નિશિતા રાજપૂત કહે છે કે,“જો આપણે પાણીનું દાન કરીએ તો તેની અસર ચાર કલાક સુધી રહે છે. ખોરાક લગભગ 72 કલાક સુધી ચાલે છે. પરંતુ જો આપણે શિક્ષણનું દાન કરીએ, તો તેની અસર આવનારી પેઢીઓ પર જોવા મળે છે.” તેમણે મોટા પાયે સમુદાયના ઉત્થાન માટે તેઓ જે મૂલ્યો અને શિક્ષણ સાથે ઉછર્યા છે તેનો ઘણો સારી દિશામાં ઉપયોગ કર્યો છે.
29 વર્ષની વયે નિશિતા રાજપૂતે શિક્ષણ, ખોરાક અને રોજગારની તક ઉભી કરી આપી 34,500 છોકરીઓના પરિવારોને આત્મનિર્ભર બનવામાં મદદ કરી તેમના જીવનમાં પરિવર્તન આણ્યું છે.
નાનપણથી જ શરૂઆત
તેણી ધ બેટર ઇન્ડિયાને કહે છે કે,“જ્યારે હું નાની હતી, ત્યારે મારા પિતા મને વડોદરાની શેરીઓમાં લઈ જતા અને અમે ઘર વિહોણા લોકોને ખવડાવતા જેમની સંભાળ રાખવા માટે કોઈ જ નહોતું. એ જ રીતે, અમે અનાથ બાળકોને પણ ભોજન, શિક્ષણ અને આશ્રયમાં મદદ કરતા.”
નિશિતાએ સ્નાતક પૂર્ણ કર્યા પછી, માનવ સંસાધનમાં અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું અને PGDCSR માં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાની ડિગ્રી પણ મેળવી.

આ પણ વાંચો: પાટણની આ નિવૃત શિક્ષિકા આખું પેન્શન ખર્ચી રોજ જમાડે છે 300 થી 400 લોકોને
નિશિતા યાદ કરતા કહે છે કે, 2010 માં, જ્યારે કોલેજમાંથી વેકેશન દરમિયાન તે ઘેર હતી ત્યારે એક ઘટના બની, તે કહે છે કે,“હું તે સમયે ઘરે હતી અને મેં જોયું કે અમારી ઘરેલું સહાયક તેની પુત્રીને કામ પર લાવે છે. તે વધુ કમાણી કરવા માટે પોતાની દીકરીને કામમાં મદદ કરવા લઈ જતી હતી. છોકરી લગભગ 14 વર્ષની હતી છતાં પણ વાંચી શકતી ન હતી અને તેણી પાસે કોઈ સૈદ્ધાંતિક જ્ઞાન અથવા જીવન કૌશલ્ય પણ ન હતું. હું જણાતી હતી કે આ કોઈ નવીન ઘટના નથી અને આ બાબતે કંઈક નક્કર કાર્ય કરવું ખુબ જરૂરી છે તેથી મેં છોકરીઓના શિક્ષણ વિશે કંઈક કરવાનું નક્કી કર્યું.”
નિશિતા દ્રઢ પણે માને છે કે દરેક છોકરી પાસે મૂળભૂત જ્ઞાન તો હોય જ છે અને તે ઓછામાં ઓછું એ સુનિશ્ચિત કરે જ છે કે તેઓ વાસ્તવિક દુનિયામાં પુખ્ત વયે છેતરાયા નથી અથવા પાછળ રહી ગયા નથી.
આ ઘટના પછી નિશિતાએ તે છોકરીની માતાને તેણીની છોકરીના શિક્ષણને ટેકો આપવા માટે સમજાવી.
તે કહે છે કે,”સદનસીબે, મારા પિતા પણ આ બાબતના મોટા સમર્થક હતા તેથી તેણીએ પોતાના પિતાની મદદથી ટૂંક સમયમાં ગરીબ સમુદાયોમાંથી 150 થી વધુ છોકરીઓને ઓળખી અલગ તારવી કાઢી જેઓ તેમના પરિવારને વર્ષોથી મદદ કરી રહ્યા હતા અને આમ તેણીએ આ પહેલ મોટા પાયે શરૂ કરી.
તેમના શિક્ષણ માટે, નિશિતાએ 140 થી વધુ સ્થાનિક શાળાઓ જેમ કે મહારાણી સ્કૂલ, આરએનકે પંડ્યા હાઈસ્કૂલ અને શ્રી વિદ્યાલય સાથે સહયોગ કર્યો છે જે બિન-લાભકારી ધોરણે ચાલે છે. આનો અર્થ એ છે કે વંચિત બાળકો માટે વસૂલવામાં આવતી વાર્ષિક ફી 10,000 રૂપિયા પ્રતિ માસથી વધુ નથી.

આ પણ વાંચો: કચ્છના રણમાં મીઠુ પકવતા અગરિયાઓ માટે મોબાઈલ શાળા અને હોસ્પિટલ શરૂ કરાવડાવી આ મહિલાએ
મસીહાની ભૂમિકા ભજવવાને બદલે, નિશિતાએ પરિવર્તન કરવા માટે મધ્યસ્થી બનવાનું નક્કી કર્યું
તે કહે છે કે,“હું એ સુનિશ્ચિત કરવા માંગતી હતી કે મારી ઘરેલુ સહાયકની પુત્રી જેવી છોકરીઓ તેમનું શિક્ષણ પૂર્ણ કરે. તેથી મેં તે લોકોની ફી માં મદદ થઇ શકે તેવું ભંડોળનું એકત્ર કરવા માટે મારી આસપાસના દરેક સજ્જનોનો સંપર્ક કરવાનું નક્કી કર્યું.”
નિશિતા આગળ જણાવે છે કે આ કાર્ય જેટલું ઉમદા લાગે છે, તે રીતે જ તે બિલકુલ સરળ ન હતું. તેણીએ જે મુખ્ય પડકારનો સામનો કર્યો તેમાં જે તે લોકોને તેમના જીવનમાં ક્યારેય ન મળ્યા હોય તેવી છોકરી ના શિક્ષણ માટે પૈસા દાન કરવા માટે સમજાવવાનો હતો.
તે એ પણ ઉમેરે છે કે,”તે લોકોની ચિંતા પણ વ્યાજબી હતી, પરંતુ મારે તેના માટે માર્ગ શોધવાનો હતો,” અને આનાથી તે વ્યવહારની 100 ટકા પારદર્શક પ્રક્રિયા સાથે આગળ વધવા માટે પ્રોત્સાહિત થઈ.

આ પણ વાંચો: ઘરેથી ભાગ્યા, કચરો વીણ્યો, નશો કર્યો, જેલમાં ગયા! આજે 800+ ગરીબ બાળકોને આપે છે શિક્ષણ અને ભોજન
વ્યવસ્થિત અસર ઉભી કરવા માટે નક્કર પગલાં લીધા
નિશિતા અને તેના પિતાએ એક સિસ્ટમ ગોઠવી છે જ્યાં દરેક વ્યવહાર તેઓ વ્યક્તિગત રીતે સંભાળે છે.
તે જણાવે છે કે,“અમે દાતાઓ પાસેથી માત્ર એકાઉન્ટ પેઇ ચેક સ્વીકારીએ છીએ, જેમાંથી દરેક શાળાના નામે કાપવામાં આવે છે. ત્યાંથી દરેક દાતા તેઓ જે છોકરીને મદદ કરી રહ્યાં છે તેનો બાયોડેટા અને પર્ફોર્મન્સ માર્કશીટ મેળવે છે,”
આનો અર્થ એ છે કે દરેક લાભકર્તા જાણે છે કે તેઓ કોના માટે ચૂકવણી કરી રહ્યા છે અને તે વિદ્યાર્થીનીના જીવનમાં શું અસર કરી રહ્યું છે. માર્કશીટ એ માત્ર તેમના પૈસા શિક્ષણમાં વપરાતા હોવાની પુષ્ટિ જ નથી, પરંતુ શાળામાં છોકરીના પ્રદર્શનનું પ્રમાણભૂત આધાર પણ છે.
તમામ ચીજવસ્તુઓનું સંચાલન કરવાની ઉશ્કેરાટ વચ્ચે, નિશિતાએ કદાચ ડિજીટલ ડેટા રાખવાની તસ્દી લીધી ન હતી. પરંતુ તેના અનુમાન મુજબ તે અત્યાર સુધી દાતાઓ પાસેથી 3.80 કરોડ રૂપિયા એકત્ર કરવામાં સફળ રહી છે.
નિશિતા આગળ કહે છે કે તેણી અને તેના પિતા દરરોજ લગભગ 30 ચેક મેળવે છે. મોટાભાગના દાતાઓ તેમની ચેરિટીના પરિણામો જોયા પછી ફરી ફરી દાન કરી રહ્યા છે.
