Search Icon
Nav Arrow
Organic Food

માતાપિતાના કેન્સરને જોઈને પુત્રએ શરૂ કર્યો ઓર્ગેનિક ફૂડ બિઝનેસ, 12 હજારથી વધારે ગ્રાહક

કેન્સરમાં પિતાને ગુમાવતા ઓર્ગેનિક ફૂડ વેચવાની લીધી નેમ, આજે હજારોની સંખ્યામાં ગ્રાહક

કર્ણાટકના બેંગલુરુમાં રહેતા 30 વર્ષીય આકાશ.કે. સજીત ખૂબ જ આનંદથી પોતાની જિંદગી જીવી રહ્યા હતા. પરંતુ, 2017ના વર્ષમાં તેમની જિંદગી બદલાઈ ગઈ હતી. આ વર્ષે તેમના માતાપિતા બંનેને કેન્સર ની બીમારી થઈ હતી, અહીંથી તેમની સંઘર્ષભરી જિંદગી શરૂ થઈ હતી.

આકાશ માટે આ ઘટના એક ઝટકા સમાન હતી. કારણ કે તેમના માતાપિતા ખાવા-પીવાને લઈને ખૂબ જ ધ્યાન રાખતા હતા, નિયમિત પણ મૉર્નિંગ વૉક પણ કરતા હતા. જેના એક વર્ષ બાદ પિતાનું નિધન થઈ ગયું અને માતા સારી સારવાર માટે ભાઈ સાથે અમેરિકા ચાલી ગઈ હતી.

પોતાના જીવનમાં આવેલી આ મોટી ખોટ બાદ આકાશે અનેક મેગેઝિન, WHOની માર્ગદર્શિકા અને શિક્ષણવિદો સાથે વાતચીત કરી હતી. જે બાદમાં આકાશને ભોજનને જોડતી એક કડી શોધવામાં મદદ મળી જેનાથી લોકો ખતરનાક બીમારીની ઝપટમાં આવી જાય છે.

આકાશે ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું કે, “એક રિપોર્ટમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે ભારતમાં 51 ટકા ખાદ્ય પદાર્થોમાં જંતુનાશકોના અવેશેષ ભળેલા હોય છે. આ આંકડા આંખ ઉઘાડતા હતા. પરંતુ મને એક વાત જાણીને નવાઈ લાગતી હતી કે આજના જમાનામાં સામાન્ય લોકો માટે જૈવિક ભોજન અપ્રાપ્ય કેમ છે. “

“માઇક્રોગ્રીન્સ આપણા પ્રતિરક્ષા તંત્રને વધારવા માટે મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. જોકે, આના વિશે બહુ લોકોને ખબર નથી. બીજાની જેમ મેં પણ આના પર ધ્યાન આપ્યું ન હતું. મને ખબર ન હતી કે મારું ભોજન ક્યાંથી આવે છે. મેં આ માટે જ વર્ષ 2018માં લિવિંગ ફૂડ કંપનીની શરૂઆત કરી હતી.”

આશરે બે વર્ષ જૂની આ કંપની ફાર્મ ટૂ ફાર્મ સિદ્ધાંત પર કામ કરે છે. તાજી શાકભાજી અને બ્રેડ સીધા જ ગ્રાહકોના ઘર સુધી પહોંચાડે છે.

Start Up

હાલ આ કંપની 15 પ્રકારના ઉત્પાદન વેચે છે. જેમાં માઇક્રોગ્રીન્સ શાકાહરી ડેઝર્ટ, સલાડ, નેચરલ ઓઇલ, બ્રેડ અને સુપર માસાલા સામેલ છે.

આખા શહેરમાં તેના 12,000થી વધારે ગ્રાહક છે. કંપનીના આશરે 12થી વધારે સર્ટિફાઇડ વેન્ડર છે, જેઓ કોઈ જ રસાયણ વગર ઉત્પાદનો તૈયાર કરે છે.

આકાશ કહે છે કે, “અમારી સપ્લાઈ ચેનમાં સ્ટોરેજ માટે કોઈ જગ્યા જ નથી. ખેતરમાંથી શાકભાજી કાપવામાં આવે છે અને બપોર સુધી ગ્રાહકોને પહોંચાડી દેવામાં આવે છે.”

લિવિંગ ફૂડ કંપની ઓનલાઇન પ્લેટફોર્મ પર હયાત છે. જે અંતર્ગત માઇક્રોગ્રીન્સ જેમ કે બ્રોકોલી, મૂળા, સ્પાઇસી જેવા કે સ્મોક્ડ પેપરિકા, સીલોન દાલચીની, શાકાહરી પનીર, મોરિંગા પાઉડર, લેમન ગ્રામથી લઈને ટોસ્ટેડ સીસમ ઑઇલ સુધી વેચવામાં આવે છે.

