સમીર જાગીરદાર મુંબઇના કુર્લાના વતની છે અને તેમણે પોતાના ઘરના પરંપરાગત ઉર્જા સ્ત્રોતોની જગ્યાએ સૌર ઉર્જાને પ્રાથમિકતા આપી છે. આજ કારણ છેકે, તેમણે છેલ્લાં ઘણા સમયથી વીજળીનું કોઈ બીલ ચુકવ્યુ નથી.
સમીર જણાવે છે, “અમારી પાસે એક માળનું મકાન છે અને અમને લાગ્યું કે સૌર ઉર્જા મોંઘી હશે, કારણ કે તેમાં બેટરીની જરૂર પડે છે અને તેની જાળવણી માટે પણ ખર્ચ કરવો પડે છે. પરંતુ, એક સ્ટાર્ટઅપની સલાહ લીધા પછી અને તેને સમજ્યા પછી, અમે આ દિશામાં આગળ વધ્યા.”
સમીર,કુર્લાની જે સોસાયટીમાં રહે છે ત્યાં ફેબ્રુઆરી 2019ની આસપાસ 11 કિલોવોટનો સોલર પ્રોજેક્ટ સ્થાપવામાં આવ્યો હતો. પરિણામે, સોસાયટીનું વીજ બિલ મે અને જૂન મહિનામાં શૂન્ય થઈ ગયું.

સમીર, જે આ સોસાયટીના સેક્રેટરી પણ છે, કહે છે, “અમે જ્યારથી આ સોલર પાવર યુનિટ સ્થાપિત કર્યું છે, ત્યારથી, અમારા વીજળીના બિલમાં ઘટાડો થવાની સાથે ગ્રીડ પાવર પરની અમારી નિર્ભરતા પણ ઓછી થઈ છે.”
સમીર આગળ કહે છે કે સ્ટાર્ટઅપ કંપની ટ્રૂસન (Truesun)ની સલાહ લેવાથી તેમને બિનજરૂરી વીજ વપરાશને સમજવામાં અને ઘટાડવામાં પણ મદદ મળી. ટ્રુસને ફક્ત સમીરને જ નહીં, પણ ઘણા અન્ય લોકોને અક્ષય ઉર્જા અપનાવવામાં મદદ કરી છે.
મુંબઈ સ્થિત કંપની શહેરમાં ઘણા રહેણાંક અને કોમર્શિયલ સંસ્થાઓને લગભગ વીજળીના બિલને લગભગ 100% ઘટાડવામાં મદદ કરી રહી છે.
ટ્રૂસનની સ્થાપના વર્ષ 2018માં કરવામાં આવી હતી, પરંતુ તેના સ્થાપક નીતુ ગોયલ 2006થી અક્ષય ઉર્જા ક્ષેત્રે કાર્યરત છે. આ વિષયમાં તે સમજાવે છે, “મે દુનિયામાં એક બદલાવ અને સકારાત્મક પ્રભાવ જોવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે. સમુદાયો માટે સોલાર ચુલો, રોશની વગેરે પ્રદાન કરવા માટે અનેક સ્તરો પર કામ કરવાથી પર્યાવરણીય અને આર્થિક સંતુલનને સમજવામાં મને મદદ મળી.”

તે વધુમાં કહે છે, “સૌર ઉર્જાને અપનાવવાનાં સંબંધમાં સૌથી મહત્વપૂર્ણ પહેલ જાગૃતતા છે અને તે સૌથી પડકારજનક પણ છે. છેલ્લાં થોડા વર્ષોથી પરિસ્થિતિમાં થોડો સુધરો આવ્યો છે, પરંતુ લોકોમાં મોટાપાયે સમજનો વિકાસ થયો નથી.”
નીતુ કહે છે કે લોકો હજી પણ જાણતા નથી કે ટેકનોલોજી રેફ્રિજરેટર, એર કંડિશનર અને અન્ય વિદ્યુત ઉપકરણો જેવા કે લિફ્ટ, વોટર પમ્પ વગેરેને ટકાઉ બનાવી શકે છે. તેમને આ સમજાવવા માટે ઘણો સમય લાગે છે અને લોકોનો વિશ્વાસ જીતવા માટે જુના પ્રોજેક્ટ્સ બતાવવા પડે છે.
બે મુખ્ય પરિબળો છે જે નક્કી કરે છે કે તમે કેટલી અક્ષય ઉર્જાનો ઉપયોગ કરી શકો છો. પહેલાં – તેના માટે સામાન્ય રીતે મોટી છત હોવી જોઈએ અને બીજું – ઉપયોગ અથવા બિલ!
તેનું ગણિત સમજાવતાં તે કહે છે, “ઉદાહરણ તરીકે, જો વીજળીનું બિલ 20 હજાર રૂપિયા છે, તો તેનો અર્થ 2000 યુનિટ વીજળી છે. આવી સ્થિતિમાં, ગ્રીડ આધારિત વીજળી પર નિર્ભરતા ઘટાડવા માટે 2 હજાર ચોરસ ફૂટમાં 20 કિલોવોટનાં સોલર પાવરની જરૂર પડશે.”
નીતુ કહે છે, “જો 1,000 ચોરસ ફૂટ જગ્યા ઉપલબ્ધ છે, તો સૌર ઉર્જા પર નિર્ભરતામાં 50 ટકાનો ઘટાડો આવે છે. પરંતુ, બીજી બાજુ, જો વીજળીનું બિલ 1 લાખ રૂપિયા આવે છે, તો બિલમાં 20 હજાર રૂપિયાનો ઘટાડો આવે છે. તેથી, તે નિર્ભર કરે છે કે કેટલી જગ્યા છોડવામાં આવે છે અને કેટલું બિલ આવે છે.”
તે વધુમાં કહે છે, “એક કિલોવોટનાં સોલર સેલથી દર મહિને 120 યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે અને 100 ચોરસ ફૂટ જગ્યાની જરૂર પડે છે.”
સેટઅપ બનાવવા અંગે નીતુ કહે છે, “છત પર માત્ર સોલર પેનલ્સ લગાવવાની જરૂર હોય છે. સોલર પેનલને એક ઇન્વર્ટર સાથે જોડવામાં આવે છે, જે પાવરને ડાયરેક્ટ કરંટ (ડીસી) થી ઓલ્ટરનેટ કરંટ (એસી) માં ફેરવે છે.”

