Search Icon
Nav Arrow
Road Safety Rules
Road Safety Rules

4 વર્ષથી ઓછી ઉંમરના બાળકને ટુ વ્હીલર પર બેસાડવું હશે, તો કરવું પડશે આ નિયમોનું પાલન

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડ્રાફ્ટમાં આપેલ નિયમો શૂન્યથી ચાર વર્ષની વય જૂથના બાળકને વાહનમાં પાછળ બેસાડનાર લોકોને લાગુ પડશે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના અહેવાલ મુજબ, વર્ષ 2019માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાંથી ત્રીજા ભાગના (37 ટકા) લોકો ટુ-વ્હીલર ધરાવતા હોય તેવા હતા.

ટુ-વ્હીલર સવારો માટે માર્ગને વધુ સુરક્ષિત બનાવવાના પ્રયાસરૂપે, કેન્દ્ર સરકારે બાળકને મોટરસાઇકલ પર લઈ જવા માટે સલામતીની જોગવાઈઓ માટે નિયમો જાહેર કર્યા છે, જેમાં બાળકને ડ્રાઈવર સાથે જોડવાનું પણ સામેલ છે. તેમાં સલામતીના બધા જ ધારા ધોરણનો ઉપયોગ કરવાની ભલામણ પણ કરવામાં આવી છે. અને તે માટે સલામતી હાર્નેસનો સમાવેશ મુખ્ય છે.

ડ્રાફ્ટ દરખાસ્તના નિયમ હેઠળ, મોટરસાયકલ સવારોએ સલામતી હાર્નેસ દ્વારા પાછળ બેઠેલા બાળકને સુરક્ષિત રાખવું ફરજિયાત રહેશે. વાસ્તવમાં, સલામતી હાર્નેસ એ બાળક દ્વારા પહેરવામાં આવતું જેકેટ છે. આ હાર્નેસ તેની સાથે જોડાયેલા સ્ટ્રેપ સાથે એડજસ્ટેબલ છે અને હાર્નેસ ડ્રાઇવર દ્વારા પહેરવામાં આવતા શોલ્ડર લૂપ સાથે જોડાયેલ છે. આ રીતે, બાળકનું ઉપલું ધડ ડ્રાઇવર સાથે સુરક્ષિત રીતે જોડાયેલું રહેશે.

Chalan Rules In India

ડ્રાફ્ટ પ્રસ્તાવ વિશે જાણવા જેવી બાબતો:
મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા અને પ્રસ્તાવિત નિયમો પાછળની સીટ પર બેઠેલા શૂન્યથી ચાર વર્ષના બાળકો માટે લાગુ થશે.

જો પાછળની સીટ પર બેઠેલા બાળકની ઉંમર ચાર વર્ષથી ઓછી હોય, તો સલામતી હાર્નેસનો ઉપયોગ કરવો આવશ્યક છે.

ડ્રાફ્ટ નિયમોમાં, સલામતી હાર્નેસના સ્પષ્ટીકરણનો પણ ઉલ્લેખ છે:

આ હાર્નેસ ઓછા વજનના, એડજસ્ટેબલ, વોટરપ્રૂફ અને ટકાઉ હશે.

30 કિલો સુધીના વજનને હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવશે.

આ ઉપરાંત, મોટરસાયકલ ચાલકની જવાબદારી રહેશે કે તે સુનિશ્ચિત કરે કે પાછળના પેસેન્જરે ક્રેશ હેલ્મેટ પહેર્યું છે કે નહીં. જો 4 વર્ષનું બાળક મોટરસાયકલ પર બેઠું હોય તો તેની સ્પીડ 40 કિમી પ્રતિ કલાકથી વધુ ન હોવી જોઈએ.

જો તમને આ નિયમ અંગે કોઈ વાંધો અથવા સૂચન હોય, તો તમે આ સરનામાં પર પત્ર લખી શકો છો:

સંયુક્ત સચિવ (MVL, પરિવહન અને ટોલ),
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય,
પરિવહન ભવન, સંસદ સ્ટ્રીટ,
નવી દિલ્હી-110001

અથવા, comments-morth@gov.in પર તમે મેઇલ પણ કરી શકો છો.

20 નવેમ્બર 2021 પહેલા મોકલવામાં આવેલા આ નિયમોના સંદર્ભમાં વાંધાઓ અથવા સૂચનો કેન્દ્ર સરકાર દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે.

સત્તાવાર સૂચના વાંચવા માટે અહીં ક્લિક કરો.

(Featured Image)

મૂળ લેખ: વિદ્યા રાજા

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ઉજવો પર્યાવરણ પ્રિય દિવાળી, મિત્રોને પ્લાસ્ટિકમાં નહીં, કેળના પાનમાં આપો ભેટ, લાગશે આકર્ષક

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon