બાગકામ તો ઘણા લોકો કરે છે. કેટલાંક લોકો શોખ હોય છે એટલા માટે કરે છે તો કેટલાંક લોકો સુંદરતા વધારવા માટે કરે છે. પરંતુ કેટલાંક લોકો એવા હોય છે જેમના માટે આ શોખ કરતાં એક જુનૂનની જેમ હોય છે. મૈસૂરમાં રહેતાં હશમથ ફાતિમા એવા જ લોકોમાંથી એક છે. ફૂલ-પાનની સાથે તેમનો લગાવ ઓછી ઉંમરમાં જ શરૂ થઈ ગયો હતો. અને આજની તારીખમાં કલિયાગિરીમાં તેમના ઘરે ફૂલ, છોડ, વેલો અને ઝાડની લગભગ 40થી વધારે જાતો જોવા મળી શકે છે. તેમાંથી દરેક છોડને બહુજ પ્રેમથી તેમણે લગાવ્યા છે. અને તેઓ જ તેની દેખરેખ પણ કરે છે.

ધ બેટર ઈન્ડિયા સાથે વાતચીત કરતા, ફાતિમાએ જણાવ્યુકે, તેમણે ગંભીરતાથી બાગાયતી કરવાનું લગભગ 26 વર્ષ પહેલાં શરૂ કર્યુ હતુ, જ્યારે તેણી મૈસુરમાં તેનાં ઘરે રહેવા માટે આવ્યા હતા.


તેમનું ઘર પ્લોટનાં 40X70 ફૂટનાં એક નાના હિસ્સામાં બનેલું હતુ. જેમાં તેઓ રહેતા હતા અને બાકીનાં ક્ષેત્રમાં બગીચો બનાવેલો છે. બગીચામાં લગભગ 800 માટીનાં કુંડા છે. પરંતુ બીજી એક પણ વસ્તુ છે જે બગીચાની સુંદરતામાં વધારો કરી રહી છે. તે છોડને ઉગાડવા માટે ઘરમાં પડેલાં ઘણા સામાનોનો ઉપયોગ કરે છે. ફાતિમાના બગીચામાં તમે વાંસ, જૂના જૂતા, ટાયર અને બેકાર પ્લાસ્ટિકની બોટલોનો કુંડાની જેમ ઉપયોગ થતો જોઈ શકો છો.

ફાતિમાએ એક વર્ટિકલ ગાર્ડન પણ બનાવ્યુ છે. જેમાં પ્લાસ્ટિકની બોટલોમાં છોડને લટકાવીને રાખવામાં આવ્યા છે. તે ખૂબજ સુંદર દ્રશ્ય લાગે છે.

ફાતિમા જણાવે છે, “ મે બાગાયતી ઉપર બહુજ બધી ચેનલો જોઈ અને ઈંટરનેટ પર બાગાયતી સાથે જોડાયેલાં પેજોને પણ ફોલો કર્યા છે, જ્યાંથી મને પ્લાસ્ટિકની બોટલો, જૂના જૂતા અને એટલે સુધીકે ટાયરોમાં છોડ ઉગાડવાનો આઈડિયા પણ મળ્યો. હવે મને તેનો ઉપયોગ કરતાં ત્રણ વર્ષ થઈ ગયા છે.”

જો તેમના બગીચામાં તમે ચારેય બાજુ નજર દોડાવશો તો તમે લોબાન અને આંબાના ઝાડની સાથે સાથે ડહલિયા, ગલગોટા, ઝિનનિયા, ગુડહર, બેગોનિયા, ડેઈઝી, રિયમ અને ગ્લેડિયોલા જેવાં ફૂલોનાં છોડ પણ જોઈ શકો છો.
આ છોડોની સાથે બગીચામાં મૂર્તિઓ, માછલીઓનું તળાવ, પત્થરની બેંચ, કાંકરાથી બનેલી કલાકૃતિઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જે આખી જગ્યાને વધારે આકર્ષક બનાવે છે. સાથે જ અહીંયા એક ચકલીઓ માટે ઘર પણ બનાવવામાં આવ્યુ છે, જેમાં લગભગ 50થી વધારે લવ બર્ડસ રહે છે.

ફાતિમા જણાવે છે, “કેટલાંક ઝાડ અને છોડ તો સદાબહાર હોય છે, પરંતુ સૌથી વધારે ફૂલોનાં છોડ સિઝનલ હોય છે. હું છોડ માટે ફક્ત કુદરતી રીતે બનાવેલાં ખાતરનો જ ઉપયોગ કરું છું, પહેલાં તો હું જાતે જ તેને તૈયાર કરતી હતી, પરંતુ હવે તેને તૈયાર કરવા માટે મે એક માળી રાખ્યો છે, કારણકે, હું એક બુટિક પણ ચલાવુ છું,જેમાં બહુજ સમય લાગે છે. તેમ છતાં હું દરરોજ લગભગ બે કલાક સુધી બગીચામાં છોડોની સાથે સમય જરૂર વિતાવું છું.”

ફાતિમા તેના બગીચાનું વિશેષ રૂપથી ધ્યાન રાખે છે. આ જ કારણ છે કે, તેમણે મૈસૂર હોર્ટિકલ્ચર સોસાયટી દ્વારા આયોજીત દશેરા ફ્લાવર શો ના ‘ હોમ ગાર્ડન સીરીઝ’માં સતત અગિયારમી વાર પ્રથમ સ્થાન પ્રાપ્ત મેળવ્યુ છે!
ઘણીવાર લોકો તેમના બગીચાને જોવા અને તેમની પાસે બાગાયતી ટિપ્સ લેવા માટે તેમનાં ઘરે પહોંચી જાય છે. એવા લોકોની મદદ કરીને ફાતિમાને બહુજ ખુશી મળે છે.

ફાતિમા જણાવે છે, “ બાગાયતીના પ્રત્યે રૂચિ રાખનારા ગુલબર્ગા, ભટકલ, હૈદરાબાદ અને ઘણા અન્યો દૂરનાં શહેરોનાં લોકોએ બગીચાની દેખરેખ રાખવા માટે ટીપ્સ લેવા માટે મારો સંપર્ક કર્યો છે. બાગાયતીમાં હાથ અજમાવતા લોકોની મદદ કરીને મને ઘણો આનંદ મળે છે.”
પોતાની વાતનાં અંતમાં તે કહે છેકે, તેમના બગીચાની સુંદરતાને જોવાનો સમય દશેરાનાં ઉત્સવ દરમ્યાન હોય છે, જ્યારે લગભગ દરેક છોડો ફૂલોની સાથે તેનાં સારા રંગોમાં હોય છે.

જો તમે બાગાયતીમાં રૂચિ રાખતા હોય અને મૈસૂરની આસપાસથી પસાર થઈ રહ્યા છો, તો એક અલગ પ્રકારના અનુભવ માટે ફાતિમાનાં ફૂલોના બગીચા પર જરૂર જાવ.
તમે તેમને કેવી રીતે શોધશો તેની ચિંતા ન કરશો, તેઓ અને તેમનો બગીચો શહેર ભરમાં પ્રસિદ્ધ છે. અને તેમના દરવાજા છોડો અને ફૂલોનાં પ્રેમીઓ માટે હંમેશા ખુલ્લાં છે.
તસવીર આભાર: હશમથ ફાતિમા
આ પણ વાંચો: ઘરમાં છે 700+ ઝાડ-છોડ, ફળ-ફૂલ અને શાકભાજીની સાથે તમને જોવા મળશે વડ અને પીપળા પણ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.