તે જણાવે છે કે,“2019 માં, યુએસએના લેઉવા પાટીદાર સમાજ (LPS) એ અમને 14 લાખ રૂપિયા આપ્યા. સ્થાનિક સમુદાયમાંથી દર વર્ષે આશરે રૂ. 25 લાખ આવે છે,”
આટલું સમર્થન હોવા છતાં પણ ઘણા માતા-પિતાને હજુ પણ તેમના જીવનની રીત બદલવાનું મુશ્કેલ લાગે છે. નિશિતા કહે છે, “ઘણીવાર તેઓ તેમની દીકરીના ભણતર પ્રત્યે બેદરકાર રહેતા અને વર્ષના મધ્યમાં જ તેનું ભણતર છોડાવી દેતા. આનો એકમાત્ર ઉપાય જવાબદારી ઉપાડવાનો જ છે. આખરે મોટી રકમમાં ફંડ આવવાનું શરૂ થઈ ગયું હતું, તેથી અમે દરેક બાળક માટે એક જ વારમાં આખા વર્ષની ફી ચૂકવવાનું નક્કી કર્યું જેથી તે શાળામાં નોંધાયેલ રહે.”
સ્વાભાવિક રીતે, ત્યાં એવા માતાપિતા પણ હતા જેઓ તેમના બાળકોને જે શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા હતા તેના માટે અમારા આભારી હતા.
ચંદ્રિકા ગોસ્વામી અને તેમના પતિ, જેઓ ઓટો રિક્ષા ડ્રાઈવર છે, તેમણે લગભગ સાત વર્ષ પહેલાં નિશિતાના કામ વિશે સાંભળ્યું હતું જ્યારે તેઓ ખૂબ જ ખરાબ સ્થિતિમાં હતા. આ દંપતી કહે છે કે, “અમે મદદ માટે નિશિતા પાસે ગયા અને તેણે તરત જ મારા બંને બાળકોનો કેસ હાથમાં લીધો,” ચંદ્રિકાને એક પુત્ર છે જે ધોરણ 10માં છે અને એક પુત્રી દેવાંશી છે, જેણે તાજેતરમાં જ ધોરણ 12 પૂર્ણ કર્યું છે. દેવાંશી ખુશીથી જણાવે છે, “હું હવે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડામાં અરજી કરી રહી છું.
તેણીની જેમ, નિશિતા હાલમાં 5,000 થી વધુ છોકરીઓ અને થોડા છોકરાઓને તેમના સમગ્ર શાળાકીય શિક્ષણ માટે મદદ કરી રહી છે, જ્યારે અન્યને તે તેમની જરૂરિયાત મુજબ મદદ કરે છે.

આ પણ વાંચો: ભોજન માટે વલખાં મારતાં આદિવાસીઓને જોઈ આ દાદાએ શરૂ કર્યું ફ્રી ‘આહાર’ કેન્દ્ર
“અમે ઘણી સ્ત્રીઓને સિલાઈ મશીન આપ્યાં છે જેથી કરીને તેઓ પોતાના માટે કમાઈ શકે અને તેમના બાળકોનું ભરણપોષણ કરી શકે. અન્ય લોકો માટે, અમે ક્લાઉડ ટિફિન સર્વિસ નેટવર્ક શરૂ કર્યું જ્યાં અમે વંચિત મહિલાઓને ઘરના રાંધેલા ખોરાકની શોધમાં રહેતા ગ્રાહકો સાથે જોડીએ છીએ,” તેણી કહે છે.
તેણીની કામગીરી પર કોરોના રોગચાળાની અસર વિશે પૂછવામાં આવતા, નિશિતા જણાવે છે કે લોકોએ તેમની પોતાની આવક ગુમાવવાનું શરૂ કર્યું હોવાથી દાનમાં ઘટાડો થયો છે.
સાથે સાથે નિશિતા ઉમેરે છે કે,“સદ્દનસીબે, અમે અમારા નેજા હેઠળના બાળકો માટે કાયમી ધોરણે ચૂકવણી કરવા માટે પૂરતું ભંડોળ એકત્રિત કરવામાં સક્ષમ હતા. અમે મધ્યમ વર્ગના પરિવારોને રાશન કીટનું વિતરણ પણ કર્યું.”
નિશિતા અમારી સાથે તેની સફર શેર કરતી હોવાથી,તેણીને એક સ્પષ્ટ પ્રશ્ન પૂછવામાં આવ્યો – “તમે ક્યાં સુધી આ કામ ચાલુ રાખી શકશો?”
તેણી જવાબ આપે છે કે,“ આ કામ કરતા મને 11 વર્ષ થયા છે, અને હું દરરોજ વધુને વધુ છોકરીઓને નવીન રીતે કંઈક શીખતી જોઉં છું. ઈચ્છુક દાતાઓની કોઈ કમી નથી, અને બાળકોની આતુરતા અમર્યાદિત છે.”
મૂળ લેખ: રિયા ગુપ્તા
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: છેલ્લાં 12 વર્ષથી ઝૂંપડપટ્ટીનાં બાળકોને ભણાવી બોટાદનો યુવાન બનાવે છે તેમનું ભવિષ્ય
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.