ઈંચ્છતા હોવ તો અહીં થી મંગાવી શકો છો. જેમાં તમને રાખડીની સાથે-સાથે ચોખા, રિસાઇલ્ડ પેપરમાંથી બનાવેલ સુંદર પેન અને હેન્ડમેડ કાર્ડ પણ આપવામાં આવશે. સાથે-સાથે તેમાં આ રાખડીમાંથી છોડ કેવી રીતે વાવી શકાય તેની સંપૂર્ણ પ્રક્રિયા પણ જણાવવામાં આવશે.

બૂકીવૂકી
બૂકીવૂકી કંપનીનાં સંસ્થાપક મહિમા છાંગાનીએ પૃથ્વીને સતત થઈ રહેલ નુકસાનને જોઈ માતા માટે બાળકોને ભવિષ્યમાં સરળ રીતે સમાધાન શોધવા માટેના રસ્તા બતાવવા તેની સ્થાપના કરી છે. જેમાં તમને પ્લાન્ટેબલ સીડ રાખડી પણ મળશે. જેમાં તમને રાખડીની સાથે-સાથે સીડ બૉલ, કોકોપીટથી બનેલ કુંડું, કોકોપીટ કેક, કંકુ અને ચોખા પણ મળશે. સાથે-સાથે તેમાંથી છોડ કેવી રીતે વાવવો તેની માહિતી પણ આપવામાં આવશે.
જો તમે અહીંથી રાખડી ખરીદવા ઈચ્છતા હોવ તો અહીં ઓર્ડર કરી શકો છો.

સોવાંદગ્રો
તહેવારોની ઉજવણીની સાથે-સાથે પર્યાવરણના બચાવ અને પૃથ્વીના સંવર્ધન હેતુથી આ પ્લાન્ટેબલ સીડ રાખડીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં માટીમાંથી સુંદર આકારની સીડ રાખડી બનાવીને આપવામાં આવે છે. સાથે-સાથે કોકોપીટમાંથી બનેલ કુંડુ, કોકોપીટ કેક, કંકુ, ચોખા પણ આપવામાં આવે છે અને આ રાખડીમાંથી છોડ કેવી રીતે વાવવો તેની માહિતી પણ આપવામાં આવી છે.

21 ફૂલ્સ
કુદરતી રંગો અને કૉટનની મદદથી બનાવેલ આ રાખડીમાં તુલસી, જુવાર સહિત અલગ-અલગ બીજ હોય છે. આ ઉપરાંત તેને 100% વેસ્ટ કૉટનમાંથી બનાવેલ બાયોગ્રેડિબલ કવરમાં પેક કરી મોકલવામાં આવે છે. આ રાખડી રાજસ્થાન અને મધ્ય પ્રદેશના સ્થાનિક લોકો અને કલાકારો દ્વારા જ બનાવવામાં આવે છે, જેથી તેમને પણ રોજગારી મળી રહે.

સીડ રાખી
રાખડીની સાથે મોકલવામાં આવે છે કોકોપીટનું નાનકડું કુંડું, ખાતરયુક્ત માટી, પૉકેટ ડાયરી અને રિસાઇકલ્ડ પેપરની પેન પણ મોકલવામાં આવે છે. સાથે-સાથે તેનો કેવી રીતે ઉપયોગ કરવો તેની નોંધ પણ મોકલવામાં આવે છે.
જો તમને આ રાખડી ગમી હોય તો તમે તેમના ઈંસ્ટાગ્રામ અથવા ફેસબુક પર ઓર્ડર કરી શકો છો.
તો શું વિચારો છો? આ રક્ષાબંધન પર તમે તમારા લાડકા ભાઈને કેવી રાખડી બાંધવાનું પસંદ કરશો? તમારા વિચાર અમને ચોક્કસથી જણાવશો.
આ પણ વાંચો: વરસાદ પહેલાં ઘરે જ સીડબૉલ બનાવી નાખો ખુલ્લી જગ્યાઓમાં, ખીલી ઊઠશે વનરાજી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.