ત્યારબાદ, ઇન્વર્ટરને નેટ મીટર સાથે સિંક્રનાઇઝ કરવામાં આવે છે, જેને સોલર પેનલ સાથે વીજળીનો સપ્લાય કરવા માટે પ્રોગ્રામ કરવામાં આવે છે અને જ્યારે જરૂર પડે ત્યારે ગ્રીડમાંથી વીજળી પણ સપ્લાય કરે છે.
10 કિલોવોટનાં યુનિટની કિંમત સરેરાશ 12-15 લાખ રૂપિયા છે. નાણાકીય પાસું ગ્રાગકોને પસંદ પડનારી પેનલ્સ અને ઉપકરણોની ગુણવત્તા પર આધારીત છે. આ ઉપકરણો આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને બજારોમાં ખરીદવામાં આવે છે.
આટલા મોટા રોકાણ અને ખર્ચ અંગે નીતુ કહે છે, “ચારથી પાંચ વર્ષમાં તમે સૌર પ્રોજેક્ટની કિંમત વસૂલ કરી શકો છો. તે સેટઅપ વ્યાવસાયિક છે કે રહેણાંક છે તેના પર તે નિર્ભર કરે છે. વ્યવસાયમાં, પૈસા ફક્ત 3 વર્ષમાં જ પ્રાપ્ત થઈ શકે છે. આ સોલર પેનલ્સ 25 વર્ષ ચાલે છે, આમ 20 વર્ષ સુધી મફત વીજળી મેળવી શકાશે.”
નીતુ કહે છે, “આવા રોકાણથી પર્યાવરણને પણ ફાયદો થાય છે,” છત પર 10 કિલોવોટની સોલર પેનલથી પર્યાવરણ પર ખૂબ સકારાત્મક અસર પડે છે, કારણ કે તેનાથી 310 ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડી શકાય છે. જે આખા જીવનમાં 490 સાગના વૃક્ષો વાવવા સમાન છે.”
ઘણી સોસાયટી ઘણીવાર છત પર ખુલ્લી જગ્યા પર સમાધાન કરવા માંગતા નથી. જો કે, નીતુ ખાતરી આપે છે કે સોલાર પેનલ્સ એટલી ઉંચાઇ પર સ્થાપિત કરવામાં આવે છે કે છત પર પૂરતી જગ્યા બચી જાય છે.
નીતુ કહે છે કે હવામાન ગમે તે હોય, સોલર પેનલમાંથી દરરોજ વીજળી ઉત્પન્ન થાય છે.
છેલ્લા બે વર્ષમાં, કંપનીએ અનેક રહેણાંક, કોમર્શિયલ, ઔદ્યોગિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં કામ કર્યું છે.
આ અંગે મુંબઇમાં રહેતા મનોહર મીરકર કહે છે કે તેમણે 100 કિલોવોટની સૌરઉર્જા સિસ્ટમ સ્થાપિત કરવાની યોજના બનાવી છે, જેનાંથી વીજળીના બિલને 80-90 ટકા સુધી ઘટાડવામાં મદદ મળશે.
આ સાથે નીતુ મુંબઇના નાલા સોપારા વિસ્તારમાં તેમની એક યોજના વિશે જણાવે છે કે અહીં સોલર પાવરના ઉપયોગથી વીજળીનું બિલ દર મહિને 45,000 રૂપિયાથી ઘટીને 1500 રૂપિયા કરવામાં મદદ મળી.
ટીએસ વિન્ડપાવર ડેવલપર્સમાં સહાયક મેનેજર તરીકે કાર્યરત મનીષા શર્મા તેના પર સહમત છે કે, તેનાંથી શું પ્રાપ્ત કરી શકાય છે. તે કહે છે, “સૌર ઉર્જાના ક્ષેત્રમાં પુષ્કળ સંભાવના છે અને સતત ટેક્નિકલ વિકાસ આપણને સંપૂર્ણપણે અક્ષય ઉર્જા પર નિર્ભર બનાવી શકે છે.
મનિષા કહે છે કે, “આવી રચનાઓ લોકોની અશ્મિભૂત ઇંધણ ઉર્જા પરની નિર્ભરતા દૂર કરી શકે છે. પરંતુ, લોકોએ પ્રારંભિક અને સમયની સાથે જાળવણી માટેનો ખર્ચ સહન કરવા સક્ષમ થવું જોઈએ, કારણ કે તેમાં ઘણો ખર્ચ થાય છે.”
આ પણ વાંચો: પૉલીથીન આપો, છોડ લઈ જાઓ: પ્લાસ્ટિકનાં બદલામાં વહેંચ્યા લગભગ 1 લાખ છોડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.