ફાર્મ ટૂ ફાર્ક મૉડલ

આકાશ કહે છે કે, “વ્યવાયે વિશ્લેષક હોવાથી મને એ વાતની ખબર ન હતી કે ભારતમાં ફૂડ બિઝનેસ કેવી રીતે કામ કરે છે અને લોકોની જરૂરિયાત શું છે. આથી મેં ખેડૂતો અને ખાદ્ય ઉત્પાદક કંપનીઓના નેટવર્કને મજબૂત કરવા માટે મારી તમામ શક્તિ લગાવી દીધી હતી. મારા પ્રથમ ગ્રાહકો મારા સંબંધીએ અને મારા મિત્રો હતા.”

જોકે, બીજા લોકો સાથે જોડાણ કરતા પહેલા આકાશે પોતાનું ઉત્પાદન માઇક્રોગ્રીન રજૂ કર્યું હતું. કારણ કે તે કેન્સરને રોકવા માટે અસરકારક હતું. આકાશે તેને ઇન્ડોર જ ઊગાડવાની શરૂઆત કરી હતી.

આનાથી ગ્રાહકોનો આકાશ પર વિશ્વાસ વધ્યો હતો. હાલ આકાશ પાસે વિવિધ પ્રકારના માઇક્રોગ્રીન્સ છે. જેમાં વિટામિન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહ તત્વ, ફોલિક એસિડ જેવા તત્વો ખૂબ પ્રમાણમાં મળી આવે છે.

તેમણે પોતાના ગ્રાહકો માટે એક મેમ્બરશીપ મૉડલ તૈયાર કર્યું છે. જે અંતર્ગત એક મહિનામાં ચાર ટોપલી વેચવામાં આવે છે. જેનાથી વેચાણ વધવાની સાથે સાથે ગ્રાહકોને માઇક્રગ્રીન્સની આદત પણ પડી હતી.

Cancer Inspired

શરૂઆતના દિવસોમાં આકાશે પોતાના નજીકના લોકોને માઉથ ટૂ માઉથ પબ્લિસ્ટી કરી હતી. પરિણામ એવું આવ્યું કે એક મહિનાની અંદર જ તેમની પાસે ફૂડ બ્લોગર, શેફ, સોશિયલ મીડિયાના જાણીતા ચહેરા આવતા થઈ ગયા હતા.

આકાશ કહે છે કે, “લોકોએ માઇક્રોગ્રીન્સની તસવીર સોશિયલ મીડિયા પર મૂકીને અમને ટેગ કરવાની શરૂઆત કરી હતી. આ રીતે અમારા ફોલોઅર્સ પણ વધવા લાગ્યા હતા.” ખૂબ સારા પ્રતિસાદ બાદ આકાશે ગ્રાહકો સમક્ષ અન્ય ઉત્પાદનો પણ રજૂ કર્યા હતા.

પ્રભાવ

પર્યાવરણવિદ અનીશા પાઢે કહે છે કે તેમના માટે લિવિંગ ફૂડ કંપની ઓર્ગેનિક ફૂડ માટે એક ઉપયોગી દુકાન હતી. તેમણે 2019માં તેમનો પ્રથમ ઓર્ડર કર્યો હતો. ત્યારથી તેઓ તેમના નિયમિત ગ્રાહક છે.

અનીશા કહે છે કે, “હું કૂકીઝ, ટામેટા, ઓલિવ વાગેરેનો ઑર્ડર કરું છું. મને સારું લાગે છે કે તેઓ પોતાના ઉત્પાદન વિશે પણ માહિતી આપે છે. તેનાથી તમને એ વાતની જાણ કહે છે કે તમે શું ખાઈ રહ્યા છું. એક ખૂબ સારી વાત એ પણ છે કે તેમનું પેકિંગ 95% પ્લાસ્ટિક ફ્રી હોય છે.”

લાઇફ એટ વર્ક બ્રુઅરીઝના સંસ્થાપક અર્જુનને પોતાના ઉત્પાદન કોમ્બુચાને લિવિંગ ફૂડ કંપનીની વેબસાઇટના માધ્યમથી વેચવામાં ખૂબ ફાયદો મળે છે. આ અંગે તેઓ કહે છે કે, “અમે પ્રથમ મહિને 100 બોટલ કોમ્બુચા વેચી હતી. પરંતુ આકાશ સાથે કરાર કર્યા બાદ દર મહિને અમારી 3,000” બોટલ વેચાય છે. અમને આશા છે કે વધારેમાં વધારે લોકોને અમારા કોમ્બુચાના લાભ વિશે માહિતી મળી છે.

આકાશે જે પહેલા માતાપિતાના સ્વાસ્થ્યની ચિંતા કરીને કરી હતી તે આજે સંપૂર્ણ રીતે જીતમાં બદલાઈ ગઈ છે. જેનાથી ગ્રાહકો અને વેપારી બંનેને ફાયદો થાય છે. આકાશ પોતાનો બિઝનેસ મુંબઈ અને દિલ્હી જેવા શહેરમાં પણ વધારવાની યોજના બનાવી રહ્યા છે.

લિવિંડ ફૂડ કંપની સાથે અહીં સંપર્ક કરો.

મૂળ લેખ: GOPI KARELIA

આ પણ વાંચો: 9 પાસ ગુજરાતી ખેડૂતની શોધ: માત્ર 10 રૂપિયામાં બનાવ્યાં ઈકો-ફ્રેન્ડલી છાણનાં કૂંડાં